દુનિયાભરની અટકળ આવે,
જ્યારે કોરો કાગળ આવે.

ખેડો તદ્દન નવી સફર તો,
રસ્તો પાછળ પાછળ આવે.
ભાવિન ગોપાણી

ઢગલા મોઢે છે ! – સુધીર પટેલ

dhagala

સમજો તો કાંઇ નથી, નહિ તો પ્રશ્નો ઢગલા મોઢે છે;
હ્રદય કહે તે કરજો, અહીંયા તર્કો ઢગલા મોઢે છે !

મૌન બને જો વાહક તો સંવાદ અનેરો થઇ શકશે,
શબ્દ બધાં પાજી છે, એકના અર્થો ઢગલા મોઢે છે !

ચાલ સમયની ભેદી છે, ગુપચુપ ગુપચુપ હરપળ સરકે;
ક્ષણના પણ ફાંફાં પડશે, છો વર્ષો ઢગલા મોઢે છે !

માર પલાંઠી ને બેસી જા અંતરના ઊંડાણ મહીં,
ઈશ્વર પણ છે મૂંઝવણમાં કે ધર્મો ઢગલા મોઢે છે !

ક્યારેક વખત આવ્યે કોઈ ખભે માથું ઢાળું ‘સુધીર’,
એક મળે તો બહુ થયું, તાલી મિત્રો ઢગલા મોઢે છે !

– સુધીર પટેલ

લયસ્તરો માટે સુધીરભાઈએ ખાસ મોકલાવેલી ગઝલ. મૌન બને જો વાહક … શેર સરસ થયો છે અને છેલ્લો શેર તો સરસ છે જ.

10 Comments »

 1. Rasheeda said,

  April 21, 2009 @ 12:41 pm

  માર પલાંઠી ને બેસી જા અંતરના ઊંડાણ મહીં,
  ઈશ્વર પણ છે મૂંઝવણમાં કે ધર્મો ઢગલા મોઢે છે !

  ક્યારેક વખત આવ્યે કોઈ ખભે માથું ઢાળું ‘સુધીર’,
  એક મળે તો બહુ થયું, તાલી મિત્રો ઢગલા મોઢે છે !

  બહુ સરસ ગઝલ. આ બ્ન્ને શેર ચોટદાર છે.

 2. pragnaju said,

  April 21, 2009 @ 1:14 pm

  મૌન બને જો વાહક તો સંવાદ અનેરો થઇ શકશે,
  શબ્દ બધાં પાજી છે, એકના અર્થો ઢગલા મોઢે છે !
  માર પલાંઠી ને બેસી જા અંતરના ઊંડાણ મહીં,
  ઈશ્વર પણ છે મૂંઝવણમાં કે ધર્મો ઢગલા મોઢે છે !
  સરસ ગઝલના આ શેરો કાબિલેદાદપ્રગતીના પંથે પળવું ને આવતી કાલનું ઢગલા મોઢે રળવું એ આજના પરમ પર્વનું જાણે સુચન છે.

 3. Priyjan said,

  April 21, 2009 @ 6:31 pm

  “ક્યારેક વખત આવ્યે કોઈ ખભે માથું ઢાળું ‘સુધીર’,
  એક મળે તો બહુ થયું, તાલી મિત્રો ઢગલા મોઢે છે !”

  આખી ગઝલ સરસ છે અને એમાં છેલ્લો શેર તો લા જવબ છે!!

 4. વિવેક said,

  April 22, 2009 @ 1:16 am

  સુંદર રચના…

 5. varsha tanna said,

  April 22, 2009 @ 4:56 am

  ઢગલા મોઢે ગઝલમ મનગમતી ગઝલ આવી એકાદ જ્

 6. preetam lakhlani said,

  April 22, 2009 @ 6:09 am

  સુધીર્ આવી ગઝ્લ તો વાંચક પાસે અગણિત છે છતા તારી ગઝ્લ ગંમી કહેવામા મારે કયા કઈ ખોવાનુ છે…..કેમ ખરુને ?……ખરેખર ગમતાનો ગુલાલ છે…વેબ વારાની જય હો !!!!!…

 7. Pinki said,

  April 22, 2009 @ 7:14 am

  ઢગલા મોઢે છે – નવીન રદ્દીફ – અર્થપૂર્ણ અને પૂર્ણપણે ન્યાય !!

  ચાલ સમયની ભેદી છે, ગુપચુપ ગુપચુપ હરપળ સરકે;
  ક્ષણના પણ ફાંફાં પડશે, છો વર્ષો ઢગલા મોઢે છે ! – લયાન્વિત, ભેદી (અર્થગહ્.ન) શેર !!!

 8. mahesh dalal said,

  April 22, 2009 @ 8:47 am

  વાહ સુધિર ભાઈ આ ખરિ શેર … ખુબ કહિ.. વાહ્

 9. Kishore Modi said,

  April 22, 2009 @ 9:07 am

  તદ્દન નવીન રદીફ-કાફિયાહવાળી ગઝલ વાંચી બહુ મઝા આવી અભિનંદન

 10. sunil shah said,

  April 22, 2009 @ 12:04 pm

  સરસ ગઝલ..
  અભિનંદન સુધીરભાઈ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment