ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે.
અંકિત ત્રિવેદી

લાઈન લગાવો ! – મુકુલ ચો કસી, મેહુલ સુરતી

આજકાલ ભારતમાં ચૂંટણીની હવા ફૂંકાઈ રહી છે.  આપણે સૌ ભારતીયો ગંદા રાજકારણને સુધારવાની કાયમ વાત કરતા હોઈએ છીએ. એ જ રાજકારણ અને નેતાઓને બદલવાનો મોકો દરેક નાગરીક પાસે છે જ, મતદાન ! પરંતુ જ્યારે ચૂંટણીમાં મત આપવાની વાત આવે ત્યારે સાવ નિરાશાવાદી વલણ અપનાવીએ છીએ… કે આપણા એક મતથી શું થવાનું હતું?  પરંતુ જેમ કાંકરે કાંકરે પાળ બંધાઈ અને ટીપે ટીપે સરોવર ભરાય, એવી જ રીતે એક એક નહીં અપાયેલાં મતોની સંખ્યા કેટલી હશે એ કદી વિચાર્યું છે?  બની શકે કે એ નહીં અપાયેલા મતો જ રાજકારણનો આખો ઈતિહાસ બદલવા માટે સમર્થ હોઈ…!  પરંતુ જ્યાં સુધી મત આપશો નહીં ત્યાં સુધી તમને કેમ ખબર પડશે…?!  તો દરેક નાગરીકને મત આપવા માટે ઉત્સાહિત કરવા માટે મુકુલ-મેહુલની જોડીએ સૌને મતદાન કરવાની પ્રેરણા આપવા માટે એક અભિયાન હાથ ધર્યુ છે… લાઈન લગાવો…  તો ચાલો મિત્રો, અત્યારે આ ગીતને સાંભળવા માટે તો તમારે લાઈન લગાવવાની બિલકુલ જરૂર નથી… પરંતુ હા, એપ્રિલની 30મી મતદાન કરવા માટે તો તમે જરૂર લાઈન લગાવશો ને?!

લાઈન લગાવો… લાઈન લગાવો

હિન્દુસ્તાનના ભાવિને ઉંચે લઈ જઈએ આવો
ચુંટવાની  તાકાતથી  રંગી નાખો સૌ ચુનાવો
લાઈન લગાવો…

લાંબી લાંબી લાંબી લાંબી લાંબી લાઈન લગાવો
બૂથોને  છલકાવી  દઈ  મતદાનની ધુમ મચાવો
લાઈન લગાવો…

એક  બટન  દાબીને  આખે  આખો  દેશ  બચાવો
લોકશાહીના માથા પર મતનું એક તિલક લગાવો

પરિકલ્પના : મુકુલ ચોકસી
સંગીત : મેહુલ સુરતી
દિગ્દર્શક : યુનુસ પરમાર
કેમેરા : નીલેશ પટેલ
એડિટર : અમિત ભગત
ગાયકો: મેહુલ, ભાવિન, આશિષ, રૂપાંગ, નૂતન, ધ્વનિ
સોંગબર્ડ ફિલ્મ ડિવિઝન
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ
અને
સિનિયર સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટની પ્રસ્તુતિ

12 Comments »

 1. sapana said,

  April 15, 2009 @ 6:04 pm

  ધવલ

  આપણા દેશના નાગરિકોને જાગ્રુત થવાની જરુર છે.

  સપના

 2. pragnaju said,

  April 15, 2009 @ 8:17 pm

  હંમણા જ ઊર્મિસાગર પર માણ્યું
  સાંપ્રત સમયને અનુરૂપ મઝાનો વીડીયો-
  સુંદર ગીત

 3. KIRANKUMAR CHAUHAN said,

  April 15, 2009 @ 9:42 pm

  બિલકુલ સમયસરનો ટહુકો. મુકુલભાઇ, મેહુલ અને આખી ટીમને ૨૦૦૬નાં ચોમાસા જેટલા અભિનંદન.

 4. વિવેક said,

  April 16, 2009 @ 12:03 am

  સુંદર ગીત અને વીડિયો-ઑડિયો પણ ગમે અને તરત અપીલ કરી જાય એવા…

  આખી ટીમને હાર્દિક અભિનંદન અને આખા દેશને આહ્વાહન…. લાઈન લગાવો !

 5. Paresh Vyas said,

  April 16, 2009 @ 12:24 am

  વાહ! મઝા આવી.

 6. Pinki said,

  April 16, 2009 @ 12:38 am

  હમણાં તો વડાપ્રધાન બનવાની લાઈન લાગેલી છે જોકે – !!

  સરસ મજાનું ઇજન……..
  બીજી કોઈ લાઈનમાં ના ઊભું રહેવું હોય તો –
  આ લાઈન લગાવો….

 7. sudhir patel said,

  April 16, 2009 @ 8:22 am

  સુંદર પ્રાસંગિક ગીત!
  સુધીર પટેલ.

 8. neha purohit said,

  April 16, 2009 @ 12:38 pm

  હમણા એક મિત્રનો મેસેજ આવ્યો…

  તું ૧૮ ની થઈ
  હા, અને તું પણ!
  તો?
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  ચાલ
  વોટ આપવા જઈએ!

 9. Taha Mansuri said,

  April 16, 2009 @ 9:42 pm

  રાષ્ટ્રને નવચેતન મળે છે આપના એક મતથી – યોગગુરુ બાબા રામદેવ

  લોકશાહીનો લલકાર બુલઁદ થાય છે આપના એક મતથી – દેવાઁગ પટેલ

 10. jigar said,

  April 16, 2009 @ 11:11 pm

  મારી મહેફીલ

  મહોબ્બતની મહેફીલ સજાવી બેઠા છે,
  હૈયાનુ બધુ હોથ પર લાવી બેઠા છે.

  પોતે મહેફીલમાં લોકોને તરબોળ કર્યા છે,
  બસ! પ્રિયેની તારીફ કરતા બેઠા છે.

  ક્રરીને ખુદને પાગલ એમની ચાહમાં,
  અમારુ સર્વસ્વ એમને અર્પિ બેઠા છે.

  કહ્યુ કે આવડ્તુ નથી વર્ણન એમનુ મને,
  ઍમનાથી જ સઘળી પંક્તિ લખતા બેઠા છે.

  કરુ શું હું વર્ણન એમનુ હુ બે કડિમાં,
  દિલમાં ગ્રંથ લખવાની તમન્ના લઈ બેઠા છે.

  પુછ્યુ કોઇકે કે મળ્યો ઈન્સાફ પ્રેમમાં,
  કહ્યુ, ખુશીને આંસુંમાં વહાવી બેઠા છે.

  મહેફિલમાં શું કહું કારણ મારી ખુશીનું,
  કે આંસુને ખુશીમાં રુપાંતર કરી બેઠા છે.

  હવે તો ઉડાવે છે. મજાક લોકો મારા પછી,
  મહેફીલ માં જીગર ને તમાશો બનવી બેઠા છે.

  “જીગર”

 11. Vijay Bhatt ( Los Angeles) said,

  April 17, 2009 @ 3:40 pm

  ભારત દેશને આવી જગ્રુતિની જરુર છે…..!!!
  I am a proud NRI for all of you
  અભિનંદન ….

 12. shabdasharan Tadvi said,

  April 21, 2009 @ 9:49 pm

  ધન્યવાદ આપવા માટે શબ્દો ઓછા પડે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment