એ વર્તણૂંક એમની મારા પ્રતિ રહી,
મૃત્યુનો જિંદગીથી જે વ્યવહાર હોય છે.
– ગની દહીંવાલા

નખે કંઇ બોલતો (હુરતી ગઝલ) -કિશોર મોદી

kishor-modi-hand-written-poem2.jpg

(કિશોરભાઈની એક અક્ષુણ્ણ કૃતિ એમનાં હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)

હીરા તળકામાં નખે કંઇ બોલતો,
હાવ વાખામાં નખે કંઇ બોલતો.

હરાદમાં બામણને હઉં બોલાવહે,
તોય ફરિયામાં નખે કંઇ બોલતો.

ભૂતભૂવાની વચે રે’વાનું છે,
ગામ ચોરામાં નખે કંઇ બોલતો.

અંઈ અટકળી ખાઈ ઓંચાઈ ગિયા,
જાત પળખામાં નખે કંઇ બોલતો.

છે જીવન કિસોર તરગાળા હમું,
એ ભવાળામાં નખે કંઇ બોલતો.

– કિશોર મોદી

(હુરતી શબ્દોનાં શુદ્ધ શબ્દો… : હીરા તળકામાં = છાયા તડકામાં; નખે = નહીં; હાવ = સાવ; વાખામાં = ભૂખમરાના સંકટમાં; હરાદ = શ્રાધ્ધ; બામણને = બ્રાહ્મણને; હઉં = સૌ; બોલાવહે = બોલાવશે; રે’વાનું = રહેવાનું; અંઈ = અહીં; અટકળી = હેડકી; ઓંચાઈ ગિયા = ધરાઈ ગયા; પળખામાં = પડખામાં; કિસોર = કિશોર; તરગાળા = ભવાયાની એક જાતિ; હમું = સમું; ભવાળામાં = ભવાડામાં, ભવાઈમાં)

*

વર્જિનિયામાં રે’તા ને અવે રિટાયર થેઈ ગેયલા કિશોરભાઈ ખાલી કવિતા ને ગઝલ જ નથી લખતા, પણ હાથે હાથે આપણા જેવાની જનમકુંડળી હો બનાવે છે હોં… અરે બાબા, ઉં એકદમ હાચ્ચું કઉં છું, એ તો જ્યોતિસી હો છે… ને પાછું હાંભળ્યું છે કે બો હારા બી છે. અઈંયા આગળ મૂકેલી એમની એક હુરતી કવિતા તો તમે વાંચલી જ અહે ને?!! અરે પેલી… એ વીહલા વાળી. કંઈ નીં, પેલ્લા નીં વાંચી ઓય તો અવે તો ચોક્કસ વાંચી લેજો હં કે… એકદમ જક્કાસ કવિતા છે હારી એ બી! આ હુરતી ગઝલમાં બી ‘નખે કંઇ બોલતો’ બોલી બોલીને કેટલું બધું આપળાને બોલી ગ્યા છે, નીં ?!!

-ઊર્મિ

10 Comments »

  1. Pinki said,

    October 25, 2008 @ 5:12 AM

    બો સરસ !!

    ની આ હીરા તળકા તે હું ? હાચ્ચું કહું અર્થ ની લખટી તો ના હમજાત ….!!

  2. pragnaju said,

    October 25, 2008 @ 12:54 PM

    ની બોલવાનું કેતો છે ને ટૂં ટો બોલે જ જાય…
    છે જીવન કિસોર તરગાળા હમું,
    એ ભવાળામાં નખે કંઇ બોલતો.
    હાચી વાત
    ટારી વાટ બો ગમી

  3. mahesh Dalal said,

    October 25, 2008 @ 2:07 PM

    મુને તો બૌ જ ગમિ .. વાન્ચવનિ પન બૌ મજઆ આવિ ગયલિ..
    મોદિભૈ.. વાહ્.. અમારિ જ તો વલ્હઆડિ બોલિ ચ્હે નિ.

  4. sudhir patel said,

    October 25, 2008 @ 3:08 PM

    હુરતી તળપદી (ગ્રામ્ય) ભાષામાં ગઝલ કદાચ આપણા કિશોરકાકાએ જ લખી હશે એમ હું માનુ છું.
    એક ખાસ આ ગઝલોનો જ સંગ્રહ થાય તેટલી ગઝલો તેમની પાસે છે અને આપણે ઈચ્છીએ કે એક
    હુરતી ગઝલોનો જ સંગ્રહ આપણને આપે.
    ખૂબ જ સુંદર ગઝલ.
    અભિનંદન, કિશોરકાકાને તથા ઉર્મિબેનને!
    સુધીર પટેલ.

  5. uravshi parekh said,

    October 25, 2008 @ 10:02 PM

    અલગ ભાષા મા ગઝલ વાન્ચ્વાનિ ગમી.
    ઘણા શબ્દો પહેલિ વાર જ વાન્ચ્યા.
    સારુ લાગ્યુ.

  6. preetam lakhlani said,

    October 27, 2008 @ 9:07 AM

    પુજ્ય કાકા, તમે તો દિવારિ મા જલ્શો કરાવિ દીધો….તમારિ ગઝલ મા મજા આવિ ગઈ….

  7. Natver Mehta, Lake Hopatcong, New Jersey said,

    October 27, 2008 @ 11:09 AM

    હપોરે દાડે હુરતી ગજલ હાંભળી દા’ડો હુધરી ગિયો
    કિહોર કરે હોર અહિં ને એનો હુર હુરત હુધી ગિયો

    હુરતની હર વાત કરી યાદ જીવ મારો તો બળી ગિયો
    ઊંધિયું, પોંક,કનપુરી,ઘારીને યાદ ગાળો બોલિ ગિયો.

    વાહ કિહોર..!! વાહ !! તું તો મારો દિકરો બધે છવાઇ ગિયો…
    નટવર મહેતા
    http://natvermehta.wordpress.com

  8. Amrut (Suman) Hazari said,

    October 27, 2008 @ 4:37 PM

    બદ્ધા દોસ્તરોને મલમ થાય કે ઐય વિહલા નામ્નિ કિશોર મોદિનિ ચોપડિ જે હુર્તિ કવિતા ને ગઝલ થિ બનેલિ, તે વેચાતિ મલે. લેવિ હોઇ તો ફોન કરો.
    કિમ્મત ઃ $ પ વતા સિપિન્ગ. @ તિરન્ગા ઇન નુ જર્સિ. નિતિન ગુર્જર્.
    ૨૮૬ ડોવ એવેનિઉ, ઇઝ્લિન્ નુજર્સિ ૦૩૩૮૦
    ફોન્ઃ ૭૩૨-૪૦૪-૯૬૭૧ અથ્વા પુબ્લિશેર્@તિરન્ગઆન્જે.કોમ્.

    એક વાર વાચ્હે એત્લે દહાડો હુધ્રિ જ્હે. ગામ ને ઘ્રર યાદ નિ આવે તો પઐહા પરત્…હુરતિ…. ગામડા નિ જિન્દગિ જાનો ને મજા કરો.

  9. કુણાલ said,

    October 29, 2008 @ 3:35 AM

    બો મસ્ત ગઝલ … !!

  10. anonumous said,

    September 22, 2010 @ 9:50 AM

    રચના માત્ર છંદોબધ્ધ છે અને સુરતી બોલીમાં લખાયેલ છે તેટલું જ.

    બાકી ગઝલ કહી શકાય એવો એકેય ગુણ જોવા મળતો નથી. છંદોબધ્ધ વાક્યો િસવાય કશું નથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment