મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
યા આંખ મિલાવીને મુશળધાર કરી દે.
વિવેક ટેલર

આપણા કાવ્ય-સામયિક – ૦૨ : "કવિલોક"

Kavilok - Title page

કવિલોક એટલે ખરા અર્થમાં ‘ગુજરાતી કવિતાનું ઋતુપત્ર’. છેલ્લા એકાવન વર્ષથી પ્રગટ થતું માત્ર કવિતાને વરેલું આ દ્વિમાસિક શિશિર, વસંત, ગ્રીષ્મ એમ ઋતુ પ્રમાણે તમારા દરવાજે ટકોરા મારે છે અને ઋતુ-ઋતુનો ફાલ લઈ તમને આલિંગે છે. કવિવર રાજેન્દ્ર શાહે શરૂ કરેલ આ સામયિક આજે ‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુ પરીખ ચલાવે છે. ગઝલ, અછાંદસ, ગીત, ઊર્મિકાવ્ય, સૉનેટ, હાઈકુ, મુક્તક જેવા તમામ પ્રકારના કાવ્ય-પ્રકાર અહીં એકસાથે માણવા મળે છે અને ગુજરાતી ભાષાની કસાયેલી કલમ અહીં બાળસૂર્યના પહેલાં કિરણ સાથે એક જ પંગતમાં બેઠેલી જોવા મળે છે. કવિઓના આખા જીવનકાર્ય ઉપર દૃષ્ટિપાત કરાવતા લેખ ઉપરાંત કાવ્યાસ્વાદ, ગ્રંથાવલોકન અને અનુવાદ પણ આ ખજાનામાં સામેલ છે. ગુણવત્તા અને જથ્થો એ સિક્કાની બે વિપરિત બાજુઓ અહીં એકસાથે વિદ્યમાન છે એ જોતાં આ સામયિક આપણી ભાષાનો એક નોખો સિક્કો ગણી શકાય અને કવિતાની દુનિયામાં એ અલગ જ રુક્કો ધરાવે છે… કવિતાપ્રેમીઓના ઘરનું પુસ્તકાલય ‘કવિલોક’ વિના કદી પૂર્ણ ગણી નહીં શકાય…

*

“કવિલોક” – દ્વિમાસિક
તંત્રી: શ્રી ધીરુ પરીખ

લવાજમ : વાર્ષિક- દેશમાં 100/-રૂ., પરદેશ: અમેરિકા- 7 $ અથવા રૂ. 350/-, ઇંગ્લેન્ડ: 6 પાઉન્ડ
આજીવન- દેશમાં 1500/-રૂ., પરદેશ: અમેરિકા- 150 $, ઇંગ્લેન્ડ: 100 પાઉન્ડ

લવાજમ ‘કુમાર ટ્રસ્ટ’ના નામે ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (‘લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)
સરનામું: કુમાર ટ્રસ્ટ, 1454, રાયપુર ચકલા, અમદાવાદ – 380001.

7 Comments »

  1. ડૉ. મહેશ રાવલ said,

    August 10, 2008 @ 12:52 AM

    ગુજરાતી ભાષાની કસાયેલી કલમ અહીં બાળસૂર્યના પહેલાં કિરણ સાથે એક જ પંગતમાં બેઠેલી જોવા મળે છે. – ખરી વાત છે, હું એ પંગતમાં ઘણીવાર બેઠો છું અને મેં એ રોમાંચ અનુભવેલ છે વિવેકભાઈ !

  2. pragnaju said,

    August 10, 2008 @ 7:46 AM

    બહુ સરસ માહિતી
    આવા દરેક મેગેઝીનની માહિતી તે પણ સાહીત્યની સેવા છે

  3. Mansuri Taha said,

    August 13, 2008 @ 12:03 AM

    બહુ જ સરસ માહિતી આપી રહ્યા છો આપ વિવેક ભાઇ.
    ખરેખર આવા સામયિકો ન હોય ત્યાં સુધી ઘરની લાઇબ્રેરી અધુરી જ ગણાય.
    ફકત ઇન્ટરનેટ પર સાહિત્ય વાંચી લેવાથી સાહિત્યપ્રેમી નથી બની જવાતું.
    “કવિલોક” માં આવતી કવિતાઓ અને ગઝલોનું સ્ટાન્ડર્ડ ખરેખર ઉચ્ચકક્ષાનું હોય છે.

  4. Lata Hirani said,

    August 13, 2008 @ 12:49 PM

    ફરી એક વાર અભિનંદન

  5. Krupa Thakkar said,

    April 3, 2020 @ 1:34 AM

    નમસ્તે..

    નીચે જણાવેલી કવિતા નાં શબ્દો જોઈએ છે અને આ કવિતા કોને લખી છે એ પણ જણાવવા વિનંતી 🙏

    પૃથ્વી આ રમ્ય છે
    આંખ આ ધન્ય છે.

    લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
    તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
    વ્યોમ તો ભવ્ય છે….
    ને પૃથ્વી આ રમ્ય છે.

  6. વિવેક said,

    April 3, 2020 @ 1:44 AM

    @ કૃપા ઠક્કર:

    આ કવિતા આજે દેશના વડાપ્રધાનપદે આરુઢ છે એ શ્રી નરેન્દ્ર મોદીની છે અને લયસ્તરોના ખજાનામાં એ છે પણ ખરી… અહીં ક્લિક કરશો: https://layastaro.com/?p=711

  7. Jayshree Pandya said,

    May 17, 2023 @ 1:45 PM

    How to pay lavajam for “kavilok” that please guide me. And also inform me that If I wants to give my rachna for print in kavilok then what is the procedure.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment