આકંઠ છલોછલ અંદર-બાહર દેહ-પ્રાણ રંગાયા છે,
તમે નથી પણ તમારા સ્મરણે થઈ રમમાણ રંગાયા છે.
વિવેક ટેલર

સમજો નહીં કે – – બરકત વીરાણી ‘બેફામ’

સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,
આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું.

નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,
પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું.

તારા વિરહમાં નીંદ તો ક્યાં છે નસીબમાં ?
તારાં સ્વપ્ન તો જાગી રહ્યો છું ને જોઉં છું.

ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું.

રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા,
કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.

શોધું છું મારું સ્થાન જગતમાં હું એ રીતે,
અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું.

‘બેફામ’, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,
મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.

– બરકત વીરાણી ‘બેફામ’

7 Comments »

 1. Mital said,

  March 16, 2006 @ 10:35 pm

  Dhavalbhai,
  Befaam shaayri vaanchi ne mane pan jusso chadi gayo. hoon koi shayar nathi, ke mane shayari/gazal/kavita aawadti pan nathi. Befaam ni aa shayri vanchi ne mane pan 2 line kahewanu mann thayu chhe:-

  dhadkan ma tara shwaso shwas ne har pad bharu chhu,
  sapna ma made chhe tu ane darroj tane khou chhu.

  uper kyany laagni vyakt karwa ma bhool thai hoi to nau shikhiyo samjhi ne maaf karsho.

  Thank you very much for this beautiful shayri..

  Jai Hind
  Mital

 2. Pankaj Bengani said,

  March 18, 2006 @ 4:53 am

  મિત્રો, તમને જણાવતાં હર્ષ થાય છે કે અમોએ એક એવી સાઈટ તૈયાર કરી રહ્યા છીએ કે જ્યાથી બધા ગુજરાતી બ્લોગોમાં કરાયેલ નવી પોસ્ટોની માહિતિ સહેલાઈથી મળી રહે. આ સાઈટ દરેક બ્લોગની ફીડ એગ્રીગેટ કરીને વાંચક સમક્ષ રજુ કરે છે. આ સાઈટની મદદથી ગુજરાતી બ્લોગજગતનાં વાંચક મિત્રોનો સમય બચશે અને સાથો સાથો નવા નવા બ્લોગોનો પ્રસાર પણ વધશે એવી અમારી આશા છે.
  હાલ આ સાઈટ બીટા સ્ટેજ પર છે.

  તમને આ સાઈટ પર પધારવા વિનંતિ. લિંક : http:www.tarakash.com/guj

  તમારુ બ્લોગ એમાં જોડી દેવામાં આવ્યુ છે.

  તમારા અમૂલ્ય માર્ગદર્શનની આશા સાથે….
  – સંજય બેંગાણી (તરકશ.કોમ નેટવર્ક)
  sanjaybengani@gmail.com

  ઓટલો…. ગુજરાતી બ્લોગોમાં કરાયેલ નવી પોસ્ટની માહિતિ એક જ જગ્યાએ

 3. SV said,

  March 18, 2006 @ 9:59 am

  Beautiful. Thank you doctor for sharing.

 4. Anonymous said,

  May 18, 2006 @ 11:24 pm

  Kadi ekla rahyaa chho? Badhaa (ALL) hovaa chhataa saathe koi nahi hoi evi jindagi jeevya chho?

  રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા,
  કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.

  I pray to the Almighty – no one to suffer this tragedy.

  Mital – tamari lakheli lines – kharekhar khub saras chhe. Keep it up.

  “KASH”

 5. Darshit said,

  March 7, 2007 @ 2:40 am

  અદભૂત….કેટલુ સરળ છતા કેટલુ સચોટ…..

  ‘બેફામ’, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,
  મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.

  કોઇ જ શબ્દો નથી આ શેર માટે… બે લીટી મા બધુ જ આવી ગયુ……

  Darshit

 6. Panks said,

  May 16, 2008 @ 1:49 am

  સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,
  આમ તો મે જે કર્યા પાપ એ ધોઉં છું… ( માફ કરજો બેફામ સાહેબ્..થોડો ચેન્જ કર્યો.. )
  ( દર વખતે સામા વાળા નો જ વાંક હોય ?? )

  નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,
  પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું. (………….)

 7. Jina said,

  May 16, 2008 @ 3:03 am

  રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા,
  કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment