ઇન્કાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.
મનહરલાલ ચોક્સી

મહેફીલ-એ-સોનલ અને વાર્તા રે વાર્તા

થોડા દીવસ પર મહેફીલ-એ-સોનલ માણવાનો મોકો મળ્યો. ના આ કોઈ કવિ સંમેલન કે મુશાયરાની વાત નથી. આ વાત કેલિફોર્નિયાથી સોનલે શરુ કરેલા પોડકાસ્ટની છે. (પોડકાસ્ટ એ બ્લોગનો બોલકો ભાઈ છે. એટલે કે બ્લોગમાં લખીને રજુઆત કરાય છે એમ પોડકાસ્ટ બોલીને-અવાજથી રજૂઆત કરાય છે. ઓડિયો ફાઈલ ડાઉનલોડ કરીને અથવા તો સ્ટ્રીમીંગ ઓડિયોથી પોડકાસ્ટ સાંભળી શકાય છે.) સોનલ એના પોડકાસ્ટમાં ગઝલ, કવિતા અને ગીતોનું સંમિશ્રણ કરે છે અને એમા ઉમેરે છે પોતાની પસંદગી અને સંસ્મરણો. અત્યાર સુધીમાં સોનલે ત્રણ એપિસોડ પ્રગટ કર્યા છે. ત્રણે માણવા જેવા છે. સોનલના સુંદર અવાજ અને રસાળ શૈલીથી ગીતો અને ગઝલો જીવંત થઈ જાય છે.

સોનલની પોડકાસ્ટની કામગીરી આટલાથી અટકતી નથી. એણે બાળકો માટે ખાસ પોડકાસ્ટ વાર્તા રે વાર્તા પણ શરુ કરેલો છે. ગુજરાતીમાં આ પહેલો જ પોડકાસ્ટ છે. આ પોડકાસ્ટમાં એ ‘બાળ-વાર્તાઓ કહેવાની પારં૫રિક કલા નો પોડકાસ્ટિંગ ની આધુનિક પધ્ધતિ સાથે સમન્વય’ કરે છે. આ પોડકાસ્ટ ખાસ માણવાલાયક છે.

2 Comments »

 1. PlanetSonal said,

  December 22, 2005 @ 1:39 am

  અરે..ધવલ ! હું તો આ વેબસાઇટ પર આજ ની નવી કવિતા જોવા આવી અને મને મારા પોડકાસ્ટ વિષે ના પોસ્ટિંગને જોઇ ને સુખદ આશ્ચર્ય થયુ ! આટલા સરસ પોસ્ટિંગ માટે ખૂબ ખૂબ આભાર. અને કવિ ધવલએ પોડકાસ્ટિંગ ને બ્લોગ ના ભાઇ નુ ઉપનામ આપ્યુ એ વાંચી ને બહુ હસવુ આવ્યુ 🙂 .
  Thanks for all your help! Without your help, the gujarati fonts for Vaarta re vaarta blog wouldn’t have been possible.

  Cheers!

 2. radhika said,

  December 23, 2005 @ 12:34 am

  dhavalbhai tamaro aa laystaro no praytna khuba j sundar chhe pls. navi navi kavitao ena dvara pahochadvanu chalu rakhsho ane nava samachar pan aabhar

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment