તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?
અંકિત ત્રિવેદી

ગઝલ – હેમાંગ જોશી

પાંપણે ઊભો રહી જોયા કરું,
સ્વપ્ન તો યે આંખમાં ખોયા કરું.

લઈ હવાનો હાથ બેઠો શહેરમાં,
મ્હેકની રેખા હજી શોધ્યા કરું.

ડાઘ મનના વસ્ત્ર પર દેખાય તો,
હું ગઝલ દ્વારા પછી ધોયા કરું.

ઊર્મિઓના વેશમાં મૂંગો છતાં,
સ્પર્શથી જાણે સતત બોલ્યા કરું.

ત્યાં તમે ‘જોશી’ રહેજો સાબદા,
જાત સાથે ખુદને જ્યાં તોલ્યા કરું.

– હેમાંગ જોશી

હવાનો હાથ લઈને મહેકની રેખા શોધતા કવિની નવ્યતર કલ્પનસભર આ ગઝલ ગમી ન જાય તો જ નવાઈ…

6 Comments »

 1. Pravin Shah said,

  October 31, 2008 @ 4:30 am

  સુંદર ગઝલ !
  રાત-દિવસ ચોકી કરી તોય સપનો તો ખોવાઈ જ ગયાં.
  આ જ તો જિન્દગીની વિડંબના છે !
  આભાર !

 2. pragnaju said,

  October 31, 2008 @ 10:05 am

  મઝાની ગઝલ
  પાંપણે ઊભો રહી જોયા કરું,
  સ્વપ્ન તો યે આંખમાં ખોયા કરું.
  લઈ હવાનો હાથ બેઠો શહેરમાં,
  મ્હેકની રેખા હજી શોધ્યા કરું.
  શેરો ગમ્યા
  ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે,
  હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ?
  ક્યાં જઈ હવે એ સ્મિતની હળવાશ માણશું ?
  હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો !

 3. ધવલ said,

  October 31, 2008 @ 11:23 am

  લઈ હવાનો હાથ બેઠો શહેરમાં,
  મ્હેકની રેખા હજી શોધ્યા કરું.

  – સરસ !

 4. Natver Mehta,Lake Hopatcong,NJ,USA said,

  October 31, 2008 @ 12:45 pm

  સુંદર ગઝલ
  પાંપણે ઉભા રહેવાની કલ્પના અતિસુંદર!!

  સપનામાં જે મળ્યા છે તે હકીકતમાં ખોયા છે.
  સનમ, મેં દિલના દાગ આંસુઓથી ધોયા છે.

  રાતભર જાગીને થઇ છે તમારી આંખ લાલ
  ને અમો તો રાતભર તમારી યાદમાં રોયા છે.

  નટવર મહેતા
  http://natvermehta.wordpress.com/

 5. GAURANG THAKER said,

  November 3, 2008 @ 1:34 am

  વાહ હેમાગ સરસ ગઝલ…….મઝા આવી…..

 6. ઊર્મિ said,

  November 3, 2008 @ 9:31 am

  ડાઘ મનના વસ્ત્ર પર દેખાય તો,
  હું ગઝલ દ્વારા પછી ધોયા કરું.

  વાહ… મજા આવી… સુંદર ગઝલ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment