‘મરીઝ’, ‘શૂન્ય’, ‘અસદ’, ‘મીર’માં નથી મળતી,
સમયના દર્દની કોઈ દવા નથી મળતી.
વિવેક મનહર ટેલર

વેલેન્ટાઈન-વિશેષ :૩: પ્રેમબંધન – રાબિયા (અનુ. હિમાંશી શેલત)

ફરી એક વાર જકડાઈ છું એના પ્રેમની સાંકળે.
બંધનમુક્ત થવાનો મરણિયો પ્રયાસ
નિષ્ફળ, વ્યર્થ !
વણકેળવ્યા તોખાર જેવી હું
જાણતી નહોતી કે ખેંચતાણથી તો
મુશ્કેટાટ થાય ફાંસો !
અદૃશ્ય કાંઠાળો દરિયો
એટલે પ્રેમ.
તરીને શેં પાર જવાય, ભલા ?
પારંગત થવું પ્રેમમાં એટલે
અણગમતી વસ્તુઓને વહાલી કરવી,
કુરૂપને સુંદર પેંખવું,
પીવાનું છે ઝેર;
સમજીને કંઈક મધમીઠું ને ગળચટું…

– રાબિયા
(અનુ. હિમાંશી શેલત)

ઈરાકની મહાન કવયિત્રી રાબિયાની પ્રેમની વ્યાખ્યા કરતી આ કવિતા દરેક શબ્દ પર અટકી વિચારવા પ્રેરે છે. કવિતાની શરૂઆત ‘ફરી’ અને ‘એકવાર’ થી થાય છે જે ભાવકનું ભૂતકાળની વાતો સાથેનું અનુસંધાન નિમિષમાત્રમાં જોડી દે છે. ના, આ કંઈ પહેલીવારના મુગ્ધ પ્રેમની વાત તો નથી જ. આ વાત છે પુખ્ત પ્રણયની, પ્રણયભગ્નતાની અને પ્રણયવિવશતાની… પ્રેમ સાચો હોય તો એ તૂટતો કે છૂટતો નથી. એકવાર પ્રણયભંગ થયા હોવા છતાં કવિ પોતાની નિર્માલ્યતાની અને પ્રેમની સર્વોપરિતાની વાત કરતાં સ્વીકારે છે કે ફરી-એકવાર-જકડાઈ-છું-એના-પ્રેમની-સાંકળે. મનુષ્યની પ્રકૃતિ છે કે એ હાર સ્વીકારી શક્તો નથી. એ હારે ત્યારે બમણું રમે છે. પ્રેમની સાંકળમાંથી એકવાર કે એકથી વધુ વાર છૂટી ગયા પછી ફરી જકડાવું કવિને ગમતું નથી એટલે એ છૂટવા માટે મરણિયાં વલખાં મારે છે…

…આટલું બસ! આજ રીતે બાકીના આખા કાવ્યને આસ્વાદવાનું કાવ્ય’પ્રેમી’ઓ પર છોડી દઈ વીરમું…

11 Comments »

 1. Urmi said,

  February 14, 2009 @ 4:50 pm

  Simply AMAZING!!!!……………………….. don’t have any other words for it…!

 2. pragnaju said,

  February 14, 2009 @ 7:27 pm

  વણકેળવ્યા તોખાર જેવી હું
  જાણતી નહોતી કે ખેંચતાણથી તો
  મુશ્કેટાટ થાય ફાંસો !
  અદૃશ્ય કાંઠાળો દરિયો
  એટલે પ્રેમ.
  અ દ ભુ ત
  વિશ્વની શ્રેષ્ઠ સૂફી કવયિત્રી ગણાતી રાબિયાની રહસ્યભકિત સૂફી આંદોલનની ભૂમિકામાં છે. બસરામાં જન્મેલ સંત રાબિયાની પ્રાર્થનાઓ અને કવિતાઓ સૂફી સાહિત્યને સમૃદ્ધ પ્રદાન છે. મુમતાઝ કુરિમે રાબિયાની સૂફી સાધના પર અને વ્યકિતત્વ પર સોદાહરણ પ્રકાશ પાડયા છે.ભકત કવયિત્રીઓ એક રીતે વિદ્રોહી આત્માઓ છે.ઉપનિષદ કાળથી આપણા દેશની અને સંત રાબિયા જેવી અરબસ્તાનની કે અન્ય વિદેશની પણ કેટલીક બ્રહ્મવાદિની, રહસ્યવાદી કે ભકત કવયિત્રીઓની વાત અભિપ્રેત છે.સ્ત્રી સ્વર, નારી સત્તા કહો કે નારી અસ્તિત્વનું તેજ અને એમની રહસ્ય અનુભૂતિની ગાન કે વચનમાં અભિવ્યકિતની માર્મિકતા રજૂ કરીછે.

 3. ધવલ said,

  February 14, 2009 @ 10:34 pm

  સરસ વાત…

 4. pradip sheth said,

  February 15, 2009 @ 4:29 am

  heartly thanks .. very fine

 5. Kishore Modi said,

  February 15, 2009 @ 11:13 am

  સુંદરતા વસ્તુગત કે દ્રશ્તિગત તે સમજવું અઘરું હોવાથિ વિચારવું રહ્યું

 6. urvashi parekh said,

  February 15, 2009 @ 8:22 pm

  ઘણુ સરસ,
  પ્રેમ ને કેવિ રીતે અને કઇ રિતે અને ક્યા શબ્દો માં મુકી શકિયે અને પામી શકીયે એ કહેવુ ઘણુ
  અઘરૂ છે,ઘણુ વિચારીયે પ હતા ત્યાં ના ત્યાં..
  સરસ…

 7. પ્રતિક મોર said,

  February 16, 2009 @ 12:10 am

  ભુતકાળમાં સપનુ બનીને ગુમ થયેલી, જોને મારી પ્રેમિકા જઈ રહી છે.

  વેલેન્ટાઈનથી દુર પણ નવરાત્રીમાં મસહુર હતી.
  હું તો ગાંડો જ હતો પ્રેમમાં એ ય ચુર ચુર હતી..
  યાદમાં પણ એજ યાદ હતી હમેશા ત્યારે
  આજે પાછી યાદ આવી, સામે જોઈ ત્યારે.

  ભુતકાળમાં સપનુ બનીને ગુમ થયેલી, જોને મારી પ્રેમિકા જઈ રહી છે.

  ગલીથી દુર તો એના જઈ શકતો ન હતો.
  એને પ્રેમમાં મજબુર થઈ શકતો ન હતો.
  એના લગ્નની શુભેચ્છા મળી હતી ત્યારે.
  એ છોડી ને મને બીજાની થઈ હતી જ્યારે

  ભુતકાળમાં સપનુ બનીને ગુમ થયેલી, જોને મારી પ્રેમિકા જઈ રહી છે.

  પ્રતિક મોર
  pratiknp@live.com

 8. javidhusain a multani said,

  February 16, 2009 @ 10:03 am

  this is very nice.

 9. B.B.POPAT said,

  February 16, 2009 @ 12:43 pm

  રાબિયા માટૅ સરસ લખ્યુ,

 10. Naimesh Nanavaty said,

  December 3, 2009 @ 1:59 pm

  More Info on Rabia

  Rabia al Basri 717-801

  View: Rabia Poems

  Not much is known about Rabia al Basri, except that she lived in Basra in Iraq, in the second half of the 8th century AD. She was born into poverty. But many spiritual stories are associated with her and what we can glean about her is reality merged with legend. These traditions come from Farid ud din Attar a later sufi saint and poet, who used earlier sources. Rabia herself though has not left any written works.

  After her father’s death, there was a famine in Basra, and during that she was parted from her family. It is not clear how she was traveling in a caravan that was set upon by robbers. She was taken by the robbers and sold into slavery.

  Her master worked her very hard, but at night after finishing her chores Rabia would turn to meditation and prayers and praising the Lord. Foregoing rest and sleep she spent her nights in prayers and she often fasted during the day.

  There is a story that once, while in the market, she was pursued by a vagabond and in running to save herself she fell and broke her arm. She prayed to the Lord .

  “I am a poor orphan and a slave, Now my hand too is broken. But I do not mind these things if Thou be pleased with me. ”

  and felt a voice reply:

  “Never mind all these sufferings. On the Day of Judgement you shall be accorded a status that shall be the envy of the angels even”

  One day the master of the house spied her at her devotions. There was a divine light enveloping her as she prayed. Shocked that he kept such a pious soul as a slave, he set her free. Rabia went into the desert to pray and became an ascetic. Unlike many sufi saints she did not learn from a teacher or master but turned to God himself.

  Throughout her life, her Love of God. Poverty and self-denial were unwavering and her constant companions. She did not possess much other than a broken jug, a rush mat and a brick, which she used as a pillow. She spent all night in prayer and contemplation chiding herself if she slept for it took her away from her active Love of God.

  As her fame grew she had many disciples. She also had discussions with many of the renowned religious people of her time. Though she had many offers of marriage, and tradition has it one even from the Amir of Basra, she refused them as she had no time in her life for anything other than God.

  More interesting than her absolute asceticism, however, is the actual concept of Divine Love that Rabia introduced. She was the first to introduce the idea that God should be loved for God’s own sake, not out of fear–as earlier Sufis had done.

  She taught that repentance was a gift from God because no one could repent unless God had already accepted him and given him this gift of repentance. She taught that sinners must fear the punishment they deserved for their sins, but she also offered such sinners far more hope of Paradise than most other ascetics did. For herself, she held to a higher ideal, worshipping God neither from fear of Hell nor from hope of Paradise, for she saw such self-interest as unworthy of God’s servants; emotions like fear and hope were like veils — i.e. hindrances to the vision of God Himself.

  She prayed:

  “O Allah! If I worship You for fear of Hell, burn me in Hell,

  and if I worship You in hope of Paradise, exclude me from Paradise.

  But if I worship You for Your Own sake,

  grudge me not Your everlasting Beauty.”

  Rabia was in her early to mid eighties when she died, having followed the mystic Way to the end. By then, she was continually united with her Beloved. As she told her Sufi friends, “My Beloved is always with me”

 11. વિવેક said,

  December 4, 2009 @ 12:23 am

  આભાર, નૈમિશભાઈ…

  મજાની જાણકારી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment