હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા,
દીવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ.
મનોજ ખંડેરિયા

કીડી – મનહર મોદી

મારું નામ
કીડી.
હું આઠ માળ ચઢી
તો પણ
હાંફી નહીં
ને
પડી
તો
છેક નીચે ગઈ
પણ
મરી નહીં.
મારું બળ મારી ગતિ છે
હું ચાલું છું
ધીમી
પણ
દોડું છું પૂરપાટ.
મને કોઈ કહે કે માણસ થવું છે ?
તો
હું ના પાડું.
માણસ થવાથી
આઠ માળ ચઢીને
હાંફવું પડે છે
અને
પડી જઈને
છેક નીચે જઈ શકાતું નથી
અને
અધવચ્ચે જ
અથડાઈ-કુટાઈને મરવું પડે છે.
એથી તો ભલી
હું
કીડી
નાની
ને
અમથી.
મારો કોઈને ભાર નહીં,
મને પણ.

– મનહર મોદી

આ ‘ટૂંકી બહેર’નું અછાંદસ સ્વયંસિદ્ધ છે… એને એમ જ માણીએ… હું કીડી નાની ને અમથી. મારો  કોઈને ભાર નહીં, મને પણ – આટલી વાત પણ સમજી શકાય તો ઘણું !

14 Comments »

 1. pragnaju said,

  May 8, 2009 @ 1:00 am

  સરસ અછાંદ્સ
  કીડી
  નાની
  ને
  અમથી.
  મારો કોઈને ભાર નહીં,
  મને પણ
  થોડામાં જીવનની ગહન ફીલૉસૉફી
  યાદ આવી
  કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
  મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?
  ઋતુઓનો રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
  લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે?
  લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
  શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

 2. sunil shah said,

  May 8, 2009 @ 1:09 am

  અદભૂત..!

 3. ઊર્મિ said,

  May 8, 2009 @ 7:45 am

  વાહ ભાઈ વાહ…. કીડી તો સાચે જ છેલ્લા માળે પહોંચી ગઈ એમ લાગ્યું…!
  અને આપણે હજી પગથિયાં ચડ્યે જ રાખ્યે છીએ… પોતપોતાનો જ માંડ ઉંચકાતો ભાર લઈ લઈને !

 4. Pancham Shukla said,

  May 8, 2009 @ 8:49 am

  હું
  કીડી
  નાની
  ને
  અમથી.
  મારો કોઈને ભાર નહીં,
  મને પણ.

  ચટકીલું કાવ્ય.

  ‘ટૂંકી બહેર’નું અછાંદસ — વાહ, આ શબ્દ પ્રયોગ બહુ ગમ્યો.

 5. ધવલ said,

  May 8, 2009 @ 9:20 am

  મારો કોઈને ભાર નહીં,
  મને પણ.

  – બહુ ઊંચી વાત !

 6. Manish said,

  May 8, 2009 @ 10:12 am

  એકદમ હલ્કી ફુલ્કી પણ ચોટદાર વાત!

  મારો કોઈને ભાર નહીં,
  મને પણ

 7. sudhir patel said,

  May 8, 2009 @ 12:37 pm

  સરળ છતાં ગહન અર્થપૂર્ણ કાવ્ય!
  સુધીર પટેલ.

 8. Priyjan said,

  May 8, 2009 @ 1:14 pm

  માણસ્ ને માણસ્ હોવાનો ઘમંડ ઉતરી જાય એવી ધારદાર વાત કરી છે…

  આ ભાર ઉતારવા કીડી થવુ પણ મંજુર………..

 9. urvashi parekh said,

  May 8, 2009 @ 6:22 pm

  મારો કોઇને ભાર નહિં, મને પણ..
  કેટલુ સારુ..
  સરસ…

 10. Mukti Shah said,

  May 9, 2009 @ 6:05 am

  મને કોઈ કહે કે માણસ થવું છે ?
  તો
  હું ના પાડું.

  સરસ

 11. Pinki said,

  May 10, 2009 @ 5:31 am

  મારો કોઇને ભાર નહિં, મને પણ.. !!

 12. preetam lakhlani said,

  May 11, 2009 @ 8:40 am

  મનહ્રર ભાઈની આ કવિતા મેં જયારે ઓળખમાં વાચી ત્યારે જ ગમી ગઈ હતી પણ સામાયિક મા વેબની જેન અભિપાય લખવા માટે નો ક્યાય અવકાશ ન હતો……………બહુજ સરસ મન હ્ર્રી લે તેવુ કાવ્ય્…….

 13. Lata Hirani said,

  May 13, 2009 @ 4:50 am

  માણસના અહમનુઁ ચોટદાર વિશ્લેષણ

 14. kanchankumari parmar said,

  October 26, 2009 @ 1:19 am

  જગત આખુ મુઠિ મા બાંધિ હું મારિ જાત ને સર્વોચ સ્થાને બેસાડુ છુ પણ એક તુછ કિડિ ને ગતિ કરતિ જોયુ છુ ત્યારે મારિ સર્વ શક્તિ હણાય જાય છે અને હું મારા મુળ સ્થાને પાછિ આવિ જાવ છુ………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment