હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી.
સુંદરમ્

ઘર અશ્રુનું – નિર્મિશ ઠાકર

જાઉં છું મારે ઘરે કહી
પાલવથી આંખ લૂછતાં
નારી જાય છે
ક્યારેક સાસરે
તો ક્યારેક પિયર.
‘આ મારું ઘર’ના ભ્રમ સાથે
એ થાક ખાતી હોય છે
ક્યારેક ‘અખંડ સૌભાગ્યવતી’ના
તો ક્યારેક ‘ગંગાસ્વરૂપ’ના છાપરા હેઠે.
સ્કૂટર, ફ્રીઝ, ટીવીના જાહેરખબરવાળા
છાપાના પાનામાં ‘લગ્નવિષયક’ના મથાળા હેઠે લખાય છે:
… જોઈએ છે કન્યા – સુંદર, સુશીલ, ભણેલી, ઘરરખ્ખુ.
ઘરની શોધ લઈ જાય છે નારીને
અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, અહીંથી…
સમગ્ર જગમાંયે ઘર ન પામનાર સીતાને
સમાઈ જવું પડે છે ધરતીમાં.
અશ્રુને વળી, ઘર કેવું ?

– નિર્મિશ ઠાકર

આ જ વાત આપણે બધાએ ઘણી ઘણી વાર સાંભળી છે. કવિતા ગમે તેટલી અસરકારક હોય, એ કશું બદલી શકતી નથી. એ કામ તો આપણું – મારું ને તમારું – આપણા બધાનું છે.

25 Comments »

 1. Vijay Shah said,

  January 19, 2009 @ 9:47 pm

  નિર્મિશ ઠાકર અને અશ્રુ ની વાત્?

  સરસ સાહિત્ય કાર ક્યારેય એક ઢાંચામાં બંધાતા નથી…એનો બોલતો પુરાવો…

 2. ઊર્મિ said,

  January 19, 2009 @ 10:14 pm

  વાહ… સલામ નિર્મિશભાઈ… શું કવિતા છે!
  ખરું પૂછો, તો આ કવિતા નથી.. મોટાભાગની સ્ત્રીઓની આત્મકથા છે.

 3. અનામી said,

  January 19, 2009 @ 11:46 pm

  …..આહહ…

 4. himansu said,

  January 20, 2009 @ 12:28 am

  પુરુષ સમોવડી સ્ત્રીના જમાનામા પણ નારીની આજ હકિકત આપણને શરમ ઊપજાવે તેવી છે. પુરુષપ્રધાન સમાજમા આપણે ક્યારે નારીની દ્રષ્ટિથી જોતા શીખીશુ ?

  ધૂમકેતુનુ એક કથન છે કે “માનવી પોતાની દ્રષ્ટિ છોડી બીજની દ્રષ્ટિથી જોતા શિખે તો આ અધુરુ જગત શાન્ત થઇ જાય.” સાચે જ !

  નિર્મિશભાઇ – અભિનન્દન !

 5. કુણાલ said,

  January 20, 2009 @ 2:08 am

  speechless …

  left me spellbound .. !!

 6. Pinki said,

  January 20, 2009 @ 2:40 am

  અરે…….
  હવે women’s dayનાં મારે બીજી રચના શોધવી પડશે?!!

  ખૂબ… જ સરસ અભિવ્યક્તિ !!

  ચલકચલાણાંની જેમ રોજ જ અટવાતી સ્ત્રીની વાતને શબ્દદેહ મળ્યો.

 7. Jina said,

  January 20, 2009 @ 4:35 am

  ખરેખર સ્ત્રીનું ‘પોતાનું’ ઘર કયું તે આખી જિંદગી તેના માટે પ્રશ્ન રહે છે. પહેલાં પિતાનું ઘર, પછી સાસરાનું ઘર અને પછી જો સાસરેથી જુદા થાય તો પતિનું ઘર… જે ઘરની એક-એક ચીજ કસર કરી-કરીને તેણે પોતે વસાવી હોય છે તેમાં તેનું પોતાનું કહી શકાય તેવું કશું જ તેને મળતું નથી… સ્ત્રીની આ કરૂણતાનો કદાચ કોઈ અંત નથી…

 8. Anjli said,

  January 20, 2009 @ 5:45 am

  Hare krishna
  Nicely written
  bt this days n also in future wemans are getting stronger n intteligent…
  by the mercy of krishna i have three daughters 2 are married n happy…
  may the merciful sri krishna always shower his grace on woman n their families n remove their problems n anxieties by giving them strength,goodluck,success n
  happiness in future with peace of mind
  Haribol…may the blessings of krishna always remain with them.
  HK

 9. mahesh Dalal said,

  January 20, 2009 @ 5:57 am

  ખુબ સુન્દર . સાવ સાચિ કેફિયત આજે પણ્.

 10. mahesh Dalal said,

  January 20, 2009 @ 5:58 am

  excellent poem ..

 11. mahesh Dalal said,

  January 20, 2009 @ 6:00 am

  very fine poem

 12. mukesh said,

  January 20, 2009 @ 6:12 am

  અશ્રુ ને ઘર કેવુ? ખરેખર્ નરિ તેરિ યેહિ કહાનિ! કૌન કહે ચે આપ્ને એક્વિશ્મિ સેન્ચુરિમ જૈ રહિયા ચે?

 13. Mansi Shah said,

  January 20, 2009 @ 6:42 am

  Too emotional. કદાચ બધાએ કહ્યું એજ વાતનું હું પણ repeat કરું છું પણ એકદમ સાચી વાત છે. સ્ત્રીને પોતાનું ઘર ક્યારેય હોય છે ખરું?

 14. Shah Pravinchandra Kasturchand said,

  January 20, 2009 @ 7:03 am

  સ્ત્રી ઈસ્ત્રી જેવી છે.
  સ્વયં બસ બળે છે?
  પોતે કરચોળાતી
  ને બીજાનાં વસ્ત્રોને
  કરચલી રહિત રાખે.
  વાહ સ્ત્રી,વાહ!

 15. ડો.મહેશ રાવલ said,

  January 20, 2009 @ 7:22 am

  સ્ત્રી-સંસારમાં પુરૂષના સહભાગી પરિબળ તરીકે અનિવાર્ય અને સ્થાપિત.
  છતાં આપણાં પુરૂષ-પ્રધાન (કહેવાતા..)સમાજમાં નિર્મિશભાઈએ કહ્યું એમ,
  ક્યારેક ‘અખંડ સૌભાગ્યવતી’ના
  તો ક્યારેક ‘ગંગાસ્વરૂપ’ના છાપરા હેઠે.
  કાયમ સ્ત્રી જ સરાણે ચડી છે,એ અલગ છે કે ઈતિહાસને પણ એના સતિપણા અને સામર્થ્યની સાદર નોંધ લેવી પડી છે….!
  સલામ,એ શક્તિરૂપેણ સંસ્થિત નારીત્વને…….

 16. pragnaju said,

  January 20, 2009 @ 8:24 am

  જાઉં છું મારે ઘરે કહી
  પાલવથી આંખ લૂછતાં
  નારી જાય છે
  ક્યારેક સાસરે
  તો ક્યારેક પિયર.
  ‘આ મારું ઘર’ના ભ્રમ સાથે
  એ થાક ખાતી હોય છે
  સુંદર
  તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
  હું કહું છું જિંદગી ધોવાય છે
  ‘પાલવથી આંખ લૂછતાં”અખંડ સૌભાગ્યવતી”‘ગંગાસ્વરૂપ’
  આ જમાનાને અનુરુપ નથી લાગતું આછાંદસ
  ‘સમગ્ર જગમાંયે ઘર ન પામનાર સીતાને
  સમાઈ જવું પડે છે ધરતીમાં.’
  આધ્યાત્મિક વાત સમજી ન શકવાની અજ્ઞાનતા!

 17. bharat said,

  January 20, 2009 @ 1:07 pm

  સરસ !!!

 18. Chintan Dave said,

  January 20, 2009 @ 2:46 pm

  સ્કૂટર, ફ્રીઝ, ટીવીના જાહેરખબરવાળા
  છાપાના પાનામાં ‘લગ્નવિષયક’ના મથાળા હેઠે લખાય છે:
  … જોઈએ છે કન્યા – સુંદર, સુશીલ, ભણેલી, ઘરરખ્ખુ.

  આ એક એવી વાત છે, જે કાવ્ય વચ્યા બાદ પણ માનસપતલ પર રહી જાય…

  ખુબ સરસ…
  નિર્મિશભાઇ – અભિનન્દન !

 19. shriya said,

  January 20, 2009 @ 7:20 pm

  ‘આ મારું ઘર’ના ભ્રમ સાથે
  એ થાક ખાતી હોય છે
  ક્યારેક ‘અખંડ સૌભાગ્યવતી’ના
  તો ક્યારેક ‘ગંગાસ્વરૂપ’ના છાપરા હેઠે.
  …….
  કેવી સરસ અને સાચી વાત કરી છે કવિએ….

  શ્રિયા

 20. kirankumar chauhan said,

  January 20, 2009 @ 10:35 pm

  naarijeevanni aabehub abhivyakti.

 21. તાહા મન્સૂરી said,

  January 20, 2009 @ 10:52 pm

  નિર્મિશભાઇ, ગનપટ હુરટીના સમ આજની
  નારીની ખરી વેદના વ્યક્ત થાય છે આપની રચનામાં

 22. P Shah said,

  January 21, 2009 @ 12:18 am

  સુંદર કવિતા !
  દરેક નારીહૃદયની કિતાબ ખૂલ્લી કરી !
  કવિને અભિનંદન !

 23. varsha tanna said,

  January 21, 2009 @ 4:43 am

  સ્ત્રીઓની લાગણીનો સરવાળો સ્ત્રીઓની વેદનાનો ગુણાકાર્ ખૂબજ સરસ

 24. Harikrishna Patel - London said,

  January 21, 2009 @ 8:21 am

  This is a plight of a woman.A very true reflaction of a woman’s second class position in our humans. Very recent event in US, however much I am delighted to see a black man in the white house I equally wish it was Hillary Clinton!! When will the world put woman at par with man.

 25. nirlep said,

  February 8, 2009 @ 3:19 am

  stunned

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment