આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
મરીઝ

જગા પુરાઈ ગઈ ! -ઓજસ પાલનપુરી

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !

-ઓજસ પાલનપુરી

4 Comments »

 1. Suresh said,

  June 3, 2006 @ 5:10 am

  કેટલી સુંદર ઉપમા ! અદભૂત
  પાલનપુર જેવા નાના શહેરે કેટલા બધા નામી સર્જકો ગુજરાતને આપ્યા છે? એમાં પણ ‘શૂન્ય’ તો લાખોમાં એક છે.

 2. NaSrul Saiyed said,

  August 29, 2006 @ 2:32 am

  એ મારી મમ્મીનાં મામા થાય, મે એમને ક્યારે નથી જોયા પણ મને યાદ છે કે એક દિવસે મારા મમ્મી એ મનહર ઉધાસે ગાયેલી ગઝલ
  “બીજીતો કોઈ રીતનાં ભુંસાય ચાંદની, ઝાકળની થોડી બુંદોથી ઘોવાય ચાંદની”
  સાંભળ્યા પછી ઘ્રુસકે, ઘ્રુસકે રડેલા….. “સૈયદ ખાનદાનનો માણસ જ્યારે લખતો હતો ત્યારે કોઈએ એની કદર નહોતી કરી… જુઓ આજે છેને લોકોનાં મોઢાં પર એનું નામ..
  ઓજસ પાલનપુરી…” એ શબ્દો,આંસુ એ મમ્મીનો એમનાં મામા પ્રત્યેનો પ્રેમ, લાગણી હતી.

  મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
  આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !
  આ એક શૅરનું ગુજરાતી સાહિત્યમાં બહું ઉંચું સ્થાન છે.
  -નશ્રુલ સૈયદ

 3. mukesh shukla said,

  December 4, 2006 @ 12:26 pm

  ખુબજ વાસ્તવિક શેર

 4. HEMANG said,

  June 8, 2007 @ 12:29 pm

  વાહ! શું વાત છે? જીવન ની ફિલસૂફી શું દમ થી સમજાવી છે!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment