રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.
અનિલ જોશી

મુક્તક – ખલીલ ધનતેજવી

કોઈ સ્થળે બેચાર મરે છે,
ક્યાંક કશે દસબાર મરે છે;
હિન્દુ મુસ્લિમ બંને સલામત,
માણસ વારંવાર મરે છે.

-ખલીલ ધનતેજવી

આજે મુંબઈમાં આતંકવાદી હુમલાને બરાબર એક મહિનો થયો છે ત્યારે ખલીલ ધનતેજવીનું એક મુક્તક. પાકિસ્તાન અને આતંકવાદ- બંનેને જવાબ આપવામાં આપણે સોએ સો ટકા ઉણા જ ઉતરવાના છીએ કારણ કે આપણા નમાલા અને નપુંસક રાજકારણીઓ એક અબજથી વધુ વસ્તી ધરાવતા દેશની સમસ્યાઓના ઉકેલ માટે વિદેશી મદદ પર આધાર રાખી બેઠા છે. યુદ્ધ તો આમેય કોઈ સમસ્યાનો ઉકેલ નથી પણ સ્વાવલંબન વિના પણ કશું શક્ય નથી. ધર્મ અને રાષ્ટ્રની સરહદોથી પરે આપણે એક ‘માણસ’ને મરતો બચાવી શકીએ તો પણ ઘણું…

18 Comments »

 1. ડો.મહેશ રાવલ said,

  December 26, 2008 @ 2:03 am

  બહુ જ સાચી વાતકરી જનાબ ખલીલસાહેબે,આજે પરિસ્થિતિ જ એવી વકરી રહી છે કે, જિંદગીની દરેક સરહદે માણસ રોજ જુદા-જુદા બહાને મરતો રહે છે.

 2. Navaldan rohadia said,

  December 26, 2008 @ 2:41 am

  મુક્તક નીચે તમેજ કરેલી “કોમેન્ટ” ઘણુ કહિજાયછે.
  છતાંય,
  “આ ગુંન્ડાઓ અને નાગાઓથી અમ દેશ સલામત ક્યં સુધી ?
  આ પાવૈયા નઘરોળની વચ્ચે લોક સલામત ક્યાં સુધી ?
  આ નમાલા રાજકારણીઓ રોજ કરેછે નિવેદનો
  માણસાઈ ના મ્રુગજળમાં હવે માણસ સલામત ક્યાં સુધી ? ”
  -મસ્ત ગઢવી

 3. narayan patel said,

  December 26, 2008 @ 3:46 am

  આક્રોશ નો અંન્ત ક્યારે,
  આપણે લાવીએ ત્યારે.

  સરસ મુક્તક છે

 4. Dr. J.K.Nanavati said,

  December 26, 2008 @ 4:00 am

  बस्तीयां उझडे सभी,या खुनकी गंगा वहे
  कश्तीयां चलती रहे उनकी सदा, तुं सब्र कर

  ડો.જગદીપ નાણાવટી

 5. sunil shah said,

  December 26, 2008 @ 7:51 am

  ચોટદાર મુક્તક..

 6. pragnaju said,

  December 26, 2008 @ 8:55 am

  માણસ વારંવાર મરે છે.
  વિચાર વમળ કરે છે…સંતો વારંવાર કહે છે-વારંવાર આવતા શોક ને દુ:ખને વશ થનારા મનુષ્યોમાં બે ખોડ છે. એક તો તેનામાં ઈશ્વરની નિષ્ઠા નથી તે તથા તે એટલી સ્વલ્પ સ્થિતિનો છે કે વૃત્તિઓ તેને રમકડાંની જેમ રમાડયા કરે છે. મોહ આવે છે ને તેને મોહિત કરે છે, તથા રાગદ્વેષ પણ તેની આગળ ફાવી જાય છે. પરંતુ જેણે પોતાનું જીવન ઉન્નત બનાવવું હોય તેણે તો આ સ્થિતિ જીત્યે જ છૂટકો. માટે જ મનને વારંવાર સમજાવવાનું છે – રે મન, કદિ નિરાશ ન થા.વૃત્તિઓને વશ કરવાના તથા મનને જીતવાના અનેક ઉપાય છે. જેમ કે (૧) ઈશ્વરને શરણે જવું (૨) મન કહે તે ના કરવું (૩) મનનું પરીક્ષણ કરતા રહેવું (૪) સત્સંગ (૫) સુંદર પુસ્તકો, સુંદર સ્થાનો ને પુરુષોનો પરિચય કેળવવો (૬) પ્રાર્થના (૭) થોડો ને સાત્વિક આહાર (૮) સેવાના કાર્યમાં લાગ્યા રહેવું (૯) ઉન્નત ને ઉચ્ચ ભાવનાઓ કરવી (૧૦) વારંવારનું ધ્યાન તથા જપ – વગેરે. પરંતુ સુંદર ને સહેલો ઉપાય ઈશ્વરનું શરણ છે. ઈશ્વરના શરણથી દુઃખોનો નાશ થઈ જાય છે. ભય, ક્રોધ, દ્વેષ વગેરે વસ્તુઓ ઈશ્વરનું શરણ લેતાં પલાયન થઈ જાય છે. જીવનમાં હર્ષ-શોક કે નિંદા-સ્તુતિના પ્રસંગો પણ આવા માણસને સ્પર્શી શકતા નથી.

 7. manhar m.mody said,

  December 26, 2008 @ 9:54 am

  સચોટ અને ચોટદાર વાત બહુ જ સંક્ષેપમાં કહેવામાં ખલીલ સાહેબ દા જવાબ નહી.

  આ વિષય ઉપર એક નાનકડી રચના મારા તરફથી ઃ

  આ પાપીઓને ક્યાં સુધી પંપાળશો ? મા ભારતીને ક્યાં સુધી તડપાવશો ?
  હદ થઈ આતંક – અત્યાચાર ની, ત્રિનેત્ર ત્રીજું નેત્ર ક્યારે ખોલશો ?

  શાસક બન્યા છે સ્વાર્થમાં ધ્રુતુરાષ્ટ્ર્ર ને દુશ્મન તણી પીઠ થાબડે છે કૌરવો,
  જનતા બિચારી રાંક થઈ વિનવી રહી, અવતાર લઈ શ્રી ક્રુષ્ણ ક્યારે આવશો ?
  – ‘ મન ‘ પાલનપુરી

 8. "koik" said,

  December 26, 2008 @ 11:07 am

  લ્યો પાછું આ નવું વર્ષ આવી ગયું,
  જુના મટ્યા નથી,ઘા નવા આપી ગયુ.
  તાજ પર હૂમલો થયે મહિનો થયો,
  ડર ગયો નથી,યુધ્ધ ઘરે અવી ગયુ.

  “કોઈક”

 9. uravshi parekh said,

  December 26, 2008 @ 5:05 pm

  માણસ ની કીંમત કાઈ જ રહિ નથી.
  બધા પોતપોતાનુ કર્યા અને ભર્યા કરે છે.
  માણસ નુ મન કેવુ કેવુ વિચારી અને કેવુ કેવુ કરિ શકે છે તે વિચારી પણ ન શકિયે.
  અને તેથિ જ મણસ થકી જ માણસ ને કેટલુ સહન કરવુ પડે છે..
  કોઇ પણ કરણ વિના…

 10. Ramesh Patel said,

  December 27, 2008 @ 9:15 pm

  માનવતાની દુહાઈ ખૂબ દિધી
  તો લોક કહે કાયરોની ટોળી
  મરદ મૂછાળા કેમ સંતાઈને બેઠા
  હાલો હવે તો એક ઘા ને બે કટકા

  વેદના પૂર્ણ રજૂઆત,સોંસરવી ઉતરી જાય તેવી રચના…ખલીલ ધનતેજવીની

  રમેશ પટેલ(આકાશદીપ)

 11. RAJ DANGAR said,

  December 31, 2008 @ 1:18 am

  મારા પ્યારા ગુજરાત મા આજકાલ બોમ્બ ફેકાય છે
  અને એમા સેકડો નીર્દોશ લોકો ની જાન લેવાય છે

  બોમ્બ ફોડનારા તો બસ ટોળામા ભળી જાય છે
  ને કોમવાદના નામે મારું ગુજરાત બદનામ થાય છે

  પાટનગરને લાગી નજર ધડાકામાં નિર્દોષ રહેસાય છે
  માણસ તો માણસ અહીતો ભગવાનને પણ ક્યાં છોડાય છે

  સુરત જેવા શહેરમા જીવતા બોમ્બ મુકી જાય છે
  લાખો નીર્દોષ શ્રમજીવીઓ બીચારા સંકટમાં સપડાય છે

  અરેરે મરતાનેય મારે છે આ નિષ્ઠુરો બેરહમીથી
  હવેતો ઇસ્પીતાલોમા ય મોતનો નાચ ખેલાય છે

  ખુલ્લે આમ ગુજરાત પર ખંજરબાજી થાય છે
  ભારતીમાની ધરતી પર જુલમ અત્યાચાર થાય છે

  દેશ દાઝ એકતાને અખંડતા નિરંતર ઘટતી જાય છે
  ખુલ્લી આંખો ‘રાજ’ની આ જોઈ ચોધાર વરસી જાય છે…

 12. Hemant Solanki said,

  December 31, 2008 @ 12:44 pm

  ન હિન્દુ નિકળ્યા ન મુસલમાન નિકળ્યા,
  કબર ઉઘાડીને જોયું તો ઇન્સાન નિકળ્યા.

 13. mubin said,

  January 1, 2009 @ 3:34 am

  કોઈ સ્થળે બેચાર મરે છે,
  ક્યાંક કશે દસબાર મરે છે;
  નેતા-ધર્મગુરુ બંને સલામત,
  હિન્દુ મુસ્લિમવારંવાર મરે છે.

 14. mubin said,

  January 1, 2009 @ 3:35 am

  કોઈ સ્થળે બેચાર મરે છે,
  ક્યાંક કશે દસબાર મરે છે;
  નેતા-ધર્મગુરુ બંને સલામત,
  હિન્દુ મુસ્લિમ વારંવાર મરે છે.

 15. mubin said,

  January 3, 2009 @ 9:18 am

  કોઈ સ્થળે બેચાર લડે છે,
  ક્યાંક કશે દસબાર લડે છે;
  નેતા-ધર્મગુરુ બંને સલામત,
  હિન્દુ મુસ્લિમ વારંવાર લડે છે

 16. Chirag Patel said,

  January 7, 2009 @ 4:22 pm

  મુક્તક બહુ જ ચોટદાર છે.

  પણ સરકાર કે નેતાઓ વીશેની ટીપ્પણી જચી નહીં. ૧ અબજની વસ્તી ધારે તો ૫૪૪ સારા નેતાઓ પેદા કરી શકે જ. અરે, માત્ર ૧૦% વસ્તીનો ભાગ કે જે ૧૦ કરોડ થાય તેમાંથી પણ ૫૪૪ તેજસ્વી વ્યક્તીઓ ના મળી શકે?

 17. PRATIK said,

  January 8, 2009 @ 5:53 am

  હુ અને તુ બધા અહિ જ વાત કરવાના.
  દુસ્મનો તો અહી આરામથી ચાલી જવાના,

  હવે સમય નથી સમય ને કોસવાનો,
  જીવવુ નથી ડરી ને હવે મારી ને મરી જવાના.

 18. Harsh Panchal said,

  January 26, 2009 @ 6:01 am

  હિંદુ મુસ્લિમ બંને સલામત,
  માણસ વારંવાર મરે છે.

  કોઈ તો પૂછો એ ઈશ્વરને,
  વિનવવા છતાં તું દુખ ક્યાં હરે છે?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment