શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.
વિવેક મનહર ટેલર

આકાશ – ચિનુ મોદી

આકાશ દયાળુ છે
નહીંતર
આપણે માટે
ધગધગતો સૂરજ,
કાતિલ ઠંડકથી
દઝાડતો ચંદ્ર
છાતીએ ચાંપે ?
વરસાદ માટે
છાતીમાં કાણાં શું કામ પાડે ?
અને આપણી
આડોડાઈ તો જુઓ:
આપણાં પર પડતાં
તમામ દુઃખોનો દેનારો ક્યાં ?
એમ પૂછાય ત્યારે
આપણે આંગળી
તો
આકાશ સામે જ ચીંધીએ છીએ.

-ચિનુ મોદી

એક સાવ જ સરળ છતાં મનનીય કવિતા…

7 Comments »

  1. varsha tanna said,

    November 22, 2008 @ 8:09 AM

    ચીનુમોદીની લાક્ષનણિક કવિતા. હદ્ય મન સુધી બહુ ઓછા શબ્દોમા પહોચી જાય છે.

  2. mahesh Dalal said,

    November 22, 2008 @ 10:11 AM

    બહુ જ વેધક … અને હ્રિદય સ્પર્શિ.. સલામ ચિનુ ભાઈ…

  3. pragnaju said,

    November 22, 2008 @ 10:14 AM

    આકાશ સામે જ ચીંધીએ છીએ.
    સરસ…બીજી રીતે જોઈએ તો વર્ષ ૨૦૦૯ ‘આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોનોમી વર્ષ’ છે એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિકસ પ્રત્યેની જીજ્ઞાસા પહેલાં કરતાં વધી છે આ અભિયાનોના આગળના તબક્કાઓ માટે હવે એસ્ટ્રોનોમીસ્ટોની મોટી સંખ્યામાં જરૂર પડશે.એસ્ટ્રોનોમી વિષય અંતર્ગત સોલર ફિઝિકસ, ગેલેકસી ફિઝિકસ અને કોસ્મોલોજીનો શીખવું જરુરી છે

  4. uravshi parekh said,

    November 22, 2008 @ 8:44 PM

    આકાશ નુ મહત્વ અપણે કોઇ દીવસ વિચાર્યુ પણ ન હોય તે રીતે સરસ રિતે કહ્યુ છે.
    માનવ સ્વભાવ નુ પણ ઍક નાનિ એવિ પન્ક્તિ મા વર્ણન કરી દિધુ છે,

  5. સુનિલ શાહ said,

    November 23, 2008 @ 11:58 PM

    સરસ…ચોટદાર વાત..ખૂબ ઓછા શબ્દોમાં.

  6. kantilalkallaiwalla said,

    November 25, 2008 @ 5:14 AM

    સરલ સાદિ સુન્દર કવિતા.

  7. Manan Desai said,

    July 28, 2011 @ 12:20 PM

    તદ્દન સત્ય વાત કરિ………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment