તડકો વરસતો શ્હેર પર આખો દિવસ, પછી
કોરા ન થાય ત્યાં સુધી રસ્તાઓ ઝળહળે.
કુલદીપ કારિયા

સવાર કરવામાં – અશોક ચાવડા ‘બેદિલ’

હતું જે એય ગયું ફેરફાર કરવામાં;
દીવો બુઝાઈ ગયો અંધકાર કરવામાં.

હવે જગાડ ન સૂતો છું હું હકીકતમાં,
જરાક વાર કરી તેં સવાર કરવામાં.

નદીની જેમ અગર ચાલશો થશે રસ્તા,
ખડક ઊભા જ રહ્યા છે વિચાર કરવામાં.

અરે ઓ પારધી ટહુકા ન ધ્યાનથી સાંભળ,
ધ્રૂજે છે હાથ હજી જો શિકાર કરવામાં.

ફરક પડે ન અરીસાને શી રીતે ‘બેદિલ’,
તૂટી ગયો છું હું ટુકડા હજાર કરવામાં.

-અશોક ચાવડા ‘બેદિલ’

અશોક ચાવડાની એક મજેદાર ગઝલ. ગઝલનો પહેલો જ શેર કોઈ છીપ ઉઘાડીએ અને મોતી નીકળે એવી સફળ નજાકતથી કેવો મસ્ત ખૂલે છે ! બીજો શેર પણ એ રીતે હાંસિલે-ગઝલ શેર થયો છે. કઈ સવારના અનુલક્ષમાં કવિ હકીકતનું અનુસંધાન આપે છે?

7 Comments »

 1. Shah Pravinchandra Kasturchand said,

  July 12, 2008 @ 6:55 am

  લોકોએ ભલે ફેરવી દીધા ફેરા સાત બંનેના
  જિંદગી આખી ગુજરી બે દિલ એક કરવામાં.

 2. ધવલ said,

  July 12, 2008 @ 8:00 am

  નદીની જેમ અગર ચાલશો થશે રસ્તા,
  ખડક ઊભા જ રહ્યા છે વિચાર કરવામાં.

  – ઉત્તમ !

 3. Pinki said,

  July 12, 2008 @ 8:13 am

  હવે જગાડ ન સૂતો છું હું હકીકતમાં,
  જરાક વાર કરી તેં સવાર કરવામાં.

  સૂવું – જગાડવું – સવાર
  શબ્દો પાસે સહજતાપૂર્વક કામ કરાવી લીધું છે.

  આજ હું ‘બેદિલ’ રડ્યો ત્યારે થઈ છે જાણ,
  ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા.

  રડવું – ભીંજાવું – કોરાપણું

  નદીની જેમ અગર ચાલશો થશે રસ્તા,
  ખડક ઊભા જ રહ્યા છે વિચાર કરવામાં.- સુંદર પ્રેરણાદાયી શેર !!

 4. pragnaju said,

  July 12, 2008 @ 9:01 am

  બેદિલની દિલદાર ગઝલ
  તેમાં આ શેર
  અરે ઓ પારધી ટહુકા ન ધ્યાનથી સાંભળ,
  ધ્રૂજે છે હાથ હજી જો શિકાર કરવામાં.
  વાહ્
  યાદ ગુંજી
  ખડા ન દીખે પારધી,લગા ન દીખે બાણ;
  મેં પૂછું તોંસે હે સખી,કિસ બિધ તજે હૈ પ્રાણ.
  જલ થોડા નેહ ઘણાં,લગે પ્રીત કે બાણ;
  તૂ પી, તૂ પી, કર રહે,ઈસ બિધ તજે હૈ પ્રાણ.
  હરણને પારધી મારે છે એ તો જાણતો’તો હું;
  તરસ એની જ ખુદ હણશે, મને એની ખબર ન્હોતી.
  નથી એમ મળતા અહીં જીવ ‘ઘાયલ’,
  પરસ્પર દીવાના જવલ્લે મળે છે.

 5. Harikrishna said,

  July 12, 2008 @ 2:42 pm

  Very very nice indeed. I loved it immensely.
  Thanks.

 6. himmat kataria said,

  July 18, 2008 @ 7:15 am

  nice

 7. dr.ketan karia said,

  April 25, 2014 @ 8:52 am

  નદીની જેમ અગર ચાલશો થશે રસ્તા,
  ખડક ઊભા જ રહ્યા છે વિચાર કરવામાં.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment