ભીતરે વૈશાખ છે આઠે પ્રહર,
ને અષાઢી આંખ થાતી જાય છે .
પણ તને આ વાત ક્યાં સમજાય છે !
નેહા પુરોહિત

ગઝલ – અંકિત ત્રિવેદી

Ankit Trivedi_Etlu aakash felaavi shaku
(એક અક્ષુણ્ણ ગઝલ ખાસ લયસ્તરો માટે અંકિત ત્રિવેદીના પોતાના અક્ષરોમાં)

એટલું આકાશ ફેલાવી શકું
વાદળોને પાંખ પ્હેરાવી શકું.

રેતશીશીમાં સરકતી રેત છું
વાયરાને કેમ સમજાવી શકું ?

જેમ પંખી માળો શોધે સાંજના
એમ તું આવે તો અપનાવી શકું.

હું ઊગાડું છું તને ખુશબૂસભર,
મૂળમાંથી બીજ પ્રગટાવી શકું.

હાથમાં સરનામું છો તારું રહ્યું,
મન ન હો તો ક્યાંથી હું આવી શકું ?

– અંકિત ત્રિવેદી

પંખી માટે સાંજના ટાણે માળાની જે અનિવાર્યતા છે એવી અને એટલી તીવ્રતા ઝંખનામાં આવે તો જ પ્રિયપાત્રને અપનાવવાની વાત લઈ આવતી એક મનભાવન ગઝલ આ સપ્તાહાંત માટે…

23 Comments »

 1. Jina said,

  January 10, 2009 @ 1:44 am

  અંકિત ત્રિવેદીની કલમે કંઈ પણ વાંચવા મળી જાય એટલે દિવસ સુધરી જાય… અને એ પણ એમના પોતાના અક્ષરોમાં!!

 2. Shailesh pandya BHINASH said,

  January 10, 2009 @ 2:02 am

  ખુબ સરસ…

 3. KAPIL DAVE said,

  January 10, 2009 @ 2:28 am

  ખુબજ સરસ

 4. Kalpendu said,

  January 10, 2009 @ 2:48 am

  ઉજાગરાને ઓશીકે સુવું છું
  સપનાઓ કેવી રીતે સજાવી શકું

  અંકિત ભાઇ ને સાંભળવા અને વાંચવા ની મઝા કઇ ઓર છે.

 5. Dhwani Joshi said,

  January 10, 2009 @ 5:09 am

  ખુબ જ સરસ જેવા શબ્દો અંકિતજી માટે વામણા પડે..! ખરેખર.. એમની વાણી ની સાથે સાથે એમની કલમ પણ કમાલ કરે છે…

  આભાર વિવેકભાઈ..

 6. ડો.મહેશ રાવલ said,

  January 10, 2009 @ 7:29 am

  શ્રી અંકિત ત્રિવેદીની સુંદર અને એમના વ્યક્તિત્વ જેવી અર્થપૂર્ણ ગઝલ,એમના જ હસ્તાક્ષરમાં વાંચવા/માણવા મળી…-ખૂબ ગમ્યું.
  -આભાર.

 7. Vijay Shah said,

  January 10, 2009 @ 10:37 am

  જેમ પંખી માળો શોધે સાંજના
  એમ તું આવે તો અપનાવી શકું.

  સુંદર્…

 8. નીરવ પંડયા.વડૉદરા. said,

  January 10, 2009 @ 11:14 am

  તમારા શેર વાઁચ્યા બાદ ક્યારેક અહોભાવ તો ક્યારેક છાને ખુણે થોડી ઇષાઁ થાય છે.

 9. pragnaju said,

  January 10, 2009 @ 1:58 pm

  હાથમાં સરનામું છો તારું રહ્યું,
  મન ન હો તો ક્યાંથી હું આવી શકું ?
  સરસ

 10. ઊર્મિ said,

  January 10, 2009 @ 2:10 pm

  સુંદર ગઝલ… અંકિતને હાર્દિક અભિનંદન !

  જેમ પંખી માળો શોધે સાંજના
  એમ તું આવે તો અપનાવી શકું.

  આ શે’ર ખૂબ જ ગમી ગયો…!

 11. sudhir patel said,

  January 10, 2009 @ 2:46 pm

  જેટલી માતબર ગઝલ એટલાં જ સુંદર એમના હસ્તાક્ષર!
  અંકિતભાઈને હાર્દિક અભિનંદન!
  સુધીર પટેલ.

 12. jigar shah said,

  January 11, 2009 @ 12:14 am

  hey…dear
  this is rely good gazal……

 13. P Shah said,

  January 11, 2009 @ 5:20 am

  જેમ પંખી માળો શોધે સાંજના
  એમ તું આવે તો અપનાવી શકું…..

  સરસ ગઝલ ! હાર્દિક અભિનંદન!

 14. chetu said,

  January 11, 2009 @ 5:39 am

  વાહ …! હાથમાં સરનામું છો તારું રહ્યું,
  મન ન હો તો ક્યાંથી હું આવી શકું ?

  સુઁદર ..!!

 15. sneha-akshitarak said,

  January 11, 2009 @ 3:11 pm

  ખુબ સરસ
  હાથમાં સરનામું છો તારું રહ્યું,
  મન ન હો તો ક્યાંથી હું આવી શકું ?

 16. Sangita said,

  January 12, 2009 @ 10:19 am

  Very very nice ghazal!

 17. preetam lakhlani said,

  January 12, 2009 @ 12:53 pm

  શ્બ્દના સામથ્યમા શુ છે ?

 18. preetam lakhlani said,

  January 13, 2009 @ 11:55 am

  Congratulations for Beautiful hand writing…..keep it good work…..

 19. Kavita said,

  January 13, 2009 @ 12:47 pm

  જેમ પંખી માળો શોધે સાંજના
  એમ તું આવે તો અપનાવી શકું.

  હાથમાં સરનામું છો તારું રહ્યું,
  મન ન હો તો ક્યાંથી હું આવી શકું ?

  સુંદર શેર.

 20. vishwajit said,

  January 14, 2009 @ 10:56 pm

  હું ઊગાડું છું તને ખુશબૂસભર,
  મૂળમાંથી બીજ પ્રગટાવી શકું
  ફળ તો બધા ખાય પણ
  મૂળમાંથી બીજ પ્રગટાવી
  ફળ ખાવા એજ પ્રાગટ્ય
  અને એજ્ ખુશબૂસભર
  અને એજ્ રસસભર

 21. chandresh shah said,

  January 18, 2009 @ 9:06 am

  કાબિલેદાદ ગઝલ . સરલ શબ્દોમા ચોટદાર ગઝલ

 22. Mitul said,

  March 29, 2010 @ 1:45 pm

  અન્કિત્ ભાઈ તમારો દોસ્ત ને લખેલ પત્ર ખુબ જ સરસ હતો. શુ આપ તે આપી શકો?

 23. nirlep said,

  January 14, 2017 @ 2:12 pm

  જેમ પંખી માળો શોધે સાંજના
  એમ તું આવે તો અપનાવી શકું.

  kya baat…so very awesome & touchy

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment