હું ભણું છું એમનો ચહેરો, અને એ-
ક્લાસમાં ભૂગોળનું પુસ્તક ભણે છે.
શીતલ જોશી

ગઝલ – મરમી કવિ

હતું તો હણાણું મને એ ખબર છે,
ગહન આ ઉખાણું મને એ ખબર છે.

અને આમ પણ મેં ભરી’તી ઉદાસી,
હતું પાત્ર કાણું મને એ ખબર છે.

તડપતું-તડપતું જખે મૃગ ઝરણને,
તૃષાથી મરાણું મને એ ખબર છે.

દડી જાય સ્મરણોય પાંપણ ઉપરથી,
સરી જાય ટાણું મને એ ખબર છે.

મિલન કાજ ‘મરમી’ નદી પાર કીધી,
કિનારે ડૂબાણું મને એ ખબર છે.

-મરમી કવિ

“जातस्य ही ध्रुवो मृत्यु” ની ફિલસૂફી ગઝલના મત્લામાં કેવી રમતિયાળ રીતે કવિએ કહી દીધી છે ! ‘હતું’ એટલે જ ‘હણાયું’….

14 Comments »

  1. P Shah said,

    June 5, 2009 @ 1:30 AM

    અને આમ પણ મેં ભરી’તી ઉદાસી,
    હતું પાત્ર કાણું….

    સરસ વાત !

  2. અનામી said,

    June 5, 2009 @ 2:05 AM

    અને આમ પણ મેં ભરી’તી ઉદાસી,
    હતું પાત્ર કાણું મને એ ખબર છે.
    …………..સુંદર.

  3. sapana said,

    June 5, 2009 @ 2:10 AM

    દડી જાય સ્મરણોય પાંપણ ઉપરથી,
    સરી જાય ટાણું મને એ ખબર છે
    સરસ વિચાર.
    સપના

  4. Kirtikant Purohit said,

    June 5, 2009 @ 7:01 AM

    માણ્વા લાયક મરમી ગઝલ.

  5. deepak said,

    June 5, 2009 @ 9:16 AM

    અને આમ પણ મેં ભરી’તી ઉદાસી,
    હતું પાત્ર કાણું મને એ ખબર છે.

    મિલન કાજ ‘મરમી’ નદી પાર કીધી,
    કિનારે ડૂબાણું મને એ ખબર છે.

    ખુબ સરસ….

  6. manhar mody said,

    June 5, 2009 @ 1:05 PM

    ખરેખર મરમી કવિ છે. બધા જ શેરમાં મર્મ ની વાત ભરેલી છે.ખુબ જ ગહન ફિલસૂફી સરળ શબ્દો માં ઉતારી છે.

    – ‘મન’ પાલનપુરી

  7. pragnaju said,

    June 5, 2009 @ 1:19 PM

    મરમી કવિ
    અને આમ પણ મેં ભરી’તી ઉદાસી,
    હતું પાત્ર કાણું મને એ ખબર છે.
    સરસ
    ભગવાન બુદ્ધનો આશય બૌદ્ધ ભિક્ષુઓ બરાબર સમજી શકતા ન હતા. ત્યારે બુદ્ધ તુંબડામાંથી બનેલા એક પાત્રને લઈને ભિક્ષુઓ સાથે નદીકિનારે ગયા. એ પાત્રમાં તેમણે એક-બે મોટાં કાણાં પાડી દીધાં. પછી પોતાના એક શિષ્યને કહ્યું કે આ પાત્રમાં પાણી ભરીને લઈ આવો. શિષ્યએ અનેક વખત પ્રયત્ન કર્યો પણ એ પાત્રમાં પાણી ભરવામાં અસમર્થ રહ્યો. તેણે પાછા આવીને બુદ્ધને કહ્યું, ‘પ્રભુ! પાત્ર કાણાંવાળું હોવાથી પાણી ભરી શકાતું નથી. તેમાંથી પાણી નીકળી જાય છે.’ બુદ્ધે કહ્યું,‘વત્સ! પ્રકૃતિએ આપેલી શકિત વાસનારૂપી કાણાંવાળી વ્યકિતને ઉપલબ્ધ થતી નથી. સૌથી મોટું કાણું વાસના છે.’
    વાસના પર વિજય મેળવવાનું તો ભાવનાના પરિષ્કાર અને દૃષ્ટિકોણના પરિવર્તનથી જ સંભવ છે. ચૈતન્ય મહાપ્રભુનું કહેવું છે કે જયાં સુધી વાસના છે, ત્યાં સુધી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.

  8. Dhaval said,

    June 5, 2009 @ 3:33 PM

    અને આમ પણ મેં ભરી’તી ઉદાસી,
    હતું પાત્ર કાણું મને એ ખબર છે.

    સરસ !

  9. sudhir patel said,

    June 5, 2009 @ 7:32 PM

    ભારે મર્મ સભર વાતને સહજ રીતે ગઝલનાં દરેક શે’રમાં રજૂ કરવામાં ‘મરમી’ સફળ રહ્યાં છે.
    અભિનંદન, મરમી કવિને!
    સુધીર પટેલ.

  10. Pancham Shukla said,

    June 6, 2009 @ 10:06 AM

    સુંદર ગઝલ.

  11. Pinki said,

    June 7, 2009 @ 12:28 AM

    હતું તો હણાણું મને એ ખબર છે,
    ગહન આ ઉખાણું મને એ ખબર છે.

    મિલન કાજ ‘મરમી’ નદી પાર કીધી,
    કિનારે ડૂબાણું મને એ ખબર છે.

    ઉપનામ મક્તામાં કેટલી સરસ રીતે વણાયું …. ?!!

  12. Janakbhai said,

    June 7, 2009 @ 12:36 AM

    Vah! Kya Bat Hai!
    I liked every word and pondered on every word.
    Dr. Janak Shah

  13. sachin said,

    June 30, 2009 @ 1:22 AM

    બહુ સરસ ગઝલ

  14. parag pala said,

    July 5, 2009 @ 8:06 AM

    મોટા ભાગે ગ્ઝ્લ ચીલા ચાલુ હોય પણ આ ગઝ્લ વાચતા મોજ આવી ગઈ ઘણુ ગહ્નન ચિન્તન્ કવિઅએ કરાવ્યુ .ધન્યવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment