દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કલાપી

નયનને બંધ રાખીને – બેફામ

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે

ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ
મને સહરાએ જોયો છે, બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહિંતર મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ખુલી આખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે

નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે

ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હું થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.

નિવારણ છો કે કારણ ના પડી એની ખબર કંઈએ,
ખબર છે એ જ કે મનના મુંઝારે તમને જોયા છે.

નથી મસ્તી મહોબ્બત એવુ કંઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચું છે અમે એના મઝારે તમને જોયા છે.

-બરકત વિરાણી ‘બેફામ’

બેફામસાહેબની આ વિખ્યાત ગઝલની ફરમાઈશ ઘણા મિત્રો અવારનવાર કરતા રહ્યા છે. એટલે લયસ્તરોના સાગરમાં જેની ખોટ વર્તાતી હતી એવું મોતી આજે અહીં ઊમેરીએ છીએ…

ગુજરાતી સુગમ સંગીતની તાસીર સમૂચી બદલી નાંખવામાં આ ગઝલનો ઐતિહાસિક ભાગ ભજવ્યો છે. સામાન્ય માણસ સુધી પહોંચવામાં લગભગ વિફળ રહેલી ગઝલને મનહર ઉધાસે એમની સરળ અને લોકભોગ્ય ગાયકીના બળે ઘેર-ઘેર પહોંચાડી એમાં આ ગઝલનો સિંહફાળો છે. લોકપ્રિયતાનું જે શિખર આ ગઝલે જોયું છે એ न भूतो न भविष्यति જેવું છે…

10 Comments »

 1. NARENDRA SHINGALA said,

  November 21, 2008 @ 5:31 am

  ખુબજ સુન્દર રચના શ્રી બરકત વિરાણી સાહેબએ આપી છે અને તેમા પણ મનહર ઉધાસ ની ગાયકીએ આ ગઝલને વધુ ઉન્ચાઇ ના શિખરે બેસાડી છે…અને એટલી તો લોકપ્રિય બની કે મારા ગુજરાતી માધ્યમ મા ભણતા બન્ને બાળકો પણ વારમ્વાર આ ગઝલ ની ફરમાઈશ કરેછે

  શ્રી બરકત વિરાણી સાહેબ ને મારા સલામ

 2. Bina Trivedi said,

  November 21, 2008 @ 10:07 am

  આ મારી પ્રિય ગઝલ છે! આભાર! બીના
  Please visit http://www.vrindians.com

 3. pragnaju said,

  November 21, 2008 @ 10:32 am

  ઘણા ખરા બ્લોગ પર બેફામનાં શબ્દો અને મનહરના સ્વરમા માણેલી આ રચના અ દ ભૂ ત છે! પહેલો શેર સાંભળતા જ વિચારે ચઢી જવાય…પ્રેમ આંધળો હોય છે- પરંતુ નેત્રો દ્વારા કોઈ વ્યકિતને જોઈને થતાં પ્રેમની પરિભાષાથી અનેક ઘણી રીતે ઉપર નેત્ર વિહોણા હોવા છતાં સાચા પ્રેમની અનુભૂતિ કરાવતા અનોખા પ્રેમના પાત્રો દેખાયા !
  મેરે રુહકી હકીકત મેરે આંસુઓસે પૂછો;
  મેરી મજલીસી તબસુમ મેરા તરજુમા નહિં હૈ…

 4. uravshi parekh said,

  November 21, 2008 @ 5:06 pm

  ઘણિ વખત આ ગઝલ સામ્ભળિ છે.
  મનહર ઉધાસ ના સ્વર માઁ તો બહુ સરસ લાગે છે.જાણે સમ્ભલ્યા જ કરિયે.
  આજે બધા જ શબ્દો પુરેપુરા મળ્યા.આભાર્,વિવેકભાઈ.

 5. Mansuri Taha said,

  November 22, 2008 @ 12:24 am

  એક વખત અમદાવાદની એફ.ડી.હાઇસ્કુલ ફોર ગર્લ્સમાં
  ક્તુત્વ સ્પર્ધામાં ભાગ લેવા ગયો હતો.
  સ્પર્ધા પત્યા બાદ આયોજકો પરિણામ તૈયાર કરી રહ્યા હતા
  પણ હાજરજનો કેમેય કરીને ચુપ નહોતાં થતાં, ત્યાંજ એક ભાઇ
  ઉભા થયા અને તેમણે માઇકમાં “નયનને બંધ રાખીને . . ”
  ગાવાનું ચાલુ કર્યું અને લોકોને જાણે સાપ સુંઘી ગયો હોય એવી
  શાંતિ છવાઇ ગયી.

  બિલ્કુલ ખરું ફરમાવ્યું,લોકપ્રિયતાનું જે શિખર આ ગઝલે જોયું છે એ न भूतो न भविष्यति જેવું છે…

 6. Dr.Vinod said,

  November 23, 2008 @ 6:39 am

  બેફામ સાહેબની અદભત રચના. મારી ફેવરીટ ગઝલ… મનહરભાઈએ અદભુત રીતે ગાઈ છે

 7. ડો.મહેશ રાવલ said,

  November 23, 2008 @ 9:49 pm

  ઓલ ટાઈમ હીટ & ફેવરીટ ગઝલ.
  તમે સાચું જ કહ્યું વિવેકભાઈ, મનહરભાઈએ આ જ નહીં, આવી કેટલીય ગઝલો જન સામાન્યસુધી પહોંચાડી છે જે હજૂ ય લોકોના દિલ,દિમાગ અને જુબાન પર છવાયેલી છે.
  આખી ગઝલ અહીં પોસ્ટ કરીને,મનહરભાઈએ નથી લીધી એવી પંક્તિઓથી તમે બધાને અવગત કર્યા..!
  -અભિનંદન…..

 8. Taha Mansuri said,

  December 1, 2008 @ 1:28 am

  ફરમાઇશ :
  ધવલભાઇ અને વિવેકભાઇને શક્ય હોય તો બેફામસાહેબની રચના
  “થાય સરખામણી તો ઉતરતાં છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી”
  ઉપલબ્ધ કરાવવા વિનંતી.

 9. Pragnesh said,

  December 22, 2010 @ 12:27 pm

  મે સૌ પ્રથમ ગઝલ સાંભળી તો તે આ ગઝલ હતી.

  ત્યારથી મને ગઝલ શોખ અને અત્યારે તો અનહદ છે.

  ગઝલનું સાંભળતા જ વાચી જાવ કે સાંભળી લઉં છુ.

 10. RAKESH said,

  September 5, 2011 @ 7:09 am

  જ્યારે મે આ ગઝલ સમ્ભલિ ત્યારે હુ સમ્ભ્લતોજ રહયો.
  અને ગુન ગુનાવતો રહ્યો.
  જ્યારે અમે ખુબ નજિક ક ના મિત્રો ભેગા થતા ત્યારે ગાતા હતા અને તે પન રૈલ વે સ્ટૅશન પર્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment