હા ! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
કલાપી

ગઝલ – વિનોદ ગાંધી

આમ તો નાચીજ છે આખું જગત,
લોભવે એ ચીજ છે આખું જગત.

ચૌદ આની હોય છે ઢંકાયલું,
આભમાંની બીજ છે આખું જગત.

છોડવું ગમતું નથી હર કોઈને,
આ કયું તાવીજ છે આખું જગત ?

નામ લેતાં એક જણ ગિન્નાય છે,
એક જણની ખીજ છે આખું જગત.

ચોતરફ કાદવ રહે છે હરઘડી,
એટલે સરસિજ છે આખું જગત !

-વિનોદ ગાંધી

(સરસિજ=કમળ)

11 Comments »

 1. manhar m.mody said,

  August 28, 2008 @ 5:52 am

  સુંદર ગઝલ. સરળ છતાં ય સાર્થક રદીફ અને કાફીયા. ઝરણાની જેમ ખળખળ વ્હેતી ગઝલ્.

  ‘મન’ પાલનપુરી

 2. Pravin Shah said,

  August 28, 2008 @ 6:22 am

  ચોતરફ કાદવ રહે છે હરઘડી,
  એટલે સરસિજ છે આખું જગત !

  આ શેર ખૂબ ગમ્યો.

  સુંદર ગઝલ !

 3. sudhir patel said,

  August 28, 2008 @ 10:01 am

  રદીફ અને કાફિયાને સરસ રીતે નિભાવતી સુંદર ગઝલ !
  સુધીર પટેલ.

 4. ડૉ. મહેશ રાવલ said,

  August 28, 2008 @ 12:59 pm

  સહજરીતે,પોતાની વાતને રજૂ કરવા માટે અઘરા શબ્દોની કોઇ જ જરૂરિયાત નથી હોતી-આ ગઝલ વાંચ્યા પછી એવું નથી લાગતું ?- મને લાગે છે !!!!
  કેવા સરળ અને સહજ શબ્દોમાં આખા જગત ને આવરી લીધું છે કવિએ……..!
  અભિનંદન…
  કવિશ્રી અને લયસ્તરો બન્નેને..!

 5. ધવલ said,

  August 28, 2008 @ 10:30 pm

  છોડવું ગમતું નથી હર કોઈને,
  આ કયું તાવીજ છે આખું જગત ?

  – સરસ !

 6. pragnaju said,

  August 29, 2008 @ 5:59 am

  ઝાનિ ગઝલ
  ચોતરફ કાદવ રહે છે હરઘડી,
  એટલે સરસિજ છે આખું જગત !
  ખુબ સરસ

 7. કુણાલ said,

  August 29, 2008 @ 6:56 am

  મજાની વાત … સુંદર ગઝલ …

  નિદા ફાઝલીની ગઝલનો એક શેર યાદ આવે છે …

  दुनिया जिसे कहेते है जादु का खिलौना है
  मिल जाए तो मिट्टी है खो जाए तो सोना है… !!!

 8. mahesh Dalal said,

  August 29, 2008 @ 2:05 pm

  ખુબ સરસ ભાવ નિ અભિવ્યક્તિ.. ગમિ ગે.

 9. રઈશ મનીઆર્ said,

  August 30, 2008 @ 1:54 am

  વિનોદભાઇ, ખૂબ સરસ ગઝલ છે. પ્રત્યેક શેર સુન્દર. ગઝલના સ્વરૂપ પરની આપની પકડ અને આપની ઉચ્ચ વૈચારિક ભૂમિકા બન્ને પ્રતિબિંબિત થાય છે.
  રઈશ

 10. Pratik Chaudhari said,

  August 30, 2008 @ 5:53 am

  સરસિજ કંયા આવુ જગત,
  મને લાગ્યુ કાદવ જગત.

 11. Lata Hirani said,

  August 30, 2008 @ 1:30 pm

  ભાઇ અમને તો ઉપરનો અઁકિત ત્રિવેદીનો શેર…. કાફિયાનું ધ્યાન રાખુ છુઁ… અત્યંત ગમ્યો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment