ભીંતની છાતી ચીરી એક લતા ખૂબ લડી,
મારી પર એમ આ એકલતા બરાબરની ચડી.
વિવેક મનહર ટેલર

નાનીસૂની વાત નથી – હરીશ જસદણવાળા

જીવન આખું અર્પણ કરવું નાનીસૂની વાત નથી;
બળતા હાથે સર્જન કરવું નાનીસૂની વાત નથી.

કક્કાથી કવિતાના રસ્તે શબ્દોનો વિશ્વાસ મળ્યો ?
ભાષા સાથે સગપણ કરવું નાનીસૂની વાત નથી.

માણસ જેવો માણસ આજે માણસમાંથી બાદ થયો,
માણસનું અવલોકન કરવું નાનીસૂની વાત નથી.

તેઓને જીવનમાં સૌથી ઝાઝું હરિનું હેત મળ્યું,
એ સંતોનું ચિંતન કરવું નાનીસૂની વાત નથી !

– હરીશ જસદણવાળા

11 Comments »

 1. manhar m.mody said,

  December 3, 2008 @ 3:37 am

  એક સુંદર ગઝલ. ભાવ અને અર્થપૂર્ણ. સરળ શબ્દો અને પ્રવાહિતાથી વારંવાર વાંચવી ગમે તેવી ગઝલ.
  -‘મન’ પાલનપુરી

 2. Pinki said,

  December 3, 2008 @ 4:08 am

  કવિએ કહી તે કઈ નાનીસૂની વાત નથી……… !!

 3. Dr.Vinod said,

  December 3, 2008 @ 8:33 am

  બહુ જ સુંદર ગઝલ….! માણવાની મઝા આવી. કવિએ નાનીસૂની નહીં મોટી વાત કહી છે

 4. Shah Pravinchandra Kasturchand said,

  December 3, 2008 @ 8:42 am

  રોજ રોજ વાંચો,વાંચો વાંચોને ભૂલી જાઓ.કદી પાછું યાદ ન આવે.
  કાયમ યાદ રહે એવું જ્યારે મળે વાંચવા, એ નાનીસૂની વાત નથી.

 5. pragnaju said,

  December 3, 2008 @ 10:10 am

  તેઓને જીવનમાં સૌથી ઝાઝું હરિનું હેત મળ્યું,
  એ સંતોનું ચિંતન કરવું નાનીસૂની વાત નથી !
  સત્ય વાતની સહજ સરળ અભિવ્યક્તી
  એ સત્ય પ્રત્યે જાગ્રત રહેવું એ કાંઇ નાનીસૂની વાત નથી
  અને ગંમ્મતમાં વિચારીએ તો
  ગુજરાતી એકટ્રેસને તમિલ ફિલ્મોમાં કામ કરવું હોય
  આખેઆખી સ્ક્રીપ્ટ દેવનાગરી લિપીમાં છપાઈને મળી જાય!
  ‘તન્નીર-તન્નીર’ કહીને તમે પાણી માગી શકો,
  અને ‘સાપડ ઇંગે વા’ કહીને જમવાનું મંગાવી શકો.
  એ નાની સૂની વાત નથી

 6. Jayshre said,

  December 3, 2008 @ 10:53 am

  માણસ જેવો માણસ આજે માણસમાંથી બાદ થયો,
  માણસનું અવલોકન કરવું નાનીસૂની વાત નથી.

  આ શેર ઘણો ગમ્યો..!

 7. uravshi parekh said,

  December 3, 2008 @ 1:02 pm

  સરસ..
  સરળ ભાષા મા ઘણિ સરસ વાત કહિ.
  માણસ જેવો માણસ આજે માણસ મા થિ બાદ થયો,
  માણસ નુ અવલોકન કરવુ નાનિ સુની વાત નથિ.
  આટલી મોટિ વાત કરવી નાની નાની પન્કતિ મા,એ નાનિસુની વાત નથી.

 8. ડો.મહેશ રાવલ said,

  December 3, 2008 @ 1:42 pm

  સહુથી પહેલાં સધ્ધર રદિફ બદલ કવિને અભિનંદન અને જે રીતે આખી ગઝલના હાર્દમાં વણાયો છે, એ પાકટ કલમની સિધ્ધી છે.

 9. kantilalkallaiwalla said,

  December 3, 2008 @ 2:51 pm

  pothi laine padhata, harine ubhi bazare venchata, zupandi mathi mahelma prajane paise jata/raheta. e sant nathi pan satan chhe e pahela jani levu e nani suni vat nathi. Sacha sant male jene harinu het maliyu chhe e malava nani suni vat nathi.Sacha to malse tyarechintan enu karsu pan atyare khotane joi enathi door rahevu e nani suni vat nathi.

 10. shriya said,

  December 3, 2008 @ 8:36 pm

  વાહ!..

  માણસ જેવો માણસ આજે માણસમાંથી બાદ થયો,
  માણસનું અવલોકન કરવું નાનીસૂની વાત નથી

  સરસ શેર છે!…

 11. Lata Hirani said,

  December 5, 2008 @ 6:53 am

  આવી સરસ કવિતાઓ આપો એ નાનીસુની વાત નથી..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment