સૌ પ્રથમ ચકમક ઝરી, પણ એ પછી
ટાંકણાએ શિલ્પને કેવું ઘડ્યું!
જગદીપ નાણાવટી ડૉ.

સમય નામની કણી – એસ. એસ. રાહી

આવેલી એક તક મેં અમસ્તી જ અવગણી
ખટકે છે તે દિવસથી સમય નામની કણી.

કાગળનો શ્વેત રંગ પછી લાલ થઈ જશે,
એ બીકે આંગળીની નથી કાઢતો અણી.

સંતાડી રાખ ધાબળામાં સૂર્યની ઉષ્મા,
જો હું અમીર થઈ ગયો તડકો વણી વણી.

જખ્મો વિશેના અલ્પ પરિચયમાં આટલું:
બિનવારસી છે લાશ ને કોઈ નથી ધણી.

નવરાશ મળી છે એ ક્ષણે વાંચી છે ડાયરી,
મેં રાત વિતાવી નથી તારા ગણી ગણી.

– એસ. એસ. રાહી

ગઝલમાં બધે દુ:ખ, નડતર, અભાવની વાત છે પણ છતાંય એમાં એક જાતનો સંતોષ વરતાય છે.  એક નિરાંત અનુભવાય છે. જાત સાથે સમાધાન કરી ચૂકેલો માણસ જ તારા ગણવાને બદલે ડાયરી વાંચીને નવરાશ વિતાવે ને ?

7 Comments »

  1. pragnaju said,

    January 4, 2009 @ 6:37 PM

    કાગળનો શ્વેત રંગ પછી લાલ થઈ જશે,
    એ બીકે આંગળીની નથી કાઢતો અણી.
    સરસ
    આદરણીય ભગવતીભાઈ કહે છે
    તૂટી કલમ તો આગળીનાં ટેરવે લખ્યું
    તેથી જ રાતી ઝાંય છે મારા બયાનમા.
    =============
    જખ્મો વિશેના અલ્પ પરિચયમાં આટલું:
    બિનવારસી છે લાશ ને કોઈ નથી ધણી.
    વાહ્
    “દીપ્ કેમ કરે વિસ્વાસ્ એનો,
    બિનવારસી લાશ પડી છે એની,
    એ જિંદગી નો શું ભરોસો ?
    —————————-
    નવરાશ મળી છે એ ક્ષણે વાંચી છે ડાયરી,
    મેં રાત વિતાવી નથી તારા ગણી ગણી.
    શીરમૉર
    કાપે છે લોક તારા ગણી જેના માટે રાત …
    ક્યાં ક્યાં સુધી નથી ગયો તારી પુકાર પર!

  2. Jina said,

    January 5, 2009 @ 3:29 AM

    સુંદર અભિવ્યક્તિ!!!

  3. Pinki said,

    January 5, 2009 @ 6:28 AM

    કાગળનો શ્વેત રંગ પછી લાલ થઈ જશે,
    એ બીકે આંગળીની નથી કાઢતો અણી.

    બહુત ખૂબ !!

    જો કે આખી ગઝલ જ સરસ છે પણ આ શેર …. !!

  4. વિવેક said,

    January 5, 2009 @ 9:06 AM

    સીધી ને સટ… સુંદર ગઝલ…

  5. vishwajit said,

    January 5, 2009 @ 9:35 AM

    નવરાશ મળી છે એ ક્ષણે વાંચી છે ડાયરી,
    મેં રાત વિતાવી નથી તારા ગણી ગણી.
    તારા ગણી ને તારા તો ન બનાય પણ ડાયરી લખિ અને વાંચી ને તારે જમિ પર તો લાવિ જ શકાય

  6. અનામી said,

    January 5, 2009 @ 10:58 PM

    સુંદર ગઝલ.

  7. Pandya Shailesh said,

    February 16, 2013 @ 1:06 AM

    સરસ …….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment