અમે તો સૂઈ લીધું રાત આખી શાંત નિદ્રામાં,
નડી તમને એ વાતો જે તમે રાખી હતી મોઘમ.
વિવેક મનહર ટેલર

મુક્તકો – શેખાદમ આબુવાલા

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું
ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.

– શેખાદમ આબુવાલા

4 Comments »

 1. Mohammedali Wafa said,

  February 21, 2006 @ 11:02 pm

  મર્હુમ શેખઆદમ
  જીવીલીધું દીપક બની એક આગ દઇ ચાલ્યા ગયા.
  વહેતા સમુંદરની ગઝલનો તાગ દઈ ચાલ્યાગયા.

  એ રખડતા શાયર ને ક્યાં જઈ શોધવુ હવે
  જે હ્રદયને એક કાળો દાગ દઈ ચાલ્યા ગયા.

  ખુદા ગરીકે રહેમત કરે એ શેખઆદમ મર્હુમને
  જોને “વફા”તે આગમા પણ બાગ દઈ આલ્યા ગયા.

  મોહંમદઅલી ભૈડુ”વફા”૨૧ ફેબ્રુ.૨૦૦૬

 2. Mohammedali Wafa said,

  February 21, 2006 @ 11:10 pm

  મર્હુમ શેખઆદમ
  જીવીલીધું દીપક બની એક આગ દઇ ચાલ્યા ગયા.
  વહેતા સમુંદરની ગઝલનો તાગ દઈ ચાલ્યાગયા.

  એ રખડતા શાયર ને ક્યાં જઈ શોધવુ હવે
  જે હ્રદયને એક કાળો દાગ દઈ ચાલ્યા ગયા.

  ખુદા ગરીકે રહેમત કરે એ શેખઆદમ મર્હુમને
  જોને “વફા”તે આગમા પણ બાગ દઈ ચાલ્યા ગયા.

  મોહંમદઅલી ભૈડુ”વફા”૨૧ ફેબ્રુ.૨૦

 3. વિવેક said,

  February 22, 2006 @ 12:14 am

  પ્રિય ધવલ,

  શેખાદમ માટેનો તારો પક્ષપાત હું વર્ષોથી પિછાનું છું. પણ એના ખજાનામાં હજી ઘણાં સારાં, ઘણાં જ સારાં રત્નો પણ છે. એ ક્યાં છે ?

  -વિવેક.

 4. અમર વશી said,

  December 19, 2014 @ 7:43 am

  મારે’ એ રખડતા શાયરને ક્યાં જઇ શોધવા?’

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment