મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?
વિવેક મનહર ટેલર

શેર – બેફામ

આજે પેશ છે બેફામસાહેબના ચંદ ચુનંદા શેર.

જિંદગીને   મોતનો   જો ભેદ  ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !

ફક્ત જીતવી  નથી  મારે તો  રચવી છે   નવી  દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી !

અનુભવથી ના જીવન ઘડ, અનુભવમાં તો લાંછન છે,
તમાચાની  નિશાની   કાંઈ   લાલી  થઈ નથી શકતી !

પથ્થરોને   જે   ઘડે  એ   હો   કલાકારો  ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !

– બેફામ

13 Comments »

 1. shriya said,

  March 31, 2006 @ 7:38 pm

  પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
  બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !
  Wah khub saras!…

 2. salil upadhyay said,

  March 25, 2007 @ 12:42 am

  ખુબ જ સરસ ! આજે રવિવારની સવાર સુધરી ગઈ. મને ઘણી બધી માહિતિ મળી અમે લોકો ગુજરાતી સાહિત્ય પર ડોક્યુમેન્ટ્રી બનાવીરહ્યા છીએ.અમને જરુર પડે તો આશા છે કે મદદ મળી રહેશૅ

 3. sonal dave said,

  May 1, 2007 @ 7:33 am

  ખુબ સરસ અમને ખુબ ગમ્યુ

 4. Nilpa said,

  August 13, 2008 @ 1:16 pm

  વાહ, ખુબ સરસ વાસ્તવિક વાત, ખુબ ખુબ સરસ.

 5. Nilpa said,

  August 13, 2008 @ 1:17 pm

  વાહ … અદભૂત

 6. ઉવૈશ ચોકસી said,

  August 14, 2008 @ 3:50 am

  પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
  બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો

  વાહ, ખુબ સરસ વાસ્તવિક વાત, ખુબ ખુબ સરસ.

  ઉવૈશ ચોકસી

 7. JAGDISH VAGHELA said,

  September 4, 2008 @ 9:47 pm

  બરકત આપનો કોઇ જવાબ નથિ;
  સરસ.

 8. Karshan Padhiyar said,

  November 16, 2010 @ 5:33 am

  વાહ, ખુબ સરસ વાસ્તવિક વાત, ખુબ ખુબ સરસ.

 9. Karshan Padhiyar said,

  November 16, 2010 @ 5:38 am

  લયસ્તરો ખુબ ગમે

 10. cyrus vandriwala said,

  March 20, 2011 @ 12:22 pm

  પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
  બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો

  વાહ ખરેખર દિલ ખુશ થઈ ગયુ

 11. Sikander Kikani said,

  May 18, 2011 @ 8:24 am

  વાહ બેફામ વાહ ! ઉત્તમ….

 12. KANUBHAI J SHAH said,

  May 27, 2011 @ 3:01 am

  વાહ ખુબ જ સુન્દર. તત્વ જ્ઞાનથી ભરપુર આ શેર ઘણુંજ કહી જાય છે

 13. Rajesh Upadhyay said,

  August 1, 2012 @ 4:54 am

  vah khub maza aavi gae

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment