અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે
રઈશ મનીઆર

યાદ – મરીઝ

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.

એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.

મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.

માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.

આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.

કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

– મરીઝ

સંપૂર્ણ ગઝલ, વિવેકે મોકલ્યા મુજબ. ( જુઓ કોમેન્ટ્સ)

13 Comments »

 1. વિશાલ મોણપરા said,

  January 31, 2006 @ 12:58 am

  ઝાહિદનો અર્થ કોઇને ખબર હોય તો પોસ્ટ કરવા વિનંતી.કદાચ “મૌલવી” હોઇ શકે

 2. PlanetSonal said,

  January 31, 2006 @ 3:13 pm

  Nice one!

  Yes, Vishal Zaahid = Hermit, Devotee, Abstemious, Ascetic. (Not that I knew all these meanings – I just googled 🙂 )

 3. ધવલ said,

  January 31, 2006 @ 5:32 pm

  Thanks, Sonal. You got it even before I checked my mail !

 4. વિવેક said,

  February 2, 2006 @ 7:42 am

  ગુજરાતી ભાષાના ‘ગાલિબ’ લેખાતા મરીઝની આ યાદગાર રચના છે. ધવલે કાળજીપૂર્વક ચયન કરેલા શે’ર સિવાય પણ આ ગઝલમાં ઘણાં બધા એવા શે’ર છે જે આજે પણ આપણા સાહિત્યમાં શિરમોર ગણાય છે. જેમને આખી ગઝલ વાંચવામાં રસ હોય એવા ભાવક માટે આખી ગઝલનો રસથાળ અહીં ઉપસ્થિત છે.
  – વિવેક

  ગઝલ – મરીઝ

  રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
  બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

  પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
  દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.

  એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
  હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.

  મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
  જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

  મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
  નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.

  માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
  બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.

  આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
  ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

  એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
  છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.

  કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
  ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.

  ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
  મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

  હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
  થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.

  ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
  મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

  મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં, સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

  – મરીઝ

 5. ધવલ said,

  February 2, 2006 @ 2:12 pm

  Thanks Vivek !

 6. Mohammedali Wafa said,

  February 2, 2006 @ 11:01 pm

  kash meri baat bhi kuchh am ho jaye

 7. Mohammedali Wafa said,

  February 10, 2006 @ 7:32 pm

  તઝમીન યાદ
  આવી ગઇ મુજ્ને ક્દી મારી ખતા યાદ.
  ઈમાનનો પણ એ તકાદો આવે ખુદા યાદ.
  બખ્ખશીશની ઉમ્મીદ હું એવી લઈ બેઠો
  કરતો રહુ છું હાં હવે હું મારા ગુના યાદ્.
  બે ચાર ઘુંટ પીવાનુ મારુ યે મન હતું
  તારીન હાજરી ન હો એવી ન જ્ગા યાદ.
  એ દર્દ્દ જેને મે પાળ્યું છે જતનથી
  મુજ્ને તબીબ માફ કર એની ન દવા યાદ.
  ઝુલ્ફોની મ્હેકો ઉપર આખી વસંત ફીદા
  તારા ચમનની છેડતી કરતી તે હવા યાદ.
  ભુલી જવાશું કાફલાની ઉડતી રેત જ્યમ
  મંઝિલ ઉપ્ર્તો કોને આવશે વફા યાદ.
  મોહંમદ અલી વફા ૧૦ ફેબ્રુ.૨૦૦૬

 8. “યાદ” રદીફની ગઝલો « ઊર્મિનો સાગર said,

  August 31, 2006 @ 8:53 pm

  […] મરીઝ: (13 શેરોની આ આખી ગઝલ લયસ્તરો પર ઉપલબ્ધ છે.) […]

 9. રહેશે આ મને મારી - મરીઝ | રણકાર said,

  January 22, 2008 @ 5:51 am

  […] મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં, સૌ મારા ગુનાની મને રહેશે સજા યાદ. —————————————- આખી ગઝલ વાંચો: લયસ્તરો Posted in ગઝલ, મરીઝ RSS 2.0 | Trackback | Comment var id=’comment’; […]

 10. Mahesh Dhulekar said,

  January 22, 2008 @ 10:06 pm

  Thanks Very Much . I was looking for it

 11. રહેશે આ મને મારી - મરીઝ | રણકાર said,

  June 8, 2008 @ 12:43 pm

  […] મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં, સૌ મારા ગુનાની મને રહેશે સજા યાદ. —————————————- આખી ગઝલ વાંચો: લયસ્તરો કવિ પરિચય : મરીઝ Posted in ગઝલ, મરીઝ RSS 2.0 | Trackback | Comment var id=’comment’; […]

 12. કૃપા said,

  June 5, 2013 @ 6:50 am

  મરીઝ ની બધી ગઝલો વારંવાર વાચવા માટે મજબુર કરે તેવી હોય છે.
  ઘણા દિવસ થી મરીઝ ની એક ગઝલ શોધું છું,નથી મળતી એટલી જ તત્પરતા વધતી જાય છે,શરૂઆત તો યાદ નથી પણ એક મત્લા આમ છે,”……. બધી નમાજ મારી મુસ્લ્લા માં રહી ગઈ.”(શબ્દોના ક્રમ માં ફેરફાર હોઈ શકે),જો આ ગઝલ મળી જશે તો મારા જીવ ને શાંતિ થાશે.

 13. yogesh shukla said,

  September 29, 2015 @ 10:10 pm

  ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
  મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

  બહુજ સુંદર પંક્તિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment