એક વાદળ એમ ચાલ્યું જાય છે
આભમાં, જાણે કે જળની પાલખી !
ભરત વિંઝુડા

અખંડિત ક્ષણ નથી – સુરેશ દલાલ

પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી;
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી !

તેં જે નથી કહી એ બધી વાત યાદ છે;
તેં જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી !

પડદો પડી ગયો છે હવે સૌ પ્રસંગ પર;
કહેતા હતા મને કે કોઈ આવરણ નથી !

હું છું તમારી પાસ : ઉપેક્ષાની રીત આ;
આંખો મીંચાઈ નહીં ને મીઠું જાગરણ નથી !

અહીંયા બધી દિશાએથી પડતો રહ્યો બરફ;
દુનિયામાં માત્ર એકલાં રેતીનાં રણ નથી !

તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા;
શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી !

– સુરેશ દલાલ

આપણે કહેલી બધી વાતોને ભૂલીને ન કહેલી વાતોને પકડી રાખીએ છીએ.. એવુ કેમ ? કેમ મન જે અપ્રાપ્ય રહી ગયું એને જ પંપાળ્યા કરે છે ? કેમ દિલ બધા સહારાને ભૂલી જાય છે પણ દરેક ઘાવને ‘સમી સાંજ’ સુધી યાદ રાખે છે ?

13 Comments »

  1. વિવેક said,

    September 11, 2008 @ 2:56 AM

    સુંદર ગઝલ… જે પાસે નથી કે જે ગુમાવી બેઠાં છીએ એ કદી વિસ્મૃતિની ગર્તામાં જતું નથી પણ આ અજંપો, આ અતૃપ્તિ, આ બેચેની જ કદાચ હૃદય ધબકતું રાખે છે… દુઃખ વિનાના જીવનની ઉપલબ્ધિ શી વળી? ખીણ જ પર્વતની ઉંચાઈ તણો આંક છે…

  2. પ્રતિક ચૌધરી said,

    September 11, 2008 @ 8:36 AM

    વાહ! સુંદર ગઝલ.

    અહીંયા બધી દિશાએથી પડતો રહ્યો બરફ;
    દુનિયામાં માત્ર એકલાં રેતીનાં રણ નથી !

    ……………..આફરીન!!!

  3. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

    September 11, 2008 @ 8:49 AM

    એમ તો ઘણા છે પ્રષ્નો જીવનમાં
    એ બધાનો ઊકેલ કંઈ મરણ નથી !!

    સુરેશ દલાલ એટલે સુરેશ દલાલ એટલે સુરેશ દલાલ એટલે સુરેશ દલાલ

  4. pragnaju said,

    September 11, 2008 @ 9:24 AM

    સર્વાંગ સુંદર ગઝલ
    તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા;
    શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી !
    આ પંક્તીઓ ખૂબ ગમી
    મળેલી ક્ષણને આપણે અખંડિત રહેવા દેતા નથી.આ સારું,આ ખોટું,આ પુણ્ય,આ પાપ –આમ ને આમ જ બધું ગુમાવીએ છીએ.વહેવાને બદલે સ્થગિત થઇએ છીએ

  5. preetam lakhlani said,

    September 11, 2008 @ 9:55 AM

    પ્રિય ધવલ્ તમને સુરેશ દલાલ નુ કોહિ નવુ ગિત ન મલયુ કે તમે બાલા શન્કર કનથારિયા અને નશિલ ના યુગનિ ગઝલ પ્રગત કરિ…બાકિ તો ધણા વગર વિચારે લખિ નાખશે..આ ગઝલ બહુ જ સુનદર લાગિ…આભાર્..

  6. ડો.મહેશ રાવલ said,

    September 11, 2008 @ 3:30 PM

    શ્રી સુરેશ દલાલ એક એવું વટવૃક્ષ છે જેને સર્વકાળ વસંતનું વરદાન છે !
    એમનો એક પણ શબ્દ ક્યારેય કાળગ્રસ્ત ન થઈ શકે….
    પછી એ બાલાશંકર કંથારિયા ના યુગનો હોય કે નવજાત ક્ષણની સાંપ્રત ગઝલનો…..
    મુ.શ્રી,પ્રિતમ લખલાણી ની ક્ષમાયાચના સાથે…….

  7. preetam lakhlani said,

    September 12, 2008 @ 9:33 AM

    મહેશ ભાઈ, આભાર, મજા આવિ ગઈ, સમય થિ મોટૉ વિવેચક કોણ હોય શકે ? બાકી આ લખ નાર ગયા વીકમા જીદગીના પાચ દાયકા પુરા કરિ ચુકયા ચે, અટ્લે બીજી વાર મને મિત્ર નુ સમ બોધન કર શો તો ગમશે કદાચ અનુભવથિ મુ. હોય શકુ, ખેર તમે કૈ લખયુ અટ્લે આનદ થયો…ફરિ ઍક વાર તમારો આભાર્…..

  8. પ્રતિક ચૌધરી said,

    September 12, 2008 @ 10:30 AM

    PREETAM LAKHLANI….

    આપને મારી એક વિનંતી છે કે આપ એક નવી વેબસાઈટ શરુ કરો અને એના ઉપર આપને જે નવું લખવું હોય એ લખો હું જરુર વાંચીશ…..હા આપની વેબસાઈટનું નામ જરુર જણાવજો. મારુ સરનામું લખી લો…www.layastaro.com

  9. Pinki said,

    September 14, 2008 @ 7:10 AM

    શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી ! – અદ્.ભૂત…

  10. mahesh Dalal said,

    September 14, 2008 @ 9:44 AM

    વાહ્.. સુરેશ ભૈ .. ખુબ મ્ જા નિ રચના..

  11. hasmukh trivedi said,

    September 19, 2008 @ 12:44 PM

    ભાઈ, આભાર અકિલા ઈન્દેીયાનો જેના થકેી મને ઉર્મિસાગર્નો પ્રરિચ્ય થયો અને આવિ સુદર્
    સાઈતનો લાભ મળયો. ખુબ ખુબ શુભેચ્છઆ.

  12. badal lakhlani said,

    October 10, 2008 @ 9:30 AM

    પોત

  13. manisha said,

    March 21, 2012 @ 9:53 PM

    nyc one…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment