સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.
’ગની’ દહીંવાળા

શબ્દોથી રહેવાયું નહીં ! – રતિલાલ ‘અનિલ’

કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ?
કેમ તેં વરસાદમાં ગાયું નહીં ?

માટીમાંથી મ્હેક ઊઠે છે ભીની,
સાવ જે છલકાય તે, પાયું નહીં ?

વાયુ ને વરસાદ પાગલ થઈ ગયા,
ભીની મોસમમાં કોઈ ડા’યું નહીં !

ગાંડી વર્ષાની ઝડી, પાગલ પવન;
તારા હૈયે કૈં જ ભટકાયું નહીં ?

ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
કોણ છે એવું, જે હરખાયું નહીં ?

ભીની મોસમને ભરી લે પ્રાણમાં,
બીજ કરશે શોક : ‘ફણગાયું નહીં !’

રંજ એવો, દિલને દેવો ના ઘટે;
પર્વ, લીલું પર્વ ઉજવાયું નહીં.

કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
એટલે શબ્દોથી રહેવાયું નહીં !

– રતિલાલ ‘અનિલ’

આ દેશમાં અઢળક વરસાદ છે, પણ ચોમાસું નથી. લીલોતરીનો સંબંધ વર્ષા સાથે છે એનાથી વધારે ઉષ્મા સાથે છે. એટલે અહીં રહીને અષાઢના પ્રથમ દિવસની કલ્પના વધુ રોમાંચક લાગે છે. વરસાદમાં જ્યારે ‘શબ્દોથી રહેવાયું નહીં’ ત્યારે સરી પડેલી આ ગઝલના જોરે ઊનાળો કાઢી નાખો દોસ્તો … અષાઢ એટલો બધો દૂર પણ નથી !

11 Comments »

 1. Jina said,

  April 29, 2009 @ 12:47 am

  વાહ વાહ… મજા આવી ગઈ

 2. વિવેક said,

  April 29, 2009 @ 1:58 am

  ક્યા બાત હૈ ! ઉમદા ગઝલ…

  વરસાદમાં જ્યારે ’શબ્દોથી રહેવાયું નહીં’ ત્યારે સરી પડેલી આ ગઝલના જોરે ઊનાળો કાઢી નાખો દોસ્તો … અષાઢ એટલો બધો દૂર પણ નથી ! – ઉનાળામાં એ.સી.ની અસર આપી જાય એવી શીતળ વાત… આભાર, દોસ્ત!

 3. sudhir patel said,

  April 29, 2009 @ 7:40 am

  સરસ ગઝલ અને એટલી જ સચોટ ધવલભાઈની વાત!
  સુધીર પટેલ.

 4. ઊર્મિ said,

  April 29, 2009 @ 8:51 am

  ખૂબ મજાની વરસાદી ગઝલ…! મજા આવી ગઈ…

  “આ દેશમાં અઢળક વરસાદ છે, પણ ચોમાસું નથી.” — સાવ સાચી વાત કરી ધવલભાઈ… 🙂

 5. KIRANKUMAR CHAUHAN said,

  April 29, 2009 @ 10:53 am

  વાહ એક સાથે બે કવિતા! એક અનિલજીની અને એક ધવલભાઇની.

 6. mahesh dalal said,

  April 29, 2009 @ 11:28 am

  અને કાવ્ય વાચી ને લખ્યા વીના ર હે વાયૂ નહિ. વાહ અનિલ ભૈ વહ્.

 7. Jayshree said,

  April 29, 2009 @ 12:29 pm

  કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ?
  કેમ તેં વરસાદમાં ગાયું નહીં ?

  વાહ… ક્યા બાત હૈ..!

  ખરેખર મઝાની ગઝલ..

  આ દેશમાં ચોમાસુ નથી એ વાત સાચી..! પણ અમારા કેલિફોર્નિયામાં તો ૨-૩ વર્ષથી વરસાદ પણ એટલો નથી..! 🙁 અને અહીં વરસાદ કશે મળી પણ જાય તો દેશ જેવી મઝા નથી આપતો..!

  આભાર ધવલભાઇ..!

 8. urvashi parekh said,

  April 29, 2009 @ 8:29 pm

  ખુબ જ સરસ..
  શબ્દો થી રહેવાયુ નહી.
  ધવલભાઈ ની અભિવ્યક્તિ એથી પણ સરસ..

 9. Gaurang Thaker said,

  April 29, 2009 @ 10:53 pm

  વાયુ ને વરસાદ પાગલ થઈ ગયા,
  ભીની મોસમમાં કોઈ ડા’યું નહીં
  કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
  એટલે શબ્દોથી રહેવાયું નહીં !
  !ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
  કોણ છે એવું, જે હરખાયું નહીં ?
  બહુ સરસ શેર..વાહ.

 10. Pinki said,

  April 30, 2009 @ 6:16 am

  મારી ગમતી ગઝલ…. !

  ભીની મોસમમાં કોઈ ડા’યું નહીં .. તદ્.ન સાચી વાત !!

 11. pragnaju said,

  May 2, 2009 @ 11:40 am

  કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
  એટલે શબ્દોથી રહેવાયું નહીં !
  સરસ
  એવા શબ્દોના સ્પર્શથી લયાન્વિત હદયમાં મ્હોરી
  ઊઠેલી કેટલીક એકાંત ક્ષણોની વાત…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment