શૂળી, ગોળી, ઝેર કંઈપણ આપ તું, પણ મેં હવે
નહિ પડે કંઈ ફર્કની દુનિયા વસાવી લીધી છે.
વિવેક મનહર ટેલર

(આકર્ષણ) – શેશ્લો મિલોશ

ચંદ્ર ઊગે છે અને સ્ત્રીઓ વાસંતી વસ્ત્રોમાં ટહેલે છે ત્યારે
હું મુગ્ધ થાઉં છું એમની આંખોથી, પાંપણોથી અને
આખાયે વિશ્વની આયોજનાથી.
મને એમ લાગે છે કે આવા પરસ્પર પ્રબળ આકર્ષણથી
અંતિમ સત્યે આખરે તો પ્રગટ થવું પડશે.

શેશ્લો મિલોશ
(અનુ. સુરેશ દલાલ)

શાશ્વત સત્યોને ઉજાગર કરવાની તાકાત જે સૌંદર્યમાં છે  એને સલામ કરીએ.  દુનિયા આખી આકર્ષણથી ચાલે છે – પછી એ ગુરુત્વ-આકર્ષણ (તારાઓ ને ગ્રહો વચ્ચે) હોય કે લધુત્વ-આકર્ષણ (માણસો વચ્ચે) હોય! એક સુંદર પળ મનના કેટલાય આવરણોને એકી સાથે છેદી નાખી શકે છે.

4 Comments »

 1. pragnaju said,

  March 11, 2009 @ 10:41 pm

  ચંદ્ર એટલે મનસ-મંગળ એ રક્ત રંગનો, લોહીનો અને પ્રબળ જાતીયતાનો, આવેગનો અને ઊર્મિંનો નિર્દેશક છે. આથી કોઈ પણ જુવાન હૈયું મંગળના આકર્ષણથી વિમુખ ન હોઈ શકે. જુવાનીના કાળથી વાનપ્રસ્થ કાળ સુધીમાં દેહ સૌષ્ઠવ સાચવી રાખવા માટે ચંદ્ર, શુક્ર અને મંગળ આવશ્યક છે
  તેમ ત્યારબાદની ઉંમરે દેહ, રૃપ, લાવણ્ય કે શરીર શક્તિ એટલી મહત્ત્વની નથી જેટલા ગુણ, ચિંતન, વિચાર, અધ્યાત્મ અને ભક્તિ. આ બધી બાબતોને ધ્યાને લઈ પ્રેમથી સદાય એકબીજા માટે તત્પર રહેશે તે આખાયે વિશ્વની આયોજનાથી.
  મને એમ લાગે છે કે આવા પરસ્પર પ્રબળ આકર્ષણથી
  અંતિમ સત્યે આખરે તો પ્રગટ થવું પડશે-‘
  એ જ સનાતન સત્ય,પ્રેમ,ભક્તિ-જે સત ચિત નીત ઘન આનંદરૂપ અનંત અનાદિ અનુપ

 2. વિવેક said,

  March 12, 2009 @ 2:20 am

  સુંદર કવિતા… કમળની પાંખડીની જેમ ધીમે ધીમે ખુલે છે…

 3. P Shah said,

  March 12, 2009 @ 2:23 am

  મને એમ લાગે છે કે આવા પરસ્પર પ્રબળ આકર્ષણથી
  અંતિમ સત્યે આખરે તો પ્રગટ થવું પડશે…..

  એક સુંદર પળ મનના કેટલાય આવરણોને એકી સાથે છેદી નાખી શકે છે-
  you are Dhavalbhai.

 4. ઊર્મિ said,

  March 12, 2009 @ 9:34 pm

  અરે વાહ… સુંદર કવિતા, પણ એનાથીયે વધુ મજાનો લાગ્યો એનો રસ-આસ્વાદ…!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment