જો એ સમય ચૂકે તો બહુ અકળાવે છે,
તારું સ્મરણ અખબાર છે કે શું છે, બોલ ?
વિવેક મનહર ટેલર

એ જ તો તકલીફ છે – પ્રણવ પંડ્યા

સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે
બહુ વલોવે છે: સ્મરણની એ જ તો તકલીફ છે

ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખીએ
જીવતાં પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે

મૌન પાછળ લાગણી ઢાંકી ન શક્યું કોઈ પણ
સાવ પાંખા આવરણની એ જ તો તકલીફ છે

ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ
હું અભણ છું, ને અભણની એ જ તો તકલીફ છે

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે

– પ્રણવ પંડ્યા

કવિને ફરિયાદ કરે તો કઈ રીતે ? – અલબત્ત ગઝલ લખીને જ ! કવિની ફરિયાદો તદ્દન અંગત છે. સાંજની સંકડામણની, ઝંખનાના જીવલેણ હોવાની, મૌનના પાંખાપણાની, આંખોના અભણપણાની અને મોતની છાની ચાલબાજીની – આવી બધી ફરિયાદો કવિ નહીં કરે તો બીજું કોણ કરશે ! મૌન પાછળ લાગણી શે’ર બહુ સરસ થયો છે. કવિઓ મૌનની શક્તિને સતત ગાતા હોય છે. પણ ખરેખર મૌન તો દેહ તો બહુ પાંખો હોય છે. બિચારું ચીંથરા જેવું મૌન કાંઈ છુપાવી શકતું નથી.

20 Comments »

  1. ઊર્મિ said,

    March 1, 2009 @ 10:41 PM

    સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે
    બહુ વલોવે છે: સ્મરણની એ જ તો તકલીફ છે

    ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખીએ
    જીવતાં પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે

    મૌન પાછળ લાગણી ઢાંકી ન શક્યું કોઈ પણ
    સાવ પાંખા આવરણની એ જ તો તકલીફ છે

    ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ
    હું અભણ છું, ને અભણની એ જ તો તકલીફ છે

    બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
    મળતું બિલ્લિપગ, મરણ એ જ તો તકલીફ છે

    આ ફ લા તૂ ન…… આજે તો આખી ગઝલ જ કોપી પેસ્ટ કરવાનું મન થઈ ગયું….. અને કરી પણ દીધી ! 🙂

    btw, ‘મરણ’ ની જગ્યાએ ‘મરણની’ હશે…

  2. ડો.મહેશ રાવલ said,

    March 1, 2009 @ 10:54 PM

    એ જ તો તકલીફ છે-જેવો બોલચાલની ભાષાનો સરળ રદિફ લઈને ય કવિ અસરકારક્તા ઉભી કરી શક્યા છે.
    અભિનંદન પ્રણવભાઈ…!

  3. pragnaju said,

    March 1, 2009 @ 11:51 PM

    રદિફે તકલીફવાળી સુંદર ગઝલમાં
    શેરે શેરે શેર યાદ આવ્યા…

    સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે
    બહુ વલોવે છે: સ્મરણની એ જ તો તકલીફ છે
    પ્રિતમમાં અને પ્રભુમાં મેં તફાવત એટલો દીઠો
    આની યાદ તકલીફ છે એ યાદ આવે છે તકલીફમાં

    ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખીએ
    જીવતાં પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે
    લાખ ઝંઝાવાતમાં પણ જીવવાની છે મજા,
    ભવ્ય હો અરમાન તો તકલીફ જેવું કંઈ નથી

    બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
    મળતું બિલ્લિપગ, મરણ એ જ તો તકલીફ છે
    “બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
    આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.”

    સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે
    બહુ વલોવે છે: સ્મરણની એ જ તો તકલીફ છે
    પ્રિતમમાં અને પ્રભુમાં મેં તફાવત એટલો દીઠો
    આની યાદ તકલીફ છે એ યાદ આવે છે તકલીફમાં:

    મૌન પાછળ લાગણી ઢાંકી ન શક્યું કોઈ પણ
    સાવ પાંખા આવરણની એ જ તો તકલીફ છે
    જીવન આનંદદાયક છે. મૃત્યુ શાંતતાદાયક છે.
    તકલીફ આ બંનેના વચ્ચેના સમયની છે!

    ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ
    હું અભણ છું, ને અભણની એ જ તો તકલીફ છે
    જીવતા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે
    કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે.

  4. pradip sheth said,

    March 2, 2009 @ 12:15 AM

    ઝંખના……..

    અને

    મૌનની…

    ખૂબજ સુંદર પંક્તિઓ…..

  5. Himanshu Bhatt said,

    March 2, 2009 @ 12:25 AM

    Enjoyed. Every sher is impactful.

  6. Jina said,

    March 2, 2009 @ 12:45 AM

    ખૂબ જ સુંદર પંક્તિઓ…

  7. વિવેક said,

    March 2, 2009 @ 12:45 AM

    સુંદર મજાની ગઝલ… સહજ રદીફ અને સુંદર કાફિયાની ગુંથણીથી નિષ્પન્ન થતું અદભુત ભરતકામ…

  8. KAVI said,

    March 2, 2009 @ 3:56 AM

    ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખીએ
    જીવતાં પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે

    સાવ સચિ વાત…

  9. Dr. Jagdip Nanavati said,

    March 2, 2009 @ 4:07 AM

    ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ
    હું અભણ છું, ને અભણની એ જ તો તકલીફ છે

    બહુ સરસ પ્રણવભાઈ….પણ આપની તકલીફની
    દવા મારી પાસે છે……

    મૌનની ભાષા લખીને મોકલ્યું પરબિડીયું
    બંધ આંખે, ઓષ્ટ બે, ને ટેરવેથી વાંચવું

    ડો. જગ્દીપ નાણાવટી

  10. neha said,

    March 2, 2009 @ 8:11 AM

    ઘણુ સરસ પ્રણવ ભાઈ,
    બંધ આંખે પ્રેમ તો યે પલક ઝપક્યાં કરે
    આમ અશ્રુ નીતરે એ જ તો તકલીફ છે…

  11. Pinki said,

    March 2, 2009 @ 8:12 AM

    પ્રણવભાઈની ખૂબ જ જાણીતી અને માનીતી ગઝલ …….

    ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખીએ
    જીવતાં પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે

    જિંદગીભરની તકલીફનું મૂળ એક જ શેરમાં કહી દીધું … !!

    બોલચાલની ભાષા વાળો રદ્દીફ અને વાત પણ તકલીફની એટલે કે દરેકની…
    ગઝલ પોતીકી ના લાગે તો જ નવાઈ ?!!

  12. varsha tanna said,

    March 2, 2009 @ 9:13 AM

    તમારી કવિતા કેટલી સરસ તે અમે કહી નથી શકતા એ તકલીફ છે.

  13. B.B.POPAT said,

    March 2, 2009 @ 9:19 AM

    બહુ જ મજા આવી ગઇ

  14. Sapana said,

    March 2, 2009 @ 11:18 AM

    પ્રણવભાઇ,

    બહુજ સરસ!

    નથી સમજતો એ હ્ર્દયની વાતો,
    એજ તો તકલીફ છે.

  15. Sapana said,

    March 2, 2009 @ 11:32 AM

    Please visit my blog.

    gujarati-poems. blogspot.com

  16. mahesh dalal said,

    March 2, 2009 @ 12:53 PM

    એક જ શ્વાસ મા વન્ચઈ ગઈ . વધુ વાન્ચ્વા ની તલબ અધુરિ રહિ ,ઍજ તકલઈફ .. ભાઈ પ્રનવ્….

  17. RD said,

    March 2, 2009 @ 6:09 PM

    one of the “normal” ghazals which can appeal me. loved it!

  18. deepak said,

    March 4, 2009 @ 3:53 AM

    ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ
    હું અભણ છું, ને અભણની એ જ તો તકલીફ છે

    બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
    મળતું બિલ્લિપગ, મરણ એ જ તો તકલીફ છે

    મને આ બે શેરે બહુજ ગમ્યા… ખુબજ સરસ ગઝલ…..

  19. KIRANKUMAR CHAUHAN said,

    March 6, 2009 @ 9:10 AM

    આખેઆખી ગઝલ સુંદર છે. વાહ પ્રણવભાઇ!

  20. sudhir patel said,

    March 8, 2009 @ 10:53 AM

    બહુ જ સુંદર ગઝલ. તકલીફમાં મજા છે! આભાર.
    સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment