છે સંબંધ કાંઠાની માટી સમા સૌ,
ઉડે ભેજ થોડો, બની જાય રેતી.
વિવેક મનહર ટેલર

–હશે ? – સુરેશ દલાલ

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

સુરેશ દલાલ

(સુ. દ. (૧૧-૧૦-૧૯૩૨) શબ્દોના માણસ છે. અછાંદસ કવિતા, બાળકાવ્યો, ગીત, ગઝલ, સોનેટ-કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યાં નથી. કવિતા જીવતો આ માણસ ઊંમરની ઢળતી સંધ્યાએ પણ અવિરત કાર્યરત છે. કાવ્ય, નિબંધ, કટારલેખન, વિવેચન, સંપાદન – શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા અને સહજતાથી પગ ન મૂક્યો હોય. એમનાં નામ સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી લખવા બેસીએ તો પાનાંઓ ઓછા પડી જાય.એમના પોતાના શબ્દમાં કહીએ તો – “આ માણસ લખે છે, ઘણું લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે”)

9 Comments »

 1. Anonymous said,

  February 11, 2006 @ 1:10 am

  ખૂબ ખૂબ આભાર ડૉકટરસાહેબ,
  ‍” શબ્દો છે શ્વાસ મારા” બ્લોગ પણ ખૂબ સરસ છે.

  આપની સ્વરચિત ગઝલોને આ બ્લોગ ધ્વારા શબ્દભૂમિ પર રજૂ કરીને અમારા જેવા ભાવકો સૂધી પહોચાડવા બદલ આપનો જેટલો આભાર માનીએ એ ઓછો જ પડે..

  ફોરમ

 2. PlanetSonal said,

  February 11, 2006 @ 4:58 am

  Khoob saras …

 3. ધવલ said,

  February 11, 2006 @ 10:22 pm

  મઝાની વાત ! સરસ.

 4. Mohammedali Wafa said,

  February 17, 2006 @ 6:05 pm

  વ્હાલ
  વ્હાલ તો આપણે ક્યારે કર્યુ.
  શબ્દનુ પારેવડું એક ચીતર્યુ.

  જીવન તો જાળ ઘટના તણી
  તે છતાં તારુજ નામ કોતર્યુ.

  નામ ગુમનામ થાય તો મઝા
  લાકડુ હોડી બન્યુ તો તર્યુ.

  વલોપાત ને પ્રેમ ની એક ગાંઠ
  વ્હાલ સદવા કાજ તો હૈયુ ધર્યુ.

  પ્રેમને નજ્રર તો લાગવી રહી
  નહી તો વ્હાલનુ પીછુ ખર્યુ.

  કઈ રીતે રોકુ “વફા” મારી નજર્
  તારુ આજે ભીન એક કાગળ મર્યુ.

  મુહંમદ અલી ભૈડુ”વફા”
  ૧૭ફેબ્રુ.૨૦૦૬

 5. Maulik Soni said,

  February 22, 2006 @ 4:15 pm

  ખૂબ ખૂબ આભાર ડૉકટરસાહેબ,
  શબ્દો છે શ્વાસ મારા બ્લોગ ખૂબ સરસ છે.

 6. પ્રતિક ચૌધરી said,

  September 7, 2008 @ 7:58 am

  સુરેશ દલાલની સાથેસાથે મહંમદ અલી વફાએ પણ સારુ લખ્યુ છે.તેમની છેલ્લી પંકિતમાં ભીન છેકે ભીનુ એ ખબરના પડી.

 7. Angel Dholakia said,

  May 18, 2009 @ 1:59 am

  આટલું બધું સ-રસ કોઇ લખતું હશે? ખરેખર.
  આ ગીત સ્વર બધ્ધ થયેલું પણ આટલું જ સરસ લાગે છે.

 8. snehi said,

  December 6, 2011 @ 10:31 pm

  Aatlu bhadhu vahaal te kadi hotu hashe kahi ne ante to
  vahaal to aatlubad…dddd.dddd….hhhhhhh…….uuuuuuu
  hovu hoiye evi vakalat karvama safal thaya
  mara priy kaveejee

 9. Suresh Shah said,

  May 28, 2015 @ 9:23 am

  સુરેશભાઈ માટે સ્મરણાંજલિ માં કહેવાયું હતું કે શબ્દો સૂના થઈ ગયા,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment