આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.
– રમેશ પારેખ

(અછાંદસ) કિરણસિંહ ચૌહાણ

દર સોમવારે વહેલી સવારે
હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે
પપ્પા મને લાં…બી પપ્પી કરીને
નોકરીએ નીકળી જાય છે
તે છે…ક
શનિવારે પાછા આવે.
હું પપ્પા કરતાંય વધારે
શનિવારની રાહ જોઉં છું
કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે
પણ શનિવાર તો
મારા પપ્પાને લઈ આવે છે !

– કિરણસિંહ ચૌહાણ

આજે એક નાનકડું અછાંદસ ઝાઝી લપ્પન છપ્પન કર્યા વગર. વાત એક નાના બાળકની જેને એના પપ્પા માત્ર ‘હોરિઝન્ટલી’ વધતો જુએ છે, ‘વર્ટિકલી’ નહીં કારણકે બાળક ઊઠે એ પહેલા કામે નીકળી જતા પપ્પા બાળક ઊંઘે એ પછી જ ઘરે પાછા ફરે છે…

18 Comments »

  1. પ્રતિક મોર said,

    February 12, 2009 @ 12:56 AM

    સમજાતુ નથી શું મઝા છે ને શું સઝા છે આ જીવનમાં,
    છ દિવસ પતી જાય છે કામના બોજ લેતા ગધેડામાં,
    કુદકા મારી થાકી જવાય છે રવિવારના એક દિવસમાં
    જીદંગીની શોધ કરતા કરતા પુરી થઈ જીદંગી ‘પ્રતિક’
    મોત આવે ત્યારે ખબર પડે કશું રહ્યુ નથી આ જીવનમાં,

    પ્રતિક મોર
    pratiknp@live.com

  2. કુણાલ said,

    February 12, 2009 @ 1:59 AM

    “…હું પપ્પા કરતાંય વધારે
    શનિવારની રાહ જોઉં છું
    કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે
    પણ શનિવાર તો
    મારા પપ્પાને લઈ આવે છે !”

    ખુબ જ વેધક અને કારમી ચીસ સમા શબ્દો … !! જ્યારે પપ્પાઓ આ વાત સમજશે કે બાળકને રમકડાં અને અન્ય ભૌતિકતા કરતાં પણ પપ્પાની/મમ્મીની જરૂર હોય છે ત્યારે કદાચ વધુશ્યામૂઓ જોવા મળતાં અટકશે …

  3. કુણાલ said,

    February 12, 2009 @ 2:03 AM

    માફ કરશો, ઉપર “શ્યામૂ” ની લિંક વ્યવસ્થિત મૂકી ના શક્યો, જે – અહીં – સુધારીને મૂકી છે.

  4. ડો.મહેશ રાવલ said,

    February 12, 2009 @ 2:27 AM

    તાવડી,તેર વાના માંગે- ગૃહસ્થીમાં આજના કપરા સમયમાં,રોજ ઊઠીને એક નવી જરૂરિયાત મોં ફાડતી સામે આવે ત્યારે,બે છેડાં ભેગા કરવા માણસને ઘણો ભોગ આપવો પડતો હોય છે……
    પ્રસ્તુત રચનામાં અભિવ્યક્ત થયેલું શબ્દચીત્ર,આજે ઘર ઘરની વાત બની ગઈ છે.
    કિરણભાઈ જેવી સંવેદનશીલ વ્યક્તિ,એ વાત નાના બાળકના મુખે મુકીને આપણાસુધી લાવ્યા અને એકીસાથે કેટલા, તાર ઝણઝણી ઉઠ્યા……!

  5. ઊર્મિ said,

    February 12, 2009 @ 8:16 AM

    ખૂબ જ સુંદર અભિવ્યક્તિ… મોટાભાગના આજના પપ્પાઓ અને એના બચ્ચાઓની કરુણ કહાની…! કિરણભાઈનાં અછાંદસમાં અંતમાં આવતી ચોટ તો જાણે બિલકુલ હથોડો વાગતો હોય એમ વાગે છે…! અભિનંદન કિરણભાઈ !!

    ” પપ્પા માત્ર ‘હોરિઝન્ટલી’ વધતો જુએ છે, ‘વર્ટિકલી’ નહીં…! ”

    આ લીટી પણ મને તો એક આખી કવિતા જેવી જ લાગી……… કડવા સત્યને ખૂબ જ સુંદર શબ્દો આપ્યા… અભિનંદન!

  6. Shah Pravinchandra Kasturchand said,

    February 12, 2009 @ 8:19 AM

    ચારેક વર્ષનું બાળક દોડતું દોડતું મમ્મી પાસે પહોંચી ગયું ને બોલ્યું,”મમ્મી,મમ્મી,તારા ખાટલામાં કો’ક માણસ સૂતું છે.”
    મમ્મી બોલીઃ”એતો તારા પપ્પા છે.એમને તાવ આવ્યો છે એટલે ઑફિસે નથી ગયા.”

  7. pragnaju said,

    February 12, 2009 @ 8:49 AM

    પણ શનિવાર તો
    મારા પપ્પાને લઈ આવે છે !
    આ વેધક પંક્તીઓ અઠવાડિયામાં ૫ દિવસ કામ કરતા પપ્પાની લાગે છે બાકી આપણે ત્યાં સન્ડે ફાધરની જાણીતી વેદના છે.
    પણ સાંપ્રત સમસ્યા તો આના કરતા કરુણ છે.અમેરિકા જેવા દેશમા સ્ત્રીઓને હકકો આપતાં ૧૯ સુધારા સુધી રાહ જોવી પડી.પ્રસૂતિ બાદ બે દિવસમાં જોબ પર હાજર થવું પડે…અને પ્રીમેચ્યોર બાળક હોય તો ધાવણ કાઢી મોકલવાની વ્યવસ્થા કરવી પડે!આવું તો લખતા પાર ન આવે…હવે તો બાળક માટે…
    બુ કહાંસે આયે માબાપકી,
    દુધતો ડીબ્બેકા ઔર તાલીમ સરકારકી
    પંક્તિઓ પણ કહેતી લાગે…

  8. Bina said,

    February 12, 2009 @ 10:53 AM

    ખુબ સુન્દર રચના! અભિનંદન કિરણભાઈ. આભાર બીના ત્રિવેદી

  9. Dhaval said,

    February 12, 2009 @ 11:44 AM

    સચોટ વાત !

  10. 'Jay' Naik - Surat said,

    February 13, 2009 @ 1:25 AM

    Khub saras kiranbhai. Abhinandan swikarso aa rachana mate..

  11. Kavita said,

    February 13, 2009 @ 1:14 PM

    Nice Kavya Kiranbhai !

  12. shriya said,

    February 13, 2009 @ 6:08 PM

    એકદમ સરળ રીતે અહીં કવિએ એકદમ ચોટદાર વાત કહી દીધી…

  13. dhaval said,

    February 14, 2009 @ 5:19 AM

    બહુજ સરસ અને વેધક વાત

  14. Sandhya Bhatt said,

    February 16, 2009 @ 12:11 PM

    બાળ્કની પિતા માટેની તરસ ખૂબ સરસ રીતે વ્યક્ત થઈ છે.

  15. Pinki said,

    February 16, 2009 @ 1:27 PM

    બાળકને લાલચ આપી બાળકની જ આર્થિક સગવડ સાચવવા નોકરી જતા મા-બાપને
    કદાચ ખબર છે/નથી કે બાળકને માત્ર મા-બાપની જ તાતી જરુર હોય છે ?!!

  16. KIRANKUMAR CHAUHAN said,

    February 19, 2009 @ 10:55 PM

    dosto, aa kavya jevu sfuryu evu tarat j vivekbhaine sambhalavyu ane sisidhu j layastaro par mukayu. sundar comment badal aap sauno aabhar.

  17. Pinki said,

    February 24, 2009 @ 11:58 PM

    વાહ્.. કિરણભાઈ વાહ્… !!

    શનિવાર તો મારા પપ્પાને લઈને આવે છે.

    બિઝનેસ છોડીને સાત વર્ષથી મારા દીકરાની સાથે
    રોજ જ શનિવાર માણું છું તેનો અહેસાસ કરાવવા ખૂબ ખૂબ આભાર !!

  18. Makarand Musale said,

    February 25, 2009 @ 1:53 AM

    કિરણ,

    દોસ્ત મજા પડી.!!

    મકરંદ મુસળે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment