પગમાં છે બૂટ એ ભલે શહેરોની દેન છે,
ફૂલ, ઘાસ, માટીથી હજી પાની છે તરબતર.
વિવેક મનહર ટેલર

ગઝલ – રાજેન્દ્ર શુકલ

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.

– રાજેન્દ્ર શુકલ

આભાર : પંચમ શુક્લ

5 Comments »

 1. Anonymous said,

  March 23, 2006 @ 12:43 am

  “આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
  તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.”

  I like this one…!

  vaishali

 2. shriya said,

  March 23, 2006 @ 6:28 pm

  ‘એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
  હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.’

  khub saras…..

  Shriya

 3. Anonymous said,

  May 24, 2006 @ 6:35 pm

  Friends,
  Do you want to listen to this poem? Visit http://www.kavilok.com/Kavi_rajendra_shukla.htm

  ****************
  Nice to see you here, my friend Pancham.
  While looking for Rajendrabhai, I stumbled upon this page. I hope you would not mind if I put this kavya on http://www.kavilok.com on Rajendrabhai’s page.

  Share this poemlisten to one Gazal of Rajendrabhai Shukla and nicely recited by Amar Bhatt.
  (Sorry Amarbhai and Rajendrabhai for sharing your creating without your approval. I am just trying to promote wonders of Gujarati literature and also wizards like you.)

 4. આકંઠ શ્વસી જઇયે - રાજેન્દ્ર શુકલ « કાવ્ય સુર said,

  April 4, 2009 @ 1:25 am

  […] લયસ્તરો પર આ ગઝલ […]

 5. HATIM THATHIA said,

  January 23, 2012 @ 11:35 am

  TO CHAAL KAMALDAL MAN AA RAAT FASI JAIYE!!!!!!!!!!!!!!! ONLY ONE LINE BUT REMINDS US –BHASVAN UDDISHYATI ,BHAVISHYATI SUBRABAHTAM!!HA! HUNT HUNT! ITHHAM VICHARAYATI KOSH GATE DWIREFAM–WELL WE ARE ALL DWIREF SLEEPING WITH FALSE AASHA IN PADMA!!!!HATIM

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment