પાંપણો પર બોજ વધતો જાય છે,
સ્વપ્નનો ઉપચાર કરવો જોઈએ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ – હિમલ પંડ્યા ‘પાર્થ’

અટકશે ક્યાં જઈને આ જમાનો, કો’ક તો બોલો,
વખત આથી ય શું ભારે થવાનો, કો’ક તો બોલો.

જનમ આ માનવી કેરો મળ્યો વરદાનરૂપે કે –
ખુદાએ લાગ ગોત્યો છે સજાનો ? કો’ક તો બોલો.

હૃદયની લાગણીઓ, પ્રેમ ને વિશ્વાસ – સંબંધો,
થશે અંજામ શું આખર બધાનો ? કો’ક તો બોલો.

બધું ભૂલી જવું છે દોસ્ત મારે, બોલ શું કરવું ?
અનુભવ છે અહીં કોને નશાનો, કો’ક તો બોલો.

હજારો વેદનાઓ મેં છુપાવી છે હૃદય માંહે,
મળે ક્યો આદમી આવા ગજાનો, કો’ક તો બોલો.

અનોખી આપણી મહેફિલ અને અંદાજ નોખો છે,
મળ્યો છે માંડ આ મોકો મજાનો, કો’ક તો બોલો.

અમે તો “પાર્થ” હૈયું ઠાલવી બેઠાં ગઝલરૂપે,
ન રાખો આજ કોઈ ભેદ છાનો, કો’ક તો બોલો.

હિમલ પંડ્યા ‘પાર્થ’

પરદા પાછળ રહીને સૃષ્ટિનો સતત દોરી-સંચાર કરતા રહેતા અને મનુષ્યને મર્કટની જેમ નચવતા રહેતા ઈશ્વરને કવિઓએ જ્યારે જ્યારે લાગ મળ્યો છે ત્યારે આડે હાથે લીધો છે. મનુષ્ય જન્મ એ શું કોઈ વરદાન છે કે પછી ઈશ્વરની સજા કરવાની કોઈ રીત છે એમ કવિ કહે છે ત્યારે દુબારા…દુબારા સ્વગત્ જ કહેવાઈ જાય છે…

10 Comments »

 1. ડો.મહેશ રાવલ said,

  February 1, 2009 @ 6:56 am

  ફરી એકવાર,પરંપરાનો અખંડ અને અદભૂત વૈભવ પ્રસ્તુત થયો….કો’ક તો બોલો!
  આખેઆખી ગઝલ એવી સુંદર અને પ્રવાહિત થઈ છે કે,કવિ જો શબ્દને બદલે સદેહે નજરસામે હોય તો,કસીને બાથબરી લેવાનું મન થાય એવી, લાગણીઓને ઉન્માદથી ભરી દેતી ગઝલ……
  આભાર,લયસ્તરો!
  અને કવિને ય તહ-એ-દિલથી આવકાર.

 2. Vijay Shah said,

  February 1, 2009 @ 11:07 am

  હૃદયની લાગણીઓ, પ્રેમ ને વિશ્વાસ – સંબંધો,
  થશે અંજામ શું આખર બધાનો ? કો’ક તો બોલો.

  અંજામ તો એજ કે

  આંખમાં આસુને હૈયે શૂળ હોયે છેતરાયાની
  પ્રેમ વિશ્વસ ને સબંધો ફક્ત વાતો કહેવાની

  હ્રદયની લાગણી ઓ ત્યારેજ દે જવાબ ધાર્યો
  જ્યાં ઝીલનાર પાત્ર હોયે દેનારા સમું દિલદાર

  “પાર્થ” તેથી જ કહુ એ દોસ્ત…ગઝલ છે દવા
  વાપરે જે દવા જેમ, મળે દુનીયાનું સૌ ભાન

 3. Kavita said,

  February 1, 2009 @ 12:42 pm

  Nice Gazal.
  Congratulations.

 4. 'Jay' Naik - Surat said,

  February 2, 2009 @ 12:26 am

  What a simple, new radif & beutiful, heart touchy ghazal it is!
  Please accept my hearty congratulation to first PARTH for this lovely ghazal & Dr. Mahesh Raval for his Jazbaat. I completely agreed with his feelings about this ghazal. Sallam to Parth & Dr. Mahesh Raval.

 5. P Shah said,

  February 2, 2009 @ 2:55 am

  જનમ આ માનવી કેરો મળ્યો વરદાનરૂપે કે –
  ખુદાએ લાગ ગોત્યો છે સજાનો ? કો’ક તો બોલો.

  ખૂબ સુંદર ગઝલ !

 6. pragnaju said,

  February 2, 2009 @ 9:32 am

  ગઝલના બધા જ શેર સુંદર
  આ વધુ ગમ્યો
  જનમ આ માનવી કેરો મળ્યો વરદાનરૂપે કે –
  ખુદાએ લાગ ગોત્યો છે સજાનો ? કો’ક તો બોલો.
  આપણે મનુષ્યના જીવનનું મહત્વ સમજીને વિકર્મથી આપણી આંતરિક ચેતનાનો વિકાસ કરવો રહ્યો. ‘જિંદગીની છેલ્લી ક્ષણ સુધી એકટિવ રહો’ એવી ભ્રામક માન્યતા છોડીને થોડું આપણા આંતરિક એકાંતનું પણ દર્શન આપણે કરવું રહ્યું.

 7. sudhir patel said,

  February 2, 2009 @ 9:08 pm

  બધા જ બોલે એવી સરસ ગઝલ!
  સુધીર પટેલ.

 8. shriya said,

  February 4, 2009 @ 1:30 am

  ખુબજ સુંદર ગઝલ…અને ખુવ સુંદર શેર…

  હૃદયની લાગણીઓ, પ્રેમ ને વિશ્વાસ – સંબંધો,
  થશે અંજામ શું આખર બધાનો ? કો’ક તો બોલો.

  બધું ભૂલી જવું છે દોસ્ત મારે, બોલ શું કરવું ?
  અનુભવ છે અહીં કોને નશાનો, કો’ક તો બો

 9. RAMESH K. MEHTA said,

  February 4, 2009 @ 5:26 am

  સુન્દર ગઝલના માલિક્

 10. aamarkolkata said,

  February 14, 2009 @ 2:19 pm

  ક્યા બાત કહી……………….મુકેશ ઠકકર ( કોલકાતા)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment