શ્વાસમાં પણ બોજ છે અસ્તિત્વનો;
તીવ્ર છે, ‘મનહર’ અહીં હોવાનો થાક.
મનહરલાલ ચોક્સી

હું અને મારી ગઝલ – હરજીવન દાફડા

ઊભા હતા કોઈ અતલમાં હું અને મારી ગઝલ,
ઘૂંટાઈને આવ્યા ખરલમાં હું અને મારી ગઝલ.

ટૂંકાણમાં અંત:કરણની વાત કહેવાનું થયું,
બસ, ત્યારથી આવ્યા અમલમાં હું અને મારી ગઝલ.

પડતર પડેલા શબ્દોની ખેતી કરે કોઈ કલમ,
લહેરાઈએ ત્યારે ફસલમાં હું અને મારી ગઝલ.

શણગારવાની વિદ્વત્તા બાજુ ઉપર મૂકો જરા,
છીએ મનોહર દરઅસલમાં હું અને મારી ગઝલ.

કોઈ વિલક્ષણ પળ સમે પ્રગટી જવાની આશમાં,
શોધી રહ્યા વાહક સકલમાં હું અને મારી ગઝલ.

– હરજીવન દાફડા

અંત:કરણની વાત, અને એય ટૂંકાણમાં, કહેવાનું મન થયું ત્યારે રચાઈ તે ગઝલ .. કેવી સરસ વાત ! જ્યારે ગઝલ પ્રગટે છે ત્યારે જ કવિનો પણ જન્મ થાય છે – એ વિચારે ‘હું અને મારી ગઝલ’ વધુ અર્થસભર બને છે.

10 Comments »

  1. ડો.મહેશ રાવલ said,

    September 3, 2008 @ 12:43 AM

    હરજીવન દાફડાની કસાયેલી કલમ,કોઈ પણ વિષયને એનાં મૂળ અર્થની
    વધુમાં વધુ નજીક કેવી રીતે પ્હોંચાડવો એ બાબતમાં કાયમ સજાગ અને સક્ષમ રહી છે.

  2. Pinki said,

    September 3, 2008 @ 2:21 AM

    સુંદર વાત અને ગઝલ
    એમની ગઝલમાં ગહ્.ન વિષય પણ સરળ અને સકલ બની રહે છે.

  3. BHINASH said,

    September 3, 2008 @ 4:44 AM

    Good dafdaji……………good very nice…!!!!!!!

  4. pragnaju said,

    September 3, 2008 @ 9:15 AM

    મઝાની ગઝલ અને ભાવ્
    શણગારવાની વિદ્વત્તા બાજુ ઉપર મૂકો જરા,
    છીએ મનોહર દરઅસલમાં હું અને મારી ગઝલ.
    કોઈ વિલક્ષણ પળ સમે પ્રગટી જવાની આશમાં,
    શોધી રહ્યા વાહક સકલમાં હું અને મારી ગઝલ.
    વાહ્

  5. વિવેક said,

    September 3, 2008 @ 9:51 AM

    સુંદર ગઝલ… મજાની રદીફ સાથે કાફિયાની સહજ જુગલબંધી ધ્યાનાર્હ બની રહે છે. ગઝલ વિશે આમ તો સેંકડો ગઝલ લખાઈ ગઈ છે એ છતાં તાજગી અને પંડનો અવાજ જાળવી રાખવામાં કવિ સફળ થયા છે…

  6. Pravin Shah said,

    September 4, 2008 @ 9:54 AM

    ટૂંકાણમાં અંત:કરણની વાત કહેવાનું થયું,
    બસ, ત્યારથી આવ્યા અમલમાં હું અને મારી ગઝલ.

    અહીં શબ્દોના ઊંડાણમાંથી અર્થ ખેંચી લાવવાની
    કવિની કળા સહજ જણાઇ આવે છે.

    સુંદર ગઝલ !

  7. Darshan Vyas said,

    March 5, 2010 @ 1:26 AM

    Bhai shree Harjivanbhai Ghana Samay Pa6i Tamari Gazal Vanchava Mali Tamrai ek Vaat Avar Navar Yaad Aave 6 k Hovu ane Khovu Ana Karta Na Hovu Ane Khovu A Maja Kaik Alag 6.

  8. kanchankumari parmar said,

    March 5, 2010 @ 3:50 AM

    સહિયારો અહેસાસ હુંઅને મારિ ગઝલ તોય સાવ નોખે નોખા ….કરુ હું શું ? તુ જ કહે મને મારિ ગઝલ…..

  9. Kkamal Dafda said,

    June 3, 2010 @ 11:16 AM

    વન્દનિય્ કાકા,
    આપનિ ગઝલ ખુબજ ગમી,
    નવા રદીફ અને કાફીયા મનોહર લાગ્યા.

    શબ્દ ભીતર મૌન પડઘાયા કરે,
    આખમા એ વાત સમજાયા કરે,
    એક તારી વાત લૈ ને આ પવન,
    બારીઓમા ક્યાક અટવાયા કરે,

  10. રશ્મિ said,

    September 7, 2010 @ 9:57 AM

    સરસ છે! મને એના શબ્દો સહેજ અઘરા લાગ્યાં. કદાચ મારા જેવા યુવાનોને સચોટ સમજાશે નહિ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment