બધો મદાર છે જોવાની પદ્ધતિની ઉપર,
પરખ ન હોય તો સઘળાં ગુલાબ કાંટા છે.
વિવેક ટેલર

કહો – મનસુખ વાઘેલા

નજર કરું ત્યાં જળ વહેતું ને સેતુ ત્યાંના ત્યાં જ;
શ્વાસોનાં બિંબો ઝલમલતાં, પડછાયામાં સાંજ,
કહો હવે ક્યાં પડતું મેલું?

લોહી હોત તો ઠીક અરે! આ આંસુ કોને આપું?
ફૂલો વચ્ચે ઊભી ઝાકળ-જન્મારાને કાપું,
ઝાંઝવે હવે જવું શું વ્હેલું?

અવાજના જંગલમાં કોર્યાં નામ તમારાં પડઘે;
હજી મૌન મારગમાં લાબું, ચરણ અમારાં અડધે,
કઈ શૂન્યતા-ડાળે ઝૂલું?
તમને ક્યે સ્થળે જઈ ભૂલું?

– મનસુખ વાઘેલા

1 Comment »

 1. Shriya said,

  March 6, 2006 @ 1:44 pm

  અવાજના જંગલમાં કોર્યાં નામ તમારાં પડઘે;
  હજી મૌન મારગમાં લાબું, ચરણ અમારાં અડધે,
  કઈ શૂન્યતા-ડાળે ઝૂલું?
  તમને ક્યે સ્થળે જઈ ભૂલું?

  Waah Kavi e khub saras rite varnan karyu che…તમને ક્યે સ્થળે જઈ ભૂલું?….Waah!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment