પછી છો લાખ મથો, જે ડૂબી ગયું એ ગયું,
મળે છે વાયકા પણ દ્વારકા નથી મળતી.
વિવેક મનહર ટેલર

મુક્તક – શૂન્ય પાલનપુરી

શ્વાસના પોકળ તકાદા છે તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે તને માલમ નથી.

– શૂન્ય પાલનપુરી

મૃત્યુના તસવ્વુરને શૂન્યે ખૂબ બહેલાવ્યો છે. દરેક શ્વાસ આપણને મૃત્યુની વધુ ને વધુ નજીક લઈ જાય છે એ ઘટનાને જિંદગી સામે વામણા બનતા મૃત્યુના ધમપછાડા સાથે સરખાવવાની કવિની ખુમારી કેવી મજાની છે ! 

7 Comments »

 1. Dr. Jagdip Nanavati said,

  April 5, 2009 @ 2:13 am

  મૃત્યુને માણવાનું તો કોઈ શુન્ય પાસે શીખે…..

  કોણે કહ્યું કે અશ્રુઓ આંખોનો ભાર છે
  સઘળાં પ્રસંગે મ્હોરતો નવલો નિખાર છે

  મૃગજળ સમીપ પહોંચવામાં આયખું વિત્યું
  દિવાસળીને ચાંપ, એટલીજ વાર છે
  જગદીપ…

 2. pragnaju said,

  April 5, 2009 @ 6:24 am

  હું હતી, યમદૂત હતા અને બે નિષ્ઠાવાન, ફરજપરસ્ત તબીબો હતા. ડૉ.એ સમય સૂંઘી લીધો,
  ‘પેશન્ટની ટ્રેકિયોસ્ટોમી કરવી પડશે’
  યા દ આ વી…
  જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
  મોતના આ ધમપછાડા છે તને માલમ નથી.
  પણ હું આ લખુ છું

 3. aamarkolkata said,

  April 5, 2009 @ 7:27 am

  વાહ્…………………….!!!!!!!!!

 4. sapana said,

  April 5, 2009 @ 11:07 am

  મૌતના આ ધમપછાડા છે તને માલમ નથી.

  વાહ! મૌત એ સનાતન સત્ય! જિંદગીનું કેટલુ જોર.

  મારી એક પંકતિ.

  આમતો હું વિલીન થવાની છું તુજમાં,
  ધીરે ધીરે જીર્ણ શરિરમાં ગળ્યા કરુ.

  સપના

 5. urvashi parekh said,

  April 5, 2009 @ 8:16 pm

  સરસ મુકતક..
  શ્વાસ ન પોકળ તકાદા છે,તને માલમ નથિ.
  જો કે કોઇ ને જ ખબર નથિ હોતી,
  સરસ…

 6. અનામી said,

  April 6, 2009 @ 9:28 am

  અરે વાહ શૂન્યસાહેબ!

 7. manilal.m.maroo said,

  January 19, 2012 @ 9:50 am

  good

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment