આપણે ઘડિયાળના કાંટાની જેમ
માત્ર ફરવાની ફરજ લઈ નીકળ્યાં
એક પગ અટકે ને ચાલે છે બીજો
લાલ-લીલા બેઉ ધ્વજ લઈ નીકળ્યાં
ભરત વિંઝુડા

ગઝલ – અનિલ ચાવડા

જો  કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ વધારે કૈં  નથી,
ને  સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ વધારે કૈં  નથી.

ઊંઘવું  કે  જાગવું   કે  બોલવું   કે   ચાલવું  કે  દોડવું  કે   હાંફવું;
આ બધામાં  એકદમ કારણ વગરનાં કારણો  છીએ  વધારે કૈં નથી.

તું પ્રવાહિતાની  જ્યારે વાત છેડે ને તરત હસવું જ આવી જાય છે,
મૂળમાં તો  હિમશીલાની જેમ થીજેલી  ક્ષણો  છીએ વધારે કૈં નથી.

શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કે’વાય નૈં,
આપણે લોહી  ભરેલાં  ચામડીનાં  વાસણો  છીએ  વધારે  કૈં  નથી.

-અનિલ ચાવડા

ગઝલમાં રૂઢિગત થયેલા છંદના આવર્તનોથી આગળ વધીને કામ કરવું જેમ અનિલની એક ખાસિયત છે એમ એની બીજી ખૂબી અરૂઢ કલ્પનોના બખૂબી પ્રયોજનની છે. ક્યારે અને કઈ રીતે ઢોળાઈ જાય એની અજ્ઞાનતા પ્રગટ કર્યા પછી જ્યારે એ આપણી જાતને લોહી ભરેલા ચામડીના વાસણ તરીકે સંબોધે છે ત્યારે મુશાયરાની વાહ-વાહી લૂંટી લેવાની સો ટકાની ખાતરી એને પણ હોવાની જ. પણ અનિલના શેરની ખૂબી એ શીઘ્ર પ્રત્યાયનક્ષમતા પર ઊભીને અટકી જતી નથી. આનો આ જ શેર ફેર ઊભા રહીને વાંચો એટલે બે લીટી વચ્ચેના અવકાશમાં અર્થનું જે આકાશ ઊઘડતું દેખાશે એ પણ એટલું જ રંગસભર હોવાનું.

17 Comments »

 1. jayshree said,

  July 25, 2008 @ 1:57 am

  પહેલો શેર વાંચીને તો હસવું આવી ગયું….

  પણ ગઝલ આગળ વાંચતા વાંચતા તો કવિએ એકદમ દિલને અડી જાય એવી વાત કરી…

  છેલ્લા બંને શેર ખુબ ગમ્યા.!

 2. Jina said,

  July 25, 2008 @ 2:43 am

  કંઈક જુદુ… પણ Interesting!!

 3. pragnaju said,

  July 25, 2008 @ 9:07 am

  ઊંઘવું કે જાગવું કે બોલવું કે ચાલવું કે દોડવું કે હાંફવું;
  આ બધામાં એકદમ કારણ વગરનાં કારણો છીએ વધારે કૈં નથી.
  વાહ્
  પંચમ કહે છે…
  સ્વપ્નનાં મંડપ તળે રાતભર એ હોય છે,
  ઘૂંટ એ, ને ઘેન એ, બસ અસર એ હોય છે.
  શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કે’વાય નૈં,
  આપણે લોહી ભરેલાં ચામડીનાં વાસણો છીએ વધારે કૈં નથી.
  સુંદર
  લોહી ભરેલાં ચામડીનાં વાસણો-માનસ આપણામાંના વધારે ભાગના માણસોના માનસનું પ્રતિનિધિત્વ જ રજૂ કરે છે. આપણે બધા જ વિના ભોગે મહાપુરુષો ને ઇશ્વર પાસે ઘણી મોટી કૃપા માગી રહ્યા છીએ, ને માગતાં અચકાતાં નથી.

 4. Pinki said,

  July 25, 2008 @ 11:50 am

  વાહ…..સરસ વાત
  લોહી ભરેલાં ચામડીનાં માણસો-
  બસ, વધારે કૈં નહિં…..!!

 5. ધવલ said,

  July 25, 2008 @ 12:16 pm

  ઉત્તમ ગઝલ !

 6. dr. jagdip nanavati said,

  July 25, 2008 @ 2:06 pm

  વાહ અનિલભાઈ……..
  હવાના વડાં પણ ચા સાથે આસાનીથી ઉતરાવી શકો છો……
  અભિનંદન….

 7. ડૉ. મહેશ રાવલ said,

  July 25, 2008 @ 2:12 pm

  સરસ વાત લાવ્યા છે અનિલભાઈ !
  એમાંય,કારણવગરના કારણ ની વાત ખાસ ગમી.
  – અભિનંદન.

 8. Vijay Bhatt ( Los Angeles) said,

  July 25, 2008 @ 3:08 pm

  કારણવગરના કારણ……..ખુબ …કહા…….

 9. Mansuri Taha said,

  July 25, 2008 @ 11:07 pm

  બહુ જ સરસ અને સરળ ગઝલ, એમાંય કારણ વગરનાં કારણ
  વાહ અનિલભાઇ

  જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ વધારે કૈં નથી,
  ને સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ વધારે કૈં નથી.
  અનિલ ચાવડાને વિનંતી કે હવે તેઓ હઝલ ક્ષેત્રે પણ હાથ અજમાવે.

 10. nehal Shah said,

  July 26, 2008 @ 11:53 am

  વધુ આગળ

  આપણે તો છિએ ઘડિ બે ઘડિ ના મુસાફર વધારે કઈ નથી
  બસ એક જનમ નો છે સાથ વધારે કઈ નથી
  કરીલો મહ્હોબત હર એક ચિજને એટલી જ છે આશ વધારે કઈ નથી
  નફરત ને પણ લાગે કે એની જરુરત વધારે કઈ નથી
  નેહલ

 11. GAURANG THAKER said,

  July 26, 2008 @ 11:24 pm

  વાહ અનિલ ખૂબ સરસ ગઝલ..

 12. mahesh Dalal said,

  July 27, 2008 @ 2:37 pm

  લોહિ ન વાસનો…..? અદ ભુત કલપના. જ ચિ ગઈ .

 13. sunil shah said,

  July 27, 2008 @ 10:45 pm

  વાહ…!

 14. Pravin Shah said,

  July 29, 2008 @ 12:13 pm

  ……થીજેલી ક્ષણો છીએ વધારે કૈં નથી.

  ખરેખર, આપણે થીજેલી ક્ષણો અને સમય શ્વાસ ભેર દોડ્યે જાય છે.

  સુંદર રચના !

 15. suresh parmar said,

  September 3, 2008 @ 3:07 am

  khu……………………………b j sundar gazal

 16. win now said,

  September 25, 2008 @ 2:41 pm

  Keep it up (like I do :-)) Great site – loved the bit about yourselves.

 17. PIYUSH M. SARADVA said,

  November 25, 2009 @ 7:18 am

  ખરેખર ખૂબ જ સુંદર ગઝલ છે.જાણે જીંદગીની વાસ્તવિકતા આ ગઝલન એક એક શેરમા રજૂ કરવામા આવી છે.વાહ ખૂબ જ સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment