હજી માંડ થોડી રજૂઆત થઈ છે,
તમે કહો છો, સારી શરૂઆત થઈ છે.
સ્મરણની ગલીઓ ઉજળિયાત થઈ છે,
ભલે સ્વપ્નમાં, પણ મુલાકાત થઈ છે.
વિવેક મનહર ટેલર

કાવ્યો – નિરંજન ભગત

સૌંદર્યની સાપણ ક્યાંથી ડસે,
વ્યાપી જતું ઝેર તરત નસેનસે;
નીલાં ત્વચામાં ફૂટતાં ચકામાં,
કાવ્યો કહ્યાં જે જનવાયકામાં.

– નિરંજન ભગત

કાવ્યના જન્મની મિમાંસા ચાર લીટીમાં ! આમ તો ઉમાશંકરે પણ કહ્યું જ છે – સૌંદર્યો પી, ઉરઝરણ પછી ગાશે આપમેળે !

6 Comments »

 1. Dilipkumar K. Bhatt said,

  July 6, 2008 @ 7:59 pm

  વાહ વાહ સિવય કાઈ લખી શક્તો નથી.

 2. pragnaju said,

  July 6, 2008 @ 8:45 pm

  સુંદર
  સૌંદર્યની સાપણ ક્યાંથી ડસે,
  વ્યાપી જતું ઝેર તરત નસેનસે;
  યાદ ગુંજી
  ક્યાંકથી સંતાપની સાપણ ડસે-
  અંગ અંગે દાહ પ્રસરાવે ગઝલ.
  અંગ – અલસમાં મધુ કેફ થઇ લીલી સાપણ સરકે,
  આશ્ર્લેષે તો પ્હાડ પીગળે, ઝમતી ક્ષણની હલકે,
  નીલાં ત્વચામાં ફૂટતાં ચકામાં,
  કાવ્યો કહ્યાં જે જનવાયકામાં.
  કાબીલે દાદ્
  આંતર ગુંજન થયું
  પર્ણથી મોતી ખર્યાની વાયકા ફેલાઇતી
  વૃક્ષને તેથી પવન સામે હજી ફરિયાદ છે.

 3. pragnaju said,

  July 6, 2008 @ 8:59 pm

  બે વાર એક રોમાંચક અનુભવ માણ્યો
  “અંતરમાં પરમ શ્રધ્ધાનો એક રણકાર, આંખો બંધ અને કુદરતની આ પરમ લીલા સમક્ષ હૈયુ અને હાથ બંને આપોઆપ જોડાઇ રહ્યા.”
  કાકાસાહેબને માણતા હોય તેવું અમને પણ રોમાંચક અનુભવ કરાવે તેવું વર્ણન
  યાદ આવી પંક્તીઓ
  નદી-ઝરણમાં પથ્થર તેથી ખળ-ખળ સમજો થાયે;
  જીવનમાં જો ખળભળ ના હો હલચલ હોય શું, ક્યાંયે ?
  ડૂબવા ટાણે, ડૂબી જ લેવું મધુરી વાત મજાની.
  કુદરતની આ લીલા ન્યારી મનુષ્યને ઘડવાની…. !

 4. વિવેક said,

  July 7, 2008 @ 9:16 am

  સુંદર મુક્તક અને ઉમાશંકરની પંક્તિ પણ બખૂબી ટાંકી…

 5. bhagvat tivedi said,

  October 26, 2008 @ 2:30 am

  નિરન્જન્ભૈ અને ઉમાશ્ન્કેર ના ગિત્માન મને તો આવ જુદા ભાવ દેખાય ચ્હે નિરન્જન્ભઐ ના ગિત્માન દુખ ને સન્તાપ લગે ચ્હે. કદાચ અએમના અન્ગત જિવન્નો પદઘો મને અએમના ગિત્માન સમ્ભલાયો

 6. mjpurohit said,

  March 4, 2010 @ 1:20 am

  સુન્દર અતિ સુન્દર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment