જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું.
અનિલ ચાવડા

આખરે માણસ હતો – ધ્વનિલ પારેખ

છેવટે હાંફી ગયો એ આખરે માણસ હતો;
ને રમત છોડી ગયો એ આખરે માણસ હતો.

એક રસ્તે જિંદગી આખી ગુજારી તે છતાં,
લક્ષ્યને ચૂકી ગયો એ આખરે માણસ હતો.

ફૂલ, પૂજા, પ્રાર્થના ને ચોતરફ બસ ઘંટનાદ,
ભેદ સૌ પામી ગયો એ આખરે માણસ હતો.

ક્યાં લગી અકબંધ રે’શે આ પ્રવાહી જિંદગી?
બંધ સૌ તોડી ગયો એ આખરે માણસ હતો.

એ ફરીથી એકડાને ઘૂંટવા બેઠો હતો,
બસ, બધું ભૂલી ગયો એ? આખરે માણસ હતો.

– ધ્વનિલ પારેખ

માણસ હોવું – એ અજાયબ ઘટનાને તપાસતી ગઝલ.

9 Comments »

  1. pragnaju said,

    April 8, 2009 @ 9:28 PM

    સુંદર ગઝલનાં આ શેરો વધુ ગમ્યા
    ફૂલ, પૂજા, પ્રાર્થના ને ચોતરફ બસ ઘંટનાદ,
    ભેદ સૌ પામી ગયો એ આખરે માણસ હતો.
    ક્યાં લગી અકબંધ રે’શે આ પ્રવાહી જિંદગી?
    બંધ સૌ તોડી ગયો એ આખરે માણસ હતો.
    તમે તમારા કર્મને ઓળખો.
    એક સંતે કહ્યું-“મેં પૂજા છોડીને આશ્રમ શરૂ કર્યો. ભગવાન તો પ્રસન્ન થતો હશે કે નહીં તેની ખબર નથી પણ આ બાળકો તો મારી સામે પ્રસન્ન થઈને હસે છે. બાળકોને હસતાં જોઉં ત્યારે મને એવું લાગે છે કે જાણે ભગવાન પ્રસન્ન થયા. કુદરતે તો મને કેટલા બધા ભગવાનોને પ્રસન્ન કરવાની જવાબદારી સોંપી છે. હું રોજ આ ભગવાનોની પૂજા કરું છું.!”
    આ વાત સહજ પ્રસન્નદાયી છે

  2. KIRANKUMAR CHAUHAN said,

    April 8, 2009 @ 9:38 PM

    ધ્વનિલ પારેખ ! માણસની પ્રશંસનીય ગઝલ આપ્યા પછી હવે જલદીથી માણસાઇની ગઝલ પણ આપો.

  3. P Shah said,

    April 8, 2009 @ 11:12 PM

    સુંદર ગઝલ !

  4. DILIP CHEVLI said,

    April 9, 2009 @ 12:29 PM

    એ આખરે માણસ હતો….સુન્દર ગઝલ.

    દિલીપ ચેવલી.

  5. વિવેક said,

    April 9, 2009 @ 10:48 PM

    સુંદર ગઝલ… મનુષ્યત્વની મર્યાદા અને લાક્ષણિક્તા સરસ વર્ણવી છે…

  6. Pinki said,

    April 10, 2009 @ 7:57 AM

    મનુષ્યની પામરતા અને ખુમારીને પ્રગટ કરતી
    ધ્વનિલભાઈની મારી પ્રિય ગઝલ …..!!

  7. urvashi parekh said,

    April 10, 2009 @ 3:25 PM

    આખરે માણસ છે.
    તેને ઘણી મર્યાદાઓ અને લક્ષ્મણરેખા રેખા હોય છે.
    સામેના સમજિ શકે તો સારુ છે.
    માણસ માટે સારી રિતે લખાણુ છે.

  8. અનામી said,

    April 13, 2009 @ 10:07 AM

    ક્યાં લગી અકબંધ રે’શે આ પ્રવાહી જિંદગી?
    બંધ સૌ તોડી ગયો એ આખરે માણસ હતો.

    ………..સરસ.સુંદર ગઝલ.

  9. chandresh mehta said,

    August 17, 2010 @ 12:03 PM

    savalo javabo khayalo hava ma,
    bharchak bhari sajjano ni sabha ma,
    sambelu vagadi batavish to kahese,
    atthanu-nvanu (98-99 % ) khabar che tane?
    thayu raat taanu khabar chhe tane/
    pirsai gayu bhaanu khabar chhe tane?

    samelu kai kavita ma ave chhe?
    aata bhuli gya?
    ” sharnaivalo ne sheth”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment