હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે,
અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ.
કુતુબ આઝાદ

ફરવા આવ્યો છું -નીરંજન ભગત

હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
-રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ઘડી
ને ગાઈ શકું બેચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!

હું તો બસ ફરવા આવ્યો છું!
-નીરંજન ભગત

3 Comments »

  1. Suresh said,

    June 3, 2006 @ 5:16 AM

    જીવન પ્રત્યેની આવી સહજ દ્રષ્ટિ ઘણા ભારેખમ શાસ્ત્રો કરતાં મધુર અને સાચી લાગે છે. જીવનનો આનંદ માણી શકીએ તો પછી કોઇ મોક્ષની જરૂર નથી.

  2. pragnajuvyas said,

    January 30, 2020 @ 11:29 AM

    મૂળ કાવ્ય “હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?”
    ‘હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું?’
    આમ કાવ્યમાં ફેરફાર કરવાથી મુળ કાવ્ય નો જે અર્થ છે કે હું મસ્ત બનીને કોઈના યે કામની ફીકર કર્યા વગર ફરવા આવ્યો છું તે અહીં ‘હું ક્યા તમારું કામ કરવા આવ્યો છું?’ તેમ કરવાથી કવિને સ્વાર્થી ઠરાવે છે. જે ભૂલ ભરેલું અને કવિની ગરિમાને ધક્કો પહોંચાડનારુ છે.

  3. ધવલ said,

    January 30, 2020 @ 1:07 PM

    ભૂલ સુધારી લીધી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment