દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ગની દહીંવાલા

વાંક શું ગણવા ? -અશરફ ડબાવાલા

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?

અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?

ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?

મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?

અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?

-અશરફ ડબાવાલા

દુનિયાની સામે આંગળી ચીંધવાને બદલે પોતાની અંદર જોવાનું શીખવવા મથતી ગઝલ.

(ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી)

14 Comments »

  1. તાહા મન્સૂરી said,

    February 10, 2009 @ 12:24 AM

    ખુબ જ સરસ ગઝલ.

    અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
    તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?

  2. kirankumar chauhan said,

    February 10, 2009 @ 12:29 AM

    khoob sundar gazal. aamey asharafbhaini gazal to sari j hoy ne!

  3. વિવેક said,

    February 10, 2009 @ 1:14 AM

    સુંદર રચના…

  4. MADHUSUDAN said,

    February 10, 2009 @ 1:20 AM

    સુન્દર ગજલ.ક્યા કહેના.

  5. kantilalkallaiwalla said,

    February 10, 2009 @ 2:31 AM

    Truth is said nicely. If one stops blaming others(inspite of knowing the facts in its proper perspective)and takes blame of everything happened on one’s own head where the problem will be!no problem in life.Once more repeat “truth is said nicely”

  6. Bharat said,

    February 10, 2009 @ 3:38 AM

    મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે
    અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?

    Very true , i hv gone thru this situation and blaming others .

  7. RAMESH K. MEHTA said,

    February 10, 2009 @ 4:08 AM

    ઊટા કહે આ સભામા વાકા અગ્ વાળા ……..

  8. pragnaju said,

    February 10, 2009 @ 9:46 AM

    મઝાની ગઝલનો શિરમોર શેર-
    અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
    તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?
    આ ફ રિ ન્
    જો આવી રીતે દોષદ્રુષ્ટિ ઓછી થાય તો પ્રેમ સાધના સહજ થાય તો સંતોના આશ્રમમાં જોયેલું અનુભવાય…
    …’ મોર ને સાપ સદાકાળના સ્વજનો હોય તેમ એકસાથે ક્રીડા કરતા. એમની ક્રીડા અત્યંત આકર્ષક, આનંદજનક અને ભાવમય હતી. મોર ભાવોન્મત્ત બનીને કમનીય કળા કરતાં અંતરના ઉલ્લાસની અભિવ્યક્તિ કરતાં નાચી ઊઠતા ત્યારે સાપને પણ એની અસર પહોંચતી અને એ પણ પોતાની વિશાળ ફણાને ફેલાવીને એમની સાથે નાચવા માંડતો. એ પણ એમાં તાલ પુરાવતો. વધારે સુયોગ્ય શબ્દોમાં કહીએ તો તાલ પુરાવ્યા વિના રહી શક્તો જ નહિ.એ વિરલ અપવાદરૂપ દૃશ્ય પરથી પ્રતીતિ થતી કે પ્રત્યેક પ્રાણીની અંદર શુભ સંસ્કારો વિરાજમાન છે : પ્રત્યેક પ્રાણીમાં રહેલું સનાતન આત્મતત્વ સત્ય, શિવ ને સુંદર છે. એ આસુરી નથી પણ દૈવી છે અને એ પણ સહેજે સમજી શકાતું કે જીવનનું મુખ્ય ધારક, પ્રેરક, પોષક ને નિયામક બળ વેર નથી પરંતુ પ્રેમ છે. કોઈ કારણે સંજોગવશાત્ એ સર્વોપરી સનાતન તત્વ કે બળ થોડાક વખતને માટે દબાઈ જાય, વિલુપ્ત થયેલું લાગે, કે અદૃશ્ય થાય, ને આસુરી વૃત્તિ તથા બળનો પ્રભાવ વધી જાય એટલે જીવનું સ્વાભાવિક સનાતન સત્ય એ જ છે એવું નથી સમજવાનું. એવા ભ્રાંત નિરાધાર નિર્ણય પર પહોંચવાથી લાભને બદલે હાનિ જ થવાનો સંભવ વધારે છે’ અંતર અતિશય ઉદાર અને એમનો જીવનવ્યવહાર વિશુદ્ધ હોવાથી સમસ્ત વસુધા એમને માટે કુટુંબ જેવી થઈ જાય છે. उदार चरितानां तु वसुधैव कुटुम्बकम्।

  9. mahesh dalal said,

    February 10, 2009 @ 11:45 AM

    બહુજ સુન્દેર રચ ના

  10. ડો.મહેશ રાવલ said,

    February 10, 2009 @ 1:10 PM

    અશરફભાઈની સદાબહાર ગઝલો માંહે ની આ એક ગઝલ, ઘણી જ અર્થસૂચક છે…..
    ગજાની વાત વાળી પંક્તિમાં તારી ને બદલે તારા ન હોવું જોઇએ?

  11. ઊર્મિ said,

    February 10, 2009 @ 2:35 PM

    સુંદર ગઝલ…

    અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
    તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?

    આ શે’ર ખૂબ ગમ્યો.

  12. Dilipkumar Bhatt said,

    February 11, 2009 @ 2:03 AM

    તમેતો મોરથીયે રૂપળા અને આતરસૂનિ વાત ગઝલી લીધી. અમને સમજના પડી તેમા વાક શૂ ગણવા!

  13. અનામી said,

    February 11, 2009 @ 9:20 AM

    સુંદર રચના…

  14. shriya said,

    February 13, 2009 @ 6:05 PM

    અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?
    છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?

    અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
    તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?

    કેટલી સરસ વાત કરી છે આ બે શેરમાં…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment