ભીતરમાં મુંઝારો થાય,
મુજ પાંપણના દ્વારે આવ.
આબિદ ભટ્ટ

સાવ અંગત – હરિશ્વન્દ્ર જોશી

સાવ અંગત એક સરનામું મળ્યું
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

– હરિશ્ચન્દ્ર જોશી

સહજ શબ્દો, કોમળ ભાવ, સુંવાળી ગઝલ.

21 Comments »

 1. Jayshree said,

  January 20, 2009 @ 9:19 pm

  અરે વાહ…
  સોળમું પાનું અને સાથે કેટલું બધું યાદ આવી જાય આ ગઝલ સાથે.. 🙂

 2. sudhir patel said,

  January 20, 2009 @ 9:28 pm

  બહુ જ સરસ અને સરળ ગઝલ! મજા આવી ગઈ.
  સુધીર પટેલ.

 3. ઊર્મિ said,

  January 20, 2009 @ 10:11 pm

  અરે વાહ… મારે પણ બિલકુલ આવું જ લખવું હતું… 🙂

 4. mukesh Variawa said,

  January 20, 2009 @ 11:58 pm

  હલવાસ ભરિ ગઝલ્!
  એક પ્યાસાને ફળી સાતે તરસ,
  (બારણા સામે જ મયખાનું મળ્યું.)
  પુરાનિ યાદ્ મલિ બારણા સામે.
  ચાલસે!!!!!!!!!!!!!!

 5. વિવેક said,

  January 21, 2009 @ 12:08 am

  જૂની ડાયરીને ખોલતાં થયેલી અંગત અનુભૂતિની એક યાદગાર મુસલસલ ગઝલ… વાહ!

 6. P Shah said,

  January 21, 2009 @ 12:23 am

  એક મુલાયમ ગઝલ !

 7. shriya said,

  January 21, 2009 @ 12:40 am

  મેં લખેલી ડાયરી વાંચી ફરી,
  યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું…
  જુની યાદો ફરી તાજા થઈ જવાની સરસ વાત કરી છે અહીં! 🙂

 8. કુણાલ said,

  January 21, 2009 @ 12:59 am

  મજાની ગઝલ… !! ડાયરીઓ હોય જ છે આવી .. !! 🙂

  એક ઉર્દુ ગઝલનો શેર યાદ આવી ગયો …

  क़िताब-ए-माज़ी के औराक़ उलट के देख ज़रा,
  न जाने कौन सा सफ़हा मुड़ा हुआ निकले !!!

  (माज़ी =past, औराक़ = pages, सफ़हा =page)

 9. કુણાલ said,

  January 21, 2009 @ 1:00 am

  ઉપરનો ઉર્દુ શેર જે ગઝલનો છે તેના શાયર “વસીમ બરેલવી” છે… ઉપર ઉલ્લેખ કરવાનું ભૂલી ગયો…

 10. Jina said,

  January 21, 2009 @ 2:17 am

  ખરેખર કુણાલ, ડાયરીઓ હોય છે જ એવી… તમે મૂકેલો શેર પણ અદભૂત છે!!

 11. Nirav said,

  January 21, 2009 @ 3:10 am

  સાવ અંગત એક સરનામું મળ્યું
  આજે વર્ષો બાદ એ પાનું મળ્યું

  અદભૂત ! હમણા જ જૂના પત્રો હાથ લાગ્યા અને વાંચતા આવી જ લાગણી થઈ.
  કવિની જેમ મારે પણ આ જ કહેવું છે.

  નીરવ

 12. ડો.મહેશ રાવલ said,

  January 21, 2009 @ 3:38 am

  સરળ શબ્દોમાં રજુ થયેલી ૧૬મા પાનાની વાત ટાંકી કવિ એમની સાથે આપણને ય ભૂતકાળની સચવાયેલી ,સંઘરાયેલી,સમેટાયેલી કેટલી ય ક્ષણોસુધી દોરી ગયા……..!આજ સાચું કવિ કર્મ છે કે,શબ્દો અને સંદર્ભની સાથે ભાવકની લાગણીઓ પણ,કોઇ ઝરણાંની જેમ વ્હેતી થઈ જાય…….

 13. Pinki said,

  January 21, 2009 @ 5:15 am

  પ્રવેશદ્વારમાં પ્રવેશીએ ને સંપૂર્ણ મુલાકાત કશાકની લઈએ એમ જ
  આપણી મુલાકાત આપણા અંગત સરનામે-ડાયરી સાથે કરાવી ….. !!

  સોળ વર્ષની ઉંમર સોળમા પાને તો
  સાત જન્મની તરસનો સાત તરસ કહી ઉલ્લેખ
  વાહ્……

  બધાંને યાદની ગલીઓમાં ફરવા લઈ જાય તેવી ‘સાવ અંગત’ ગઝલ !!

 14. Shah Pravinchandra Kasturchand said,

  January 21, 2009 @ 7:05 am

  જોયુંને!
  સાદગી કેટલી બધી શ્રીમંત નીકળી?

 15. કુણાલ said,

  January 21, 2009 @ 7:59 am

  @Pravinbhai

  સાદગીની શ્રીમંતાઈવાળી વાત ખુબ ગમી !!

 16. pragnaju said,

  January 21, 2009 @ 8:48 am

  સોળમા પાને પતંગિયું સળવળ્યું,
  જીવવા માટે નવું બહાનું મળ્યું.
  સુંદર
  યાદ આવી
  સોળમા આ સાલે જોબન ટહુકે રે !
  જો ગુલાબી ગાલે જોબન ટહુકે રે !
  બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
  લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
  અને તેવી જ આ શેરો લખેલી ડાયરીના ૧૬મા પાનની વાત
  हो साथ अगर पहलू में इक मस्त-ए-शबाब
  इक जाम हो और हाथ में शेरों की क़िताब
  इक साज़ हो और साज़ पे गाती हो हसीना
  बन जाए ये वीराना बहारों का जवाब

 17. pragnaju said,

  January 21, 2009 @ 9:46 am

  વિદ્વાન કુણાલનાં શેરમા સુધારો કરવાની ગુસ્તાખીની માફી સાથે…
  औराक की जगह वरक है -सफाह की जगह सफा़ है
  આખી ગઝલ આ પ્રમાણે છે
  मै चाहता भी यही था वो बेवफ़ा निकले
  उसे समझने का कोई तो सिलसिला निकले

  किताब-ए-माज़ी के वरक उलट के देख ज़रा
  ना जाने कौन सा सफा़ मुड़ा हुआ निकले

  जो देखने में बहुत ही करीब लगता है
  उसी के बारे में सोचो तो फ़ासला निकले

 18. Vital Patel said,

  January 21, 2009 @ 10:10 am

  રમેશ પટેલ(આકાશદીપ)ની આવી જ
  મુલાયમ રચના મનમાં યાદ આવી ગઈ.

  સોળ વરસે જાગે સોણલાં સખી સંગાથે સાંજે
  વાસંતી વાયરે ઊડે દિલડું પંખીડાની પાંખે

  સાગર તટે રેતી પટે ચીતરું આંગળીઓથી ભાત
  ચરણ પખાળી મોજાં શીખવે ભીંના ભીંના વહાલ

  નયન ઢળે ને રંગ રસિયો રાસે રમતો જોતી
  નવરંગી ચૂંદલડી ઓઢી હું ગરબે ઘૂમતી રમતી
  આવી રચનાઓ આનંદના હીંડોળે ઝૂલાવે છે.
  અભિનંદન.

  વિતલ પટેલ

 19. bharat said,

  January 21, 2009 @ 12:31 pm

  અરે વાહ ….બહુ જ સરસ
  -ભરત જોશી.

 20. કુણાલ said,

  January 22, 2009 @ 12:51 am

  પ્રજ્ઞઆંટી… 🙂 Thanks for correction … missed these out …

 21. arvind adalja said,

  January 22, 2009 @ 4:59 am

  સરસ ખૂબજ સરસ્ અભિનંદન્ આપ મારા બ્લોગની મુલાકાત જરૂર લેશો. આપના ગુજરાતેી બ્લોગ જગતનેી યાદેીમાઁ પણ અવશ્ય સમાવેશ કરવા વિનતિ. સાથે આપના પ્રતિભાવનેી રાહ જોતો

  આપનો
  અરવિઁદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment