ઘસાતો હોય જળ માટે ને જળ ના આંગળી ઝાલે,
હવામાં હોય ખામોશી ખડક દ્વારા, ખડક માટે !
નિર્મિષ ઠાકર

મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં…

વ્હાલા મિત્રો,

મુંબઈમાં ફરી એકવાર થયેલા ભારતવર્ષના ઈતિહાસના સૌથી મોટા આતંકવાદી હુમલાના સમાચાર આપે જાણ્યા જ હશે. તાજ અને ઑબેરોય જેવી પંચતારક હોટલ, રેલ્વે સ્ટેશન અને અન્યત્ર સ્થળો પર થયેલા ઢગલાબંધ બૉમ્બ વિસ્ફોટ, અંધાધૂંધ ગોળીબાર અને આગજનીના કારણે સેંકડો નિર્દોષ લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. એ જિંદગીઓ ઉપર અવલંબિત સેંકડો કુટુંબો પોતાના ભવિષ્યના સ્વપ્નાંઓના ફુરચેફુરચા ઊડતાં અનુભવી રહ્યાં હશે. કેટલાય લોકો ઘાયલ થઈને બચી ગયા જેઓ આખી જિંદગી મૃત્યુના દરવાજે ટકોરા મારી પાછાં ફર્યા હોવાનો અનુભવ હાશકારાથી નહીં પણ હાયકારાથી અનુભવતા રહેશે. મુંબઈ અને ભારતવર્ષની કરોડોની જનતા અવારનવાર કોઈપણ પૂર્વચેતવણી વિના ગમે તે સ્થળે અને ગમે તે સમયે ગમે તેના પર થતા આ આતંકવાદી હુમલાઓના પરિણામે સતત અસુરક્ષિતતાના ઓથાર તળે જીવતી થઈ જશે…

…કદી જેનો અંત આવવાનો જ નથી એવા આ ભયાવહ દુઃસ્વપ્નના વિરોધમાં અને નિર્દોષ મૃતકોના માનમાં ‘લયસ્તરો’ આજે એક દિવસ પૂરતું મૌન પાળશે. જાણીએ છીએ કે અમારા આ નાનકડા વિરોધનો કોઈ અર્થ નથી. પણ અમે જણાવવા માંગીએ છીએ કે અમે પણ આ હુમલાના કારણે ઘવાયા છીએ. અમે એ પણ જણાવવા માંગીએ છીએ કે ઝેડ કેટેગરીના સુરક્ષાકવચ વચ્ચે નિરાંતે ઊંઘતા અર્થહીન અને સંવેદનહીન રાજકારણીઓથી અલગ અમારા પોતાના આત્માની શુદ્ધતા અને મુઠ્ઠીમાં સતત શ્વસતા મૃત્યુને અડોઅડ અડધીપડધી ઊંઘ સાથે પણ અમે આવા હિચકારા અને કાયર હુમલાઓથી ડરતા નથી… અમે નથી હિંદુ કે નથી મુસલમાન. અમે સહુ માત્ર ભારતીયો જ છીએ. અમે સહુ સાથે જ હતા અને સાથે જ રહીશું…
અસ્તુ !

22 Comments »

 1. Taha Mansuri said,

  November 28, 2008 @ 1:00 am

  આતંકવાદીઓ જે ચાહે તે કરી લે પણ તેઓ આ દેશના લોકોની એકતા તોડી નહિં શકે.
  આતંકવાદીઓનો કોઇ ધર્મ નથી હોતો અને તેમનો કોઇ ધર્મ હોઇ શકે પણ નહિં,
  કારણકે વિશ્વનો કોઇ પણ ધર્મ નિર્દોષોનું લોહી રેડવાની પરવાનગી નથી આપતો.

  “આદિલ મન્સૂરી” સાહેબની આ ગઝલ આંતકવાદીઓ માટે ……………..

  હાટો જુદી કરી ને હટાણાં જુદા કર્યાં
  એકેક વીણી વીણી ઘરાણાં જુદા કર્યાં

  જોવાનું દ્શ્ય જ્યારે વહેંચી શક્યા નહીં
  ત્યારે બધાયે ભીંતમાં કાણાં જુદા કર્યાં

  જીવતર-પછેડી જેને બધા ઓઢતા હતા
  તેના બધાય તાણા ને વાણા જુદા કર્યા

  ભેગા મળીને જેના ઉપર ઘર ચણ્યું હતું
  પાયાઓ ખોદી ખોદી તે પાણા જુદા કર્યા

  સાગમટે લઈ જવા પડ્યા સહિયારી કબ્રમા
  આવ્યા’તા ત્યારે સર્વના આણાં જુદા કર્યાં

  અવકાશમાં ધુમાડો બધો એક થઈ રહયો
  ધરતી ઉપર ભલે તમે છાણાં જુદા કર્યાં

  ખખડાટ વાસણોનો વધ્યો જ્યારે ખોરડે
  તે છાપરા તળે ન સમાણા જુદા કર્યા

  ખેતરમાં સૌએ સાથે મળી ખેડ તો કરી
  જ્યારે ફસલ લણાઈ તો દાણા જુદા કર્યા

  ભૂખ્યાજનોને પારણાં કરવાને નોતરી
  મોઢાંઓ જોઈ જોઈને ભાણાં જુદા કર્યાં

  આ જીદંગી જ એક ઉખાણું હતું પ્રથમ
  આગળ જતા બધાયે ઉખાણાં જુદા કર્યાં

  મનસુબા રાતોરાત બધા પાર પાડવા
  પારંગતો હતા જે પુરાણા જુદા કર્યા

  યાદીઓ જોતજોતામાં તૈ્યાર થઈ ગઈ
  જેના લલાટે લેખ લખાણા જુદા કર્યા

  દુર્ભાગી માણસોના મરણના બજારમાં
  સૌદાગરોએ વિશ્વમાં નાણાં જુદા કર્યાં

  માણસના હાથે જીવતા સળગાવ્યા તેનાથી
  ભૂકંપે જીવતા જે દટાણા જુદા કર્યા

  બે આંખનીયે કોઈને નડતી નથી શરમ
  પાડોશીઓ જે જોઈ લજાણા જુદા કર્યા

  કોઇએ ગદ્ય, ગીત અને કોઈએ ગઝલ
  આદિલ બધાયે પોતાના ગાણાં જુદા કર્યાં

 2. nilam doshi said,

  November 28, 2008 @ 3:54 am

  હૈયુ હચમચાવી મૂકનારા દ્રશ્યો મજબૂર બનીને જોઇ રહેવું પડે છે. એમની સંવેદના આપણા સહુની બની રહો..

  આ બધાનો કયારેય અંત હશે ખરો ? કોઇ આરો કે ઓવારો આવશે ખરો ? કયારે ?

 3. Meena Chheda said,

  November 28, 2008 @ 4:05 am

  મિત્ર વિવેક,

  મૌન વિરોધની એની પોતાની ક્ષમતા હોય જ છે.

  મીના છેડા

 4. Dr. Dinesh Karia said,

  November 28, 2008 @ 5:59 am

  આવા કપરા સમયમાં આપણા સૌ માટે આતંક્વાદીઓ સાથે લડી પોતનો જીવ આપી દેનારા જાંબાઝ જવાનોને શત શત વંદન

  દિનેશ કારીઆ

 5. sudhir patel said,

  November 28, 2008 @ 6:16 am

  નબળા અને નમાલા રાજકારણીઓને કારણે પ્રજાએ ક્યાં સુધી સહન કરવાનું?
  સુધીર પટેલ.

 6. kantilalkallaiwalla said,

  November 28, 2008 @ 7:32 am

  Did Gandhi, the father of non-cooperation policy, advise
  Indian army not to be withthe British Government ? Did not Gandhi, the preacher of Ahimsa, has given chicken soup in asram at sabarmati to Khan Abdul Gaffar Khan?Did not the worshipper of Truth Yuddhistar, say Naro va Kunjaro”. We,public, i, you and we all, should keep these facts in front of us. and should understand that our mildness has been always considered as our weakness., we should not blame any politician or other factors. we should blame first to attacters and then to us(i and you, public). We are burning bus. We are fighting for the name-change of road or hall but we(i and u) are cowards. we must read poetry translated by makranddave and should know our weakness. We must improve ourselves. when i say we, i am included. We should be brave and should encourage braves (tribe of gandhi and tribe of yudhistar).Can we unite?solution only lies in unity. Read poetry(repeating here again) translated by Makrand Dave(Bhavanuvad)

 7. Dr.Vinod said,

  November 28, 2008 @ 7:59 am

  નમાલા નેતાઓને કારણે આપણે ઘણું ગુમાવ્યું છે. આપણી સલામતી માટે જાન આપનારા જવામર્દ જવાનો ને સલામ…..
  વન્દે માતરમ….

 8. Pinki said,

  November 28, 2008 @ 8:11 am

  ……………….

 9. Vijay Shah said,

  November 28, 2008 @ 8:18 am

  મૌન્.
  આતંકવાદીઓના જુલ્મો સામે?
  મૌન
  પૈસા કમાવાની સ્વાર્થી તકને સાધવા મથતા અમીચંદો સામે?
  મૌન
  આત્ંકો ફેલાવતા આતંકવાદીઓ તત્વો સામે?

  ના ના ના.
  ભારતીય સેના અને પોલીસોને તાકાતવર કરવા ચલો આપણે સૌ બોલીયે

  દુર હટો એ આતંકવાદીઓ હિંદુસ્તાન હમારા હૈ

 10. Bhargav maru said,

  November 28, 2008 @ 9:53 am

  hats off to all those solders, police men, volunteers and evrery one who stood by and never loose a faith…
  I think its time to move on with so called “peace” and time to make them realise that this is not a good idea to mess it up with us INDIANS….

  once again lots n lots of blessings to all solders…U guys r our HEROS….

  last… may god bless all those inocent ppl who lost their life in this tragic and disgressful incident…

  @;-

 11. pragnaju said,

  November 28, 2008 @ 10:28 am

  એકલા ભારતિયો જ નહીં પણ અમે વિશ્વ માનવો આતંકના હિચકારા અને કાયર હુમલાઓથી ડરતા નથી…

 12. Dr. J. K. Nanavati said,

  November 28, 2008 @ 2:48 pm

  હા….ય…..કા….રો…..

  નખ અમારી આંગળીના દે ઝખમ, ઉછાંછળાં
  આળ પંપાળો છતાંયે શેં રહે છે વેગળા

  હાર હમદર્દી તણાં હીરલે જડી પહેરાવીયા
  શી ખબર કે એજ હીરા કાપશે સૌ ના ગળા

  દેશ છોગાળો દિસે, થનગન થતાં સૌ મોરલા
  સ્થિર થઈ ઊભો તો જાણો કેટલા પગ પાંગળા

  સાવ સમજી ને વિચારી દોસ્ત ડગલું માંડીયે
  ભેદ ભેરુ ના અને એરુ તણા બહુ પાતળા

  ક્રોધના દરિયા ઊડી ઉંચે ચડીને આભમાં
  હેત નિર્મળ નીરનાં ક્યારે વરસશે વાદળાં

  ચાંદ પર પહોંચ્યા તમે તો સહેજ આગળ પૂછજો
  એ ખુદા બહેરા તમે છો, કે પ્રભુ છો આંધળા

 13. Ramesh Patel said,

  November 29, 2008 @ 1:44 am

  વ્યંગ કવન
  દિલમાં દર્દ અને દેશ ભક્તોની કુરબાનીને સલામ સાથે

  ભગ્ન હૃદયી ભારતવાસીને આતંકવાદી પાસેથી હાથ લાગેલી એક CD

  દે સવાયા સાથ સાળા સમ નેતા, ના થાશો લાચાર

  આ છે ભોળા ભારતની ,દૃષ્ટિહીન મોહક રે સરકાર

  આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ

  લઘુ બાંધવના માવતર નેતાઓની ,લાગી આજ કતાર

  ધૃતરાષ્ટના અવતાર ગૃહ પ્રધાનો,આવી દેશે માથે હાથ

  મતદાનની ભૂખી માછલીઓ ના પીછાણે,વૈશ્વિક આતંકવાદ

  આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ

  કાશ્મીર પછી દિલ્હી ને હવે, જુએ મુંબઈ સ્વાગતની વાટ

  મંદિર ચોરે ચૌટે રક્ત ધારાની રંગોળી,દેશે શોભા અપાર

  માનવતાના થઈ પૂંજારી,હરખશે ભારતવાસી થવા મહાન

  આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ

  કોઇ વિરલાનું લોહી ઉકળશે ને થાશે જો એ વિશ્વામિત્ર

  ગૃહ પ્રધાન મીડીઆના સંગે વદે, જૂઓ અમારા દુશ્મનનું છે ચિત્ર

  રાષ્ટ્ર ભક્તો થાશે શહીદ ને ખૂણે રડશે તેની માત

  તારી વહારે ધાશે વકીલો ને બહુ રુપીયાઓની જમાત

  આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ

  ધન્ય તમે તો તમને મળી મન મોહક સરકાર

  આવું ટાણું નહીં મળે વારંવાર,પધારી કરશો રે તારાજ

  રમેશ પટેલ(આકાશદીપ)

 14. ચૈતન્ય એ. શાહ said,

  November 29, 2008 @ 1:59 am

  lots n lots of blessings and salutes to all solders…policemen…..commandos….U all r our REAL HEROS….

  may god bless all those inocent ppl who lost their life in this tragic and disgressful incident…

 15. Sandhya Bhatt said,

  November 29, 2008 @ 7:05 am

  એક પલ એવિ ખુદા સૌને મળે,જાણવા કે કેટલુ નુકસાન છઍ

 16. Sandhya Bhatt said,

  November 29, 2008 @ 7:12 am

  મોટા થૈને બાળહરકત જે કરે ઍમને ઍવુ કહો નાદાન છે

 17. Ramesh Patel said,

  November 29, 2008 @ 2:40 pm

  ભારતના શૌર્યવાન સપૂત સંતાનો એવા કમાન્ડો, મીલેટરી જવાનો, ફાયર બ્રીગેડ કે જેઓ જાન હથેલીમાં
  રાખી, આતંકવાદના સફાયા માટે મેદાનમાં બહાદૂરીથી ઉતર્યા, તેમને ગર્વ અને આદર સાથે આ
  “રણભેરી” રચના અર્પણ.
  મા ભારતીના લાલ થઈ આવો જંગમાં સાથે મળી ઝૂકાવીએ,
  રમેશ પટેલ(આકાશદીપ)

  2- રણભેરી
  વાગે રણભેરી ને ગાજતું ગગન, ના ઝૂકજે દેખી દુશ્મનોનાં દમન
  તારો ભરોસો રે ભગવાનને અટલ, અપલક અવનિ નીરખે તારું શૂરાતન
  જુસ્સાથી જંગ તમે ખેલજો જવાન, દીધી છે આણ ધરી સૂરજની શાખ
  ગજાવજો સમરાંગણ શૌર્યથી દિનરાત, રચજો કીર્તિગાથા માભોમને રે કાજ
  માનવતાએ આજ દીધો તુજને મહાસાદ, યુધ્ધ એજ માનજો હવે કલ્યાણ
  જુલ્મોને આપવા સવાયો જવાબ, સમરાંગણે શૂરાઓ આજ કરજો પ્રયાણ
  દાવપેચી દુશ્મનોએ ધરિયાં બહુરૂપ, શતરંજની ચાલથી ખેલશે રે દાવ
  શૌર્યથી શોભાવજો સિંહકેસરીની કાયા, ધર્મપથથી રાહે ઝીલજો રે ઘાવ
  આ ધરણીએ પાયાં પ્રેરણાનાં પાન, જાગો રે જાગો મા ભોમના સંતાન
  આતતાયી ઠેરઠેર ખેલે રે અગન, મસ્તકે કફન બાંધી ખેલો રે જવાન
  સુણજો માભોમના અંતરના સાદ, જંગમાં ઝુકાવો લાલ કરતા સિંહનાદ
  ધ્રુજાવજો ધરણી ને શત્રુઓના હામ, રખોપા કરજો તમે ભારતીના લાલ
  દીઠા તારા બાહુમાં હસ્તીનાં રે બળ, રોમરોમ પ્રગટે સાવજના શૌર્ય
  મહા ભડવીર હૈયામાં રાખજો રે હામ, હાક દેજો માનવતાની રાખવાને લાજ
  રમેશ પટેલ ‘આકાશદીપ’

 18. dharmesh patel said,

  November 29, 2008 @ 4:06 pm

  Where is Mr Raj Thakre now?
  where is his all MARATHI MANUS?
  MAJOR SANDIP WHO SACRIFICE HIMSELF FOR BOMBAY IS FROM BIHARI REGIMENT

  WE CHALLENGE THE OPPURTUNISTIC LEADER LIKE THAKRE TO STOP DIVIDING PEOPLE ON THE BASIS OF CAST AND CREED.
  JAI HIND ……..VANDE MATARAM

 19. Bina Trivedi said,

  November 29, 2008 @ 7:05 pm

  Maun! For all the innocent people who lost their lives. May their souls rest in peace. Bina

 20. DARSHANA DESAI. said,

  December 3, 2008 @ 2:54 am

  પ્રજા એ આતંકવાદ સામે જાગ્રુત થવું પડશે. ” મારે શું?” કે “આપણૅ શું? ” એ વ્રુત્તિ સૌએ છોડવી પડશે. શહિદોને શત શત નમન. પ્રભુ એમના પવિત્ર આત્માને શાંતિ આપો.

 21. RAJ DANGAR said,

  December 3, 2008 @ 3:05 am

  jidagi rupi kitabma me nam tamaru lakhi rakhiyu hatu ,
  savare jagine joyu to tame kitabnu panu fadu nakhiyu hatu………

 22. Lata Hirani said,

  December 8, 2008 @ 11:52 am

  વિવેકભાઇ, મળે તો શનિવારના ભાસ્કરમાં દિપક સોલિયાનો લેખ વાંચજો. મને ફાઇલ મળે એટલે મેઇલ કરીશ. હવે લોકોએ જાગવાની જરુર છે. તમારા વિરોધમાં સૌનો સાથ હોય જ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment