પૂર્વગ્રહની પાર કંઈ જોયું નહીં,
તારનારા સાવ આછા જળમાં ડૂબ્યા!
– માધવ રામાનુજ

ગીત – દલપત પઢિયાર

તું સમજે જે દૂર, તે સાવ જ તારી કને,
ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને !

બની શકે તો સ્થિર ઊભેલા ઝાડ સામું જો,
આખેઆખા લીલાછમ ઉઘાડ સામું જો,
નાભિ જેવું નગર વસાવી, મૃગ ભટકે વનેવને…

કાં નીકળી જા બા’ર સદંતર, કાં ઊતરી જા અંદર,
જળને ઝાંપે ઝૂલે સમંદર, નહીં બેટ નહીં બારું બંદર,
નદી કુંડીમાં ના’વા ઊતરી, દરિયો ઊભે પને…

મળવું એ જ હો મનસૂબો તો નક્શા નાખ ધરામાં,
સૂરજ વાવમાં પાણી ગાળે, ચાંદો રમે ચરામાં,
સરખું ઊતરે સામૈયું તો રજની રેલે દને…

મન ગોઠે ત્યાં મેલ દીવો, બીજી રીતો રહેવા દે,
જળ, પવન અને અજવાળાને એની રીતે વહેવા દે,
ઘડા માંયલી આકુળ વેળા, ગગન થવા થનગને…

-દલપત પઢિયાર

અંદરના અજવાળાને આકાર આપતું ધનમૂલક ગીત.

(ચરો= ગૌચર તરીકે અલાયદી રાખેલી પડતર જમીન, દને=દિવસે, માંયલી= માંહ્યની, ભીતરની)

4 Comments »

  1. devika dhruva said,

    November 12, 2010 @ 10:01 AM

    કેટલું સુંદર ગીત ?
    મન ગોઠે ત્યાં મેલ દીવો, બીજી રીતો રહેવા દે,

  2. pragnaju said,

    November 12, 2010 @ 10:10 AM

    સુંદર ગીત
    મન ગોઠે ત્યાં મેલ દીવો, બીજી રીતો રહેવા દે,
    જળ, પવન અને અજવાળાને એની રીતે વહેવા દે,
    ઘડા માંયલી આકુળ વેળા, ગગન થવા થનગને…
    બહુ સુંદર
    જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન …આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને ‘આ’ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ અને
    તે ધીમે ધીમે વધીને ‘સ્પષ્ટ’ વેદન સુધી પહોંચે !

  3. DHRUTI MODI said,

    November 12, 2010 @ 2:25 PM

    ઘણું ગમ્યું ગીત. આંતરિક સુંદરતા સામે બધું જ નકામું છે.મનને ગમે તે કરવું, અને બાકીના તત્વોને પોતાની રીતે વર્તવા દેવું ઍ જ સાચી જીવન જીવવાની રીત છે.

  4. ingeet said,

    December 6, 2011 @ 10:07 PM

    ઘડા માંયલી આકુળ વેળા, ગગન થવા થનગને
    ઘદા માયલેી વેલા ને તો અન્તે પોતન મુલ ઘર મા એત્લે કે ગગન્ગામિ થવાનુજ રહ્ય
    જેીવ અને શેીવ ન પરમ મિલન નિ આ વેલઅ નુ અદ્ભુત દ્રશ્ય
    ભવ્ય ભવ્યાતિભવ્ય

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment