કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બબ્બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી.
‘શૂન્ય’ પાલનપુરી

દુર્દશાનો એટલો આભાર હોય છે – મરીઝ

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

ઝંખે મિલનને કોણ જો એની મજા કહું !
તારો જે દૂરદૂરથી સહકાર હોય છે.

ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.

જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’,
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.

– મરીઝ

8 Comments »

  1. એક ગુજરાતી said,

    January 25, 2006 @ 2:28 AM

    મરીઝની એક એક ગઝલ ખરેખર માણવા જેવી હોય છે. આ ગઝલમાં જોઇએ તો જીંદગીના દરેક ભાવ સમાઇ જાય છે

  2. PlanetSonal said,

    January 25, 2006 @ 3:39 PM

    Wonderful! Each and every sher of this ghazal is so intelligently crafted, thought-provoking and explains realities of life in a nut-shell. What a genius, Mariz!!! Thanks Dhaval, for sharing such Gem of a ghazal with us.

  3. bhavesh said,

    October 27, 2006 @ 3:11 AM

    BAHU SUNDR RACHNA, AAM TO DAREKE DAREK RACHNA SAARI CHHE

  4. deepak said,

    December 30, 2006 @ 7:47 AM

    ખુબ જ સરસ ગજલ છે….. મરીજ સાચેજ…. ગુજરાતી ગજલ ના “ગાલિબ” છે.

  5. sagarika said,

    March 20, 2007 @ 1:24 PM

    મરીઝ સાહેબ ની ગઝ્લો માટે જેટલાં “વાહ” લખીએ ઓછા પડે,

  6. Pratik said,

    August 30, 2008 @ 3:40 AM

    મરીઝૂ ને ગાલિબ ઓફ ગુજરાત ના કહેશો ગાલિબ કે મરીઝૂ બે માથી કોઈ ની આમ્નયા જળવાતી નથી.ખાસ કરી ને મરીઝૂ ની.

  7. Ruchita said,

    January 24, 2010 @ 12:25 PM

    its jst awesome..however the following lines are missing in it here..
    after એ ચુપ રહે છ જેને અધિકાર હોય છે…

    હો કોઇ પણ દિશા મા બુલંદી નથી જતી,
    આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે..

    નિષ્ફ્ળ પ્રણય પણ એને મટાડી નથી શકતો,
    તારા ભણી જે મમતા અપાર હોય છે.

  8. લયસ્તરો » ‘મરીઝ’ સાહેબને સલામ * – હેમેન શાહ said,

    January 1, 2017 @ 7:46 PM

    […] (*બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે) […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment