કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.
કલાપી

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૩ : ખોવાણું રે સપનું

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
                                     મારું ખોવાણું રે સપનું.

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસતિ, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું, 
                                     મારું ખોવાણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું, 
                                     મારું ખોવાણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું, 
                                     મારું ખોવાણું રે સપનું.

– ગની દહીંવાલા

ગનીચાચાનું મઝાનું ગીત.

8 Comments »

 1. varsha tanna said,

  October 1, 2008 @ 12:21 am

  રાતનુ શમણુ સાચુ પડ્યુ તેવી અનુભૂતિ

 2. pragnaju said,

  October 1, 2008 @ 8:39 am

  વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
  અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
  તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
  મારું ખોવાણું રે સપનું.
  કેટલું સુંદર!

 3. vinod said,

  October 1, 2008 @ 9:00 am

  ગનીચાચા એ ખોવાયેકલા સપનાની વાત કરી છે. એમણે દિશાઓમાં કરેલ પોકાર હ્રદયસ્પશીછે

 4. Bina Trivedi said,

  October 1, 2008 @ 11:13 am

  ગનીચાચા નુ બહુજ મઝાનું ગીત. બીના
  Please visit : http://binatrivedi.wordpress.com/

 5. Ramesh Patel said,

  October 1, 2008 @ 11:15 pm

  જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;

  મારું ખોવાણું રે સપનું,
  ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
  મારું ખોવાણું રે સપનું

  સુંદર ગીત
  રમેશ પટેલ(આકાશ્દીપ)

 6. uravshi parekh said,

  October 1, 2008 @ 11:37 pm

  સપનુ કામનુ નથિ.
  દઈ દેજો બિજાને.
  સરસ છે.

 7. વિવેક said,

  October 2, 2008 @ 2:42 am

  મસ્ત મજાનું ગીત. ગનીચાચાએ લય અને અભિવ્યક્તિને એવી રીતે ભેળવ્યા છે કે બેમાંથી શું સુંદર છે એ કહેવું મુશ્કેલ થઈ પડે…

 8. ઊર્મિ said,

  October 3, 2008 @ 1:29 pm

  વાહ…. શું લય છે!! આ ગીત વંચાતું જ નથી… લયમાં ગવાઈ જ જાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment