ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે.
અંકિત ત્રિવેદી

(પુષ્પગુચ્છ)- ગુલાબ દેઢિયા

તમારા હાથમાં
મઘમઘતો પુષ્પગુચ્છ જોઈને,
મનમાં થયું;
આટલાં બધાંને શું કરશો ?
એકાદ ફૂલ માંગી લઉં.
ને-
મેં તમારો હાથ માંગી લીધો.

– ગુલાબ દેઢિયા

અમેરિકા આવ્યો તો બધે ફૂલ આપવાનો મહિમા જોયો – વર્ષગાંઠ પર ફૂલ, લગ્ન પર ફૂલ, પ્રેમના પ્રસંગે ફૂલ અને મરણ-પ્રસંગે પણ ફૂલ. દેસી મગજમાં ફૂલ માણવાની વાત સમજાય પણ (ફૂલને તોડીને એ) ફૂલનો ગુલદસ્તો લઈ જવાની વાત ઝટ લઈને બેસે નહીં. જોકે હવે સમય જતા એ પણ શીખ્યો છું. એટલે આજે આ ફૂલને બદલે હાથ માંગી લેવાની વાતવાળું કાવ્ય હાથમાં આવ્યું તો દીલ અનાયાસ જ ‘બાગ-બાગ’ થઈ ગયું 🙂

8 Comments »

  1. ડૉ. મહેશ રાવલ said,

    October 9, 2008 @ 12:01 AM

    સુંદર ચમત્કૃતિસભર અભિવ્યક્તિ…..!

  2. mahesh Dalal said,

    October 9, 2008 @ 6:37 AM

    વાહ અતિ રમ્ય .. ઉર્મિ વહેતિ ..

  3. Shah Pravinchandra Kasturchand said,

    October 9, 2008 @ 8:54 AM

    લોભને થોભ ના હોય.
    ફૂલે કરી દીધાને fool?
    એક થઈ ગઈ, ઠીક છે.
    હવે ના કરતા આવી ભૂલ.

    સરસ ફૂલગુલાબી રચના

  4. વિવેક said,

    October 9, 2008 @ 9:09 AM

    સુંદર રચના… હાથ માંગી લેવાની વાત ગમી ગઈ…

  5. pragnaju said,

    October 9, 2008 @ 10:12 AM

    સુંદર અછાંદસ
    ગુલાબ એટલે ગુલનુ આબ (પાણી)
    હાથમાં કયા ફૂલ? અને કોનો હાથ ?
    તે પ્રશ્ન છે!
    હેડ-હાર્ટ અને હેંડને ઘેરો સંબંધ.
    એક ગીત ગુંજે છે
    માંગ કે હાથ તુમારા
    મેંને માંગ લીઆ સંસાર

  6. uravshi parekh said,

    October 9, 2008 @ 7:33 PM

    કેટલુ સહેલુ હતુ…
    કેટલુ ભારે લાગતુ હતુ …
    અપણે તો એક જ બસ હતુ..

  7. ઊર્મિ said,

    October 13, 2008 @ 3:50 PM

    અરે વાહ… ક્યા બાત હૈ… ક્યા કવિતા હૈ… મજા આવી ગઈ…!!

  8. Anil Shah.Pune said,

    October 31, 2020 @ 1:37 AM

    હાથ માંગી લેવાની વાત આવીને,
    દીલ બાગ બાગ થઈ ગયું,
    ફૂલો જે નો હસતો ચહેરો જોઈ ને,
    દીલ ફુલ છાબ થઈ ગયું,
    મળવાની તો હજી બસ વાત થઈ છે,
    તોય મન કેવું બૈતાબ થઈ ગયું…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment