તારા વિચારમાંય કોઈ તડ પડી ગઈ
મોજું સભાનતાનું અટકતું નથી હવે
– જવાહર બક્ષી

આદિલ મન્સૂરીને ગઝલ-અંજલી – ભગવતીકુમાર શર્મા

અ-પૂર્વ, નવ્ય ને ઉજ્જળ અચલ મળે, ન મળે!
ગઝલનો આવો મનોહર મહલ મળે, ન મળે!

ફરીથી આટલી ઉમદા ગઝલ મળે, ન મળે!
ગઝલનું શોભિતું શતદલ કમલ મળે, ન મળે!

કરી તે કાયાપલટ ગુર્જરી ગઝલ કેરી;
ફરી એ ગઝલો, એ મુક્તક તરલ મળે, ન મળે!

પરંપરાઓને તોડી છતાં ગઝલ કાયમ;
ફરી ગઝલનો એ નવલો અમલ મળે, ન મળે!

લચી પડ્યા છે હવે ખેતરો ઘણાં કિન્તુ;
ઉતારી તેં જે ગઝલની ફસલ મળે, ન મળે!

નવી જ ભોંય તેં ભાંગી પુરાણા વિસ્તારે;
ફરીથી આવી કો સિદ્ધિ વિરલ મળે, ન મળે!

– ભગવતીકુમાર શર્મા

આદિલસાહેબને ભગવતીકુમાર શર્માની અંજલી, આદિલસાહેબની સૌથી પ્રસિદ્ધ ગઝલના રદીફને કાયમ રાખીને લખેલી ગઝલ સ્વરૂપે.

9 Comments »

  1. Jina said,

    November 8, 2008 @ 2:55 AM

    પરંપરાઓને તોડી છતાં ગઝલ કાયમ;
    ફરી ગઝલનો એ નવલો અમલ મળે, ન મળે!

    ખરેખર…

  2. dr.Nanavati said,

    November 8, 2008 @ 4:43 AM

    આદિલ સાહેબને નમ્ર શ્રધ્ધાંજલિ…

    આદિલને
    આ દિલની
    …સદા….

    ચુક્યો ધબકાર રે આદિલ, ખુદા
    થયો પુરવાર ના-કાબિલ ખુદા

    હતું કોમળ, ઋજુ, સાલસ હ્રદય
    તમે પથ્થર સમા કાતિલ ખુદા

    ગઝલને, આંગળી ઝાલી અને
    પુગાડી આગવી મંઝિલ ખુદા

    ખુદાઈ એમની ભારે પડી..!!
    બડો કમજોર ને બુઝદિલ ખુદા..

    ખજાનો કેટલો ભાર્યો હજુ
    કરી લેજે બધું હાંસિલ ખુદા

    ભલે શાયર કર્યો જન્નત નશીં
    હવે દોખઝ અમારાં દિલ ખુદા

  3. વિવેક said,

    November 8, 2008 @ 9:47 AM

    લચી પડ્યા છે હવે ખેતરો ઘણાં કિન્તુ;
    ઉતારી તેં જે ગઝલની ફસલ મળે, ન મળે!

    – સો ટચના સોના જેવી ખરી વાત…

  4. pragnaju said,

    November 8, 2008 @ 5:49 PM

    લચી પડ્યા છે હવે ખેતરો ઘણાં કિન્તુ;
    ઉતારી તેં જે ગઝલની ફસલ મળે, ન મળે!

    નવી જ ભોંય તેં ભાંગી પુરાણા વિસ્તારે;
    ફરીથી આવી કો સિદ્ધિ વિરલ મળે, ન મળે!

    ખૂબ સુંદર

  5. Pravin Shah said,

    November 8, 2008 @ 11:42 PM

    ફરીથી આટલી ઉમદા ગઝલ મળે, ન મળે!….
    સાચી જ વાત !

  6. અધૂરી ગઝલ « ગુર્જર કાવ્ય ધારા………a way of talking said,

    November 9, 2008 @ 12:20 AM

    […]  https://layastaro.com/?p=1376 […]

  7. Taha Mansuri said,

    November 11, 2008 @ 12:03 AM

    રવિવારે સ્વર્ગસ્થ આદિલસાહેબને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ
    ગુજરાત સાહિત્ય પરિષદ ખાતે યોજાઇ ગયો.
    જેમાં આદિલસાહેબનાં “રે મઠ”નાં મિત્રો
    ચિનુ મોદી,લાભશંકર ઠાકર,રાજેન્દ્ર શુકલ,વારિસ અલવી
    અને રઘુવીર ચૌધરી વગેરે હાજર રહ્યા હતા.
    વારિસ અલવીએ જણાવ્યું હતું કે લોકો ભાગ્યે જ એ વાત
    જાણતા હશે કે આદિલ ફક્ત આધુનિક ગુજરાતી ગઝલનાં જ
    પ્રણેતા નહોતાં પરંતુ તેમણે ઉર્દુ ગઝલક્ષેત્રે પણ
    મુહમ્મદ અલવીની સાથે મળી આધુનિકતાનાં મંડાણ કર્યાં હતાં.
    ચિનુ મોદી,લાભશંકર ઠાકર અને રઘુવીર ચૌધરીએ આદિલસાહેબ
    સાથેનાં તેમનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં.
    ચિનુ મોદીએ જણાવ્યું હતું કે આદિલનાં જવાથી ગુજરાતી ગઝલ
    ફરી એક વખત રાંક બની છે.
    અમર ભટ્ટ અને શ્યામલ-શૌમિલ મુન્શીએ આદિલ સાહેબની
    ગઝલોનું ગાન કર્યું હતુ.
    શોક ઠરાવનાં વાંચન અને મૌન પાળ્યાં બાદ સભાનું
    સમાપન થયું હતું.

    મ્રુત્યુ બાદ જ એ સપનું ફળે “આદિલ”,
    વતનની ધુળમાં ધરબાયેલા રેહવાનું.

    ………. પણ અફસોસ આદિલસાહેબનું આ
    સપનું પુરું ના થઇ શક્યું.
    સ્વર્ગસ્થને સો સો સલામ.

    તેમનાં જ એક શેર દ્વારા તેમને અંજલી…

    મુંહફટ થા,બે-લગામ થા,રુસ્વા થા, ઢિઢ થા,
    જૈસા ભી થા વો દોસ્તો મેહફિલ કિ જાન થા.

  8. sonal said,

    November 11, 2008 @ 5:33 AM

    એક વાર ફરિ થિ સ્વજન ગુમાવ્યા નુ દુખ થયુ અને ખુબ સરસ અન્જલિ આપિ શ્રિ ભગવતિ પ્રસાદ શર્મા એ

  9. kantilalkallaiwalla said,

    November 15, 2008 @ 11:15 PM

    Dream and wish of Adil Mansuri to leave his last breath in motherland has not been materialized. Budh Bhikhu went to China for spread of Budhism, his last wish was also to leave his last breath in mother land. In Kabuliwala picture,an ordinary man of Kabul also wishes he leaves his last breath in his motherland. All the lovers of their motherland have always desired to leave his last breath in their motherland, whether one his priest , poet or passer by. Adil Mansoori has given us best Ghazal to read, enjoy and understand beuty of ghazals. now he has gone to jahnat, where god/bhagwan/allah wants Adil to be there to entertain HIM with Ghazals.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment