જન્મ-મૃત્યુ છે મત્લાને મક્તો ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય,
રંગ લૌકિક છે પણ અલૌકિક લય, ગાય છે શૂન્ય ખુદની હજૂરે ગઝલ.
‘શૂન્ય’ પાલનપૂરી

ગુણગાન – નગીન મોદી

મડદાંના ઢગ પર બેસી
નીરો ફીડલ વગાડતો હતો
તેમ, તારો વધ કરી, તારા લાકડાના
માવામાંથી બનાવેલા કાગળ પર
હું કવિ, તારા ગુણગાન ગાઉં છું !

-નગીન મોદી

આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે શ્રી નગીન મોદીની વધુ એક વૃક્ષ-કવિતા. કવિપણાના કોઈપણ ભાર વિના લખાયેલી આ કવિતા જેટલી ટૂંકી છે એટલી જ વેધક પણ છે. રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડતો હતો એ ઐતિહાસિક ઘટનાને નિરંકુશ થતા વૃક્ષછેદન સાથે સાંકળી કવિ સરસ ચોટ સર્જે છે…

12 Comments »

 1. Narendra Chauhan said,

  June 5, 2008 @ 2:45 am

  very appropreate for the day!

 2. Darshit said,

  June 5, 2008 @ 3:35 am

  આજ ના દિવસે આનાથિ વિષેશ અને આટ્લુ સારાસ કશુ ના હોઇ શેકે…..

 3. jayesh upadhyaya said,

  June 5, 2008 @ 3:58 am

  પર્યાવરણ દીન ઓછા શબ્દો માં ઘણી મોટી વાત

 4. કુણાલ said,

  June 5, 2008 @ 4:22 am

  સચોટ વાત કહેવાની અદભુત રીત !!

 5. pragnaju said,

  June 5, 2008 @ 8:34 am

  નગીનભાઈની ટૂંકી સચોટ વાત્
  જેને ઝડપથી વાયુમંડળમાં કાર્બનડાયોક્સાઈડ વધી રહ્યો છે જેનાથી તમામ દેશ આજે ચિંતિત છે કારણ કે, તેનો પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રભાવ સાફ જોવા મળી રહ્યો છે.
  ચેતનની યાદ આવે છે
  નિત વધે ઓઝોનનું બાકોરું,જો
  કેટલા વર્ષો હવે જીવાય છે.
  આંધળું છે દૂષણોનું આક્રમણ.
  સંસ્કારો ક્યાં કશે દેખાય છે.

 6. Pravin Shah said,

  June 5, 2008 @ 11:34 am

  પ્રત્યેક ક્ષણે વધ પામતા વ્રુક્ષોને એક લાગણીભીના કવિની સરસ ચોટદાર શ્રધ્ધાંજલી!

 7. Pravin Shah said,

  June 5, 2008 @ 11:48 am

  આ જગ્યા આટલી વેરાન કેમ આજે?
  ચોક્કસ અહીં કોઇ માનવ રહેવા આવ્યો હશે!

 8. ધવલ said,

  June 5, 2008 @ 5:36 pm

  સચોટ કવિતા !

 9. ચાંદસૂરજ said,

  June 6, 2008 @ 5:11 am

  આજે માનવ કાતિલતાના હથિયાર ઊગામી,અરણ્યના મૂળ પર ઘા કરી, એને જમીનદોસ્ત કરી એનો સમૂળગો નાશ કરી રહ્યો છે ત્યારે એ ધરાશાયી વ્રુક્ષોને શ્રધાંજલિ આપવાના એ કરુણ પ્રસંગની સભા જ ન ભરવી પડે એવું કઈક કરીએ તો કેવું સારું! પ્રદૂષણથી દૂર વસ્તા અને પર્યાવરણના બચાવની છાવણી ભરીને બેઠેલા એક કવિના ગુલશનમા મહોરતી અને “ગુલાબ” શિર્ષક હેથળ લખાયેલી કવિતા યાદ આવે છે જેને આજે પણ ક્યાં વાસ્તવિક્તા સાંપડી છે?

  ગુલાબ

  ગુલાબ ફૂલ તું શું મલકાય
  તુજ મન હર્ષ ઘણો લહેરાય,
  નીરખી નીરખીને આકાશ
  કાલું કહી તું કરતું હાશ,
  પવન સંઘ તું રંગે રમે
  સુગંધ મીઠો ચોગમ ભમે,
  પાંખડી તુજ કોમલ સુકુમાર
  ધરે રંગ મ્રુદુ હસતાવાર્,
  હસતું રહે હો મધુર ગુલાબ
  હું તુજને તોડી નહી દઊં
  નીરખી દૂરથી સુખમા રહું
  બસ પર્યાવરણને વામતા ક્યારામાં એ કવિએ પાળીપોષી,સીંચી,ઉછેરી અને સેવેલા સપનોના એ પોદાને આપણે પણ એજ ભાવથી સાકારતાનું જળસીંચન કરી માવજતથી ઉછેરીએ એજ અભ્યર્થના.

 10. સુનીલ શાહ said,

  June 6, 2008 @ 9:49 am

  ખુબ ઓછા શબ્દોમાં ચોટદાર વાત–રજુઆત

 11. nilamdoshi said,

  June 6, 2008 @ 10:24 pm

  સચોટ રજુઆત..

 12. Dr. Dilip Modi said,

  June 10, 2008 @ 11:54 am

  saras….khub saras

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment