ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ચાલો હવે! – મીનાક્ષી ચંદારાણા

ઝાંઝવાના તેજ હિલ્લોળાય રે, ચાલો હવે!
સરવરો લોચન તણાં લોપાય રે, ચાલો હવે!

સાવ સોનલ સાંકળી શાં દીસતાં આ બંધનો,
દોર કાચા ફેર સાબિત થાય રે, ચાલો હવે!

રૂપરંગોની હવામાં દોહ્યલા તલસાટ છે,
કુંભ આ અમ્રતનો અવરથ જાય રે, ચાલો હવે!

આ કલમ કાગળની વચ્ચે, ઝૂલતું કલરવ સમું,
વણઝિલાયું રહી જતાં હિજરાય રે, ચાલો હવે!

શ્વાસના આવાગમનના છળ વચાળે હર કદમ,
દૂર ઝળહળ જ્યોત શું વરતાય રે, ચાલો હવે!

– મીનાક્ષી ચંદારાણા

ગરબીના ઢાળમાં ગઝલ… પણ બધા જ શેર અટકીને વાંચવા પડે તેવા…

7 Comments »

  1. કિરણસિંહ ચૌહાણ said,

    December 24, 2010 @ 12:42 AM

    બહુ સરસ ગઝલ. લાગણીનો ગેરુઓ રંગ અસરકારક રીતે વ્યક્ત થયો છે.

  2. pragnaju said,

    December 24, 2010 @ 7:48 AM

    સરસ ગઝલ
    રૂપરંગોની હવામાં દોહ્યલા તલસાટ છે,
    કુંભ આ અમ્રતનો અવરથ જાય રે, ચાલો હવે!

    આ કલમ કાગળની વચ્ચે, ઝૂલતું કલરવ સમું,
    વણઝિલાયું રહી જતાં હિજરાય રે, ચાલો હવે!
    મઝાના શેર

  3. dHRUTI MODI said,

    December 24, 2010 @ 1:45 PM

    ખરેખર ખૂબ જ સુંદર ગઝલ.

  4. Pancham shukla said,

    December 24, 2010 @ 6:04 PM

    સાદ્યંત સુંદર ..શબ્દો અને અર્થોને ફૂંકી ફૂંકી સમજણની સગડી સળગાવવાને બદલે બાવનની બહાર પ્રગટવાના કોઈ આહ્લાદ સાથે માણવાની/અનુભવવાની ગઝલ.

  5. Sandhya Bhatt said,

    December 24, 2010 @ 11:31 PM

    મીનાક્ષીબેનની ગઝલની પોતીકી શૈલી છે. આ ગઝલ પણ આવા જ સુંદર રંગની મઝા આપે છે.

  6. Kirtikant Purohit said,

    December 25, 2010 @ 2:47 AM

    મીનાક્ષીબેનની બહુજ સ્પર્શી જતી ગઝલ. બધાજ શેર સરસ.

  7. pratap mobh TALAJA said,

    March 6, 2011 @ 7:44 AM

    vah good minakxiben

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment