રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !
ભરત વિંઝુડા

કાચનદીને પેલે કાંઠે – સંદીપ ભાટિયા

કાચનદીને  પેલે  કાંઠે  શબ્દ  ઉભો   અજવાળા  લઈને
થરથરતા  હિમયુગોને  છેડે  સપનાઓ  હુંફાળા  લઈને

કાચનદીને  પેલે  કાંઠે  કોઈ  આપણી   રાહ   જુએ  છે
ચાલ આંખમાં ભીનાશ લઈને
છાતીમાં ગરમાળા લઈને

કાચનદીને  પેલે   કાંઠે   નામ   ધૂંધળું   ચહેરા  ઝાંખા
આ  કાંઠે  ચૂપચાપ  ઉભો છું
શ્વાસોની જપમાળા લઈને

કાચનદીને  પેલે  કાંઠે  કોની  પહેલી  તરસ  પહોંચશે
જલપરીઓની રાણી  ઉભી  હાથોમાં  વરમાળા  લઈને

કાચનદીને  પેલે  કાંઠે  ગણિત  બધાંયે  સાવ નકામા
તરી ગયા એ શૂન્ય ઉંચકી ડૂબી ગયા સરવાળા લઈને

કાચનદીને  પેલે  કાંઠે   પાગલ   પંખી   માળો  બાંધે
ડાહ્યા  લોકો  ભેટ  આપવા  આવે   કૂંચીતાળા  લઈને

સંદીપ ભાટિયા
pencamerabrush@rediffmail.com

પેનકેમેરાબ્રશ જેવા ઈ-મેઈલ આઈડીથી પોતાનું ત્રેવડું વ્યક્તિત્વ છતું કરતા સંદીપ ભાટિયાને આપણે માણસના ધુમાડા કરનાર ગીતકાર તરીકે ઓળખીએ છીએ. અહીં એ કાચનદીની વાત લઈને આવ્યા છે. કાચનદી શબ્દ જ ગઝલમાં પ્રવાસ આદરતા પહેલાં આપણને અટકવાની ફરજ પાડે છે. કાચની બનેલી આ કઈ નદી છે એનો ખુલાસો કરવા જેટલા મુખર કવિ બનતા નથી. નદીની આ વિભાવના વાચકે પોતે જ સ્થાપિત કરવાની રહે છે.

છ શેરની આ ગઝલ આખી વાંચીએ ત્યારે આ કાચનદી એટલે આ વિશ્વ એવી વિભાવના સૌથી વધુ ઉજાગર બને છે. અને કાચ શબ્દ પ્રતીક બને છે વિશ્વની ભંગુરતાનું. કદાચ બરડતા અને જડતાનું પણ.

શબ્દ હંમેશા અજવાળાનું પ્રતીક ગણાયો છે. સાચો શબ્દ જ મૌનના અંધારામાં યુગોથી થીજી ગયેલા અસ્તિત્વને હૂંફાળા સપનાંની ઉષ્મા આપી અજવાળી-પીગાળી શકે છે. આ ક્ષણભંગુર નદીના પેલે કાંઠે કોઈ આપણી શાશ્વત પ્રતીક્ષામાં છે પણ એ પ્રતીક્ષા કોરી નથી, વાંઝણી નથી. ત્યાં આપણું કોરાપણું પણ કોઈ ખપનું નથી. એ પ્રતીક્ષાનો કાચ તોડવો-પીગળાવવો હોય તો આંખોમાં સંવેદનાની ભીનાશ અને છાતીમાં ગરમાળાની ઉષ્ણ શીતળતા હોવી અનિવાર્ય છે. ગરમાળો જ કેમ? કોઈ અન્ય વૃક્ષ કેમ નહીં? કવિ શું માત્ર કાફિયા મેળવવા માટે જ ગરમાળાનો પ્રયોગ કરે છે? કે કવિને છાતીમાં શ્વાસની આવન-જાવન, હૃદયના ધબકારા અને રુધિરના પરિભ્રમણની ગરમી પણ અહીં અભિપ્રેત છે? ગરમાળો જ એક એવું વૃક્ષ છે જેનું નામસ્મરણ માત્ર બળબળતા ઉનાળા અને આંખોને ટાઢક આપતા પીળચટ્ટા ફૂલોના સહૃદય વિરોધાભાસને તાદૃશ કરી શકે છે.

બટકણી આ કાચનદીની બાકીની વાતો ભાવકો પર છોડીએ?

24 Comments »

  1. kirit shah said,

    June 6, 2008 @ 1:45 AM

    Great thoughts-good selection – want to know more about Shree Sandip Bhatia

  2. Jina said,

    June 6, 2008 @ 2:05 AM

    tame to ni:shabd kari nakho chho ho vivekbhai…. adbhoot!!

  3. Pravin Shah said,

    June 6, 2008 @ 2:05 AM

    ચાલ આંખમાં ભીનાશ લઈને છાતીમાં ગરમાળા લઈને……

    એક ખૂબ જ સુંન્દર ગઝલ!
    ગઝલનો મિજાજ અને તેનો ભાવ સમજવા દસ વાર ગઝલ વાંચી, અને તેમાં વિવેકભાઇએ ખૂબ જ મદદ કરી, કદાચ તેમની મદદ વગર આ ગઝલ સમજવી ખૂબ જ મુશ્કેલ હતી.

    આભાર!

  4. jayesh upadhyaya said,

    June 6, 2008 @ 5:31 AM

    કાચનદીને પેલે કાંઠે ગણિત બધાંયે સાવ નકામા
    તરી ગયા એ શૂન્ય ઉંચકી ડૂબી ગયા સરવાળા લઈને
    આ શેર ગમ્યો
    કાચ નદી એટલે કોમ્પ્યુટર સ્ક્રીન થાય ખરું?

  5. manhar m mody ( 'mann' palanpuri said,

    June 6, 2008 @ 7:01 AM

    ખુબ સ્રરસ અને અર્થપૂર્ણ ભાવવાહિ ગઝલ . વિવેચન પણ એટલુંજ સચોટ .અભિનંદન .

  6. RAZIA MIRZA said,

    June 6, 2008 @ 7:28 AM

    સુન્દર ગઝલ

  7. કુણાલ said,

    June 6, 2008 @ 8:14 AM

    અદભુત ગઝલ સંદીપભાઈ … !!! ઢેર સારી દાદ કબૂલ કરેં !! ..

  8. Anal said,

    June 6, 2008 @ 8:30 AM

    Sandeep bhai,
    Verry nice….
    Your thoughts are really nice…

  9. pragnaju said,

    June 6, 2008 @ 8:58 AM

    ખૂબ સુંદર ભાવવાહી ગઝલ્
    આ શેર –
    કાચનદીને પેલે કાંઠે ગણિત બધાંયે સાવ નકામા
    તરી ગયા એ શૂન્ય ઉંચકી ડૂબી ગયા સરવાળા લઈને
    કાચનદીને પેલે કાંઠે પાગલ પંખી માળો બાંધે
    ડાહ્યા લોકો ભેટ આપવા આવે કૂંચીતાળા લઈને
    વાહ્

  10. ઊર્મિ said,

    June 6, 2008 @ 8:24 PM

    આરંભનાં રદીફ અને અંતનાં રદીફની વચ્ચેની સાંકળી ગલીમાં કવિનું અદભૂત કર્મ… ખૂબ જ સ-રસ…!!

    આસ્વાદ પણ મસ્ત કરાવ્યો છે દોસ્ત… એના વગર આ ગઝલ જરા થોડી થોડી મારી ઉપરથી જ જતી રહેતે જો…!

  11. Bharat said,

    June 7, 2008 @ 2:18 AM

    માફ કરજો.વાંક મારેી સમજણ્નો પણ કાચ્નેી નદિ એટ્લે શું તે સમ્જાયુ નહિ ઉપર થેી ગયુ.
    જેવા નશેીબ્ ,એ વેીશેનેી અર્થ સમજણ પણ કામ ન લગિ.

  12. bhogi gondalia said,

    June 7, 2008 @ 2:23 AM

    great work – congrats – I wanted to cross that river ..
    there is no boat in glass river ?
    I hgope it is there loaded with fresh water ..
    as thirst is a dangerous thing !

  13. kiran said,

    June 7, 2008 @ 3:41 AM

    કાચ ની નદી મતલબ તરણા ઑથે ડુંગર જેવુ. તે ઑળંગી અનંત માં પ્રવેશ! શુન્ય થઈ ને જવુ પડે! જગત ના સરવાળા લઈ ને તો ડુબી જ જવાય ને ! પ્રભુ ત્યાં રાહ જુવે છે સ્વાગત ની તૈયારી સાથે ! જોઇએ છાતી માં લાગણીનાં પીળા ફુલ ! આંખોમાંપ્રેમ ની ભિનાશ ! અહંકાર પુરો શુન્ય ! જાણે પાગલ પંખી ! – બાકી બધુ માળા માટે તાળા ચાવી ની ભેટ જેવુ! અદભૂત.

  14. Uttam Gajjar said,

    June 7, 2008 @ 3:42 AM

    વહાલા ભાઈ વીવેક,
    શનીવારે ‘સન્ડે ઈ–મહેફીલ’ રવાનગીની રાહ જોવાની મારી ટેવ તો હવે ભુલાઈ રહી છે ધીરે ધીરે; પણ શનીવારે તમારા આગમનની રાહ હું અચુક જોઉં ! ને તમે નીરાશ નથી કરતા. એટલું જ નહીં તમારી અત્યંત ઉંચી ગઝલ–પસંદગી અને તેનું સચોટ, ભાવવાહી, ચુંટેલા શબ્દોથી કરાવેલું વીધાયક દૃષ્ટીકોણવાળું રસદર્શનઃ (કેટલીક વાર તો વીમાસણમાં મુકી દે કે ગઝલને ઉત્તમ કહું કે તેની સમીક્ષાને !) એક વીશીષ્ટ લહેજત અર્પે છે..
    ભાઈ, એક નવી તરાહ બંધાતી જાય છે આ તમારી જહેમતથી, એક નવી ઉંચાઈ સર કરતી રહે છે તમારી આ ગઝલ–સાધના.
    બહેન ઉર્મી કહે છે તેમ, ગઝલ સાથે તમારી આ આટલી રળીયામણી
    સમજુતી ન હોય તો કેટલીક વાતો તો મારી ઉપરથી જ વહી જાય !
    આ બાબતમાં તો તમને અમે અમારા ગઝલ–શીક્ષક કહીએ તો તદ્દન સાચું માનજો..
    આ વેળાના ‘ગઝલવીશ્વ’–૪માં તમારી, ડૉ. મહેશભાઈ રાવલ અને ભાઈ ગૌરાંગ ઠાકરની ગઝલો જોઈ બહુ આનંદ થયો.
    ખુબ ધન્યવાદ.. અમે તમારા અહેસાનમંદ છીએ.. દીલથી..
    ..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com

  15. Kantilal Parmar said,

    June 7, 2008 @ 4:37 AM

    નમસ્તે, સ્નેહિશ્રી ડૉ. વિવેકભાઈ, આપની પ્રસાદી મળી, શ્રી ઉત્તમભાઈ કહે છે તેમ તમારા ખુલાસાથી ગઝલની સરળતા માણવા મળે. હમેશ અવનવું પીરસતા રહો એ આશા.
    કાંતિલાલ પરમાર
    હીચીન

  16. Pinki said,

    June 7, 2008 @ 5:52 AM

    અર્થપૂર્ણ, લયબદ્ધ, ભાવવાહી સુંદર રચના……
    કાચનદી-
    કવિહૃદયે કેમેરાની આંખે એક શાંત નદીના
    વિહ્.વળ જળને આપેલું ઉપનામ…?!!
    કે સંસારની વૈતરણી પાર કરી પેલે કાંઠે જવાની વિહ્.વળતા…?!!

    ‘કાચનદીને પેલે કાંઠે’ નું સતત રટણ-
    ‘પેલે કાંઠે’ જવા આહ્.વાહન આપે છે.
    શબ્દોનાં અજવાળાં, શ્વાસોની જપમાળા,
    સાંસારિક સરવાળા અને અંતે કૂંચીતાળા ….!!

    પરંતુ કહેવાતો ‘પાગલ’ તો પેલે કાંઠે
    પહોંચી માળો બાંધવાનું શરુ કરી દે છે
    અને કહેવાતા ડાહ્યા લોકો –
    આ કાંઠે કૂંચીતાળાની ભેટ ધરવામાં …….????

    કાચનદીને પેલે કાંઠે ગણિત બધાંયે સાવ નકામા
    તરી ગયા એ શૂન્ય ઉંચકી ડૂબી ગયા સરવાળા લઈને

    simply superb ……….!!

  17. સુનીલ શાહ said,

    June 7, 2008 @ 6:23 AM

    નવા જ પ્રકારના ભાવાવેશમાં લઈ જતી ગઝલ અને તેનું રસદર્શન ગમ્યા. ગુજરાતી ગઝલોના સાગરમાંથી મોતી વીણી લયસ્તરો પર મુકવાની તમારી ત્રેવડ અને સમર્પીતતાને સલામ.

  18. વિવેક said,

    June 7, 2008 @ 8:54 AM

    મિત્ર કિરણ જે રીતે પ્રતિભાવમાં આ ગઝલ એક જ ફકરામાં સમજાવી શક્યા એ ખૂબ પ્રભાવિત કરી ગયું. આખી ગઝલને જે પ્રવાહિતાથી અને સળંગસૂત્રતાથી એ આસ્વાદી શક્યા છે એ એમની પોતીકી કોઠાસૂઝનું પ્રમાણ છે…

    આભાર દોસ્ત ! આખી વાત પર એક નવો જ પ્રકાશ પડ્યો…

  19. Maheshchandra Naik said,

    June 7, 2008 @ 9:32 AM

    It is really good gazal by Shri Sandipbhai Bhatia, but it is rightly said by Shri Uttambhai that without Dr. Vivekbhai we would not have enjoyed the same.CONGRATULATIONS to both of you

  20. indravadan g vyas said,

    June 7, 2008 @ 9:02 PM

    મને આ “કાચનદી” જીવન ની પાર્દર્શક્તા નુ પ્રતિક જણાય છે.જ્યાં નિર્દોષ્,કાચ જેવું જીવન જીવાતું હોય ત્યાં જ અફાટ શક્યતાઓ સંભવે.
    ખુબ સરસ ગઝલ. મન તર બતર થયું.રસાસ્વાદ ઉત્તમ્.વિવેકજી ને સાબાશી…

  21. bakulesh desai said,

    June 11, 2008 @ 6:25 AM

    સરસ ગઝલ ! બે રદિફો ચ્હે જાને કે ! નવિ બાનિ નવો અન્દાજે બયાન !!

    do keep it up !!

  22. bakulesh desai said,

    June 11, 2008 @ 6:30 AM

    my 02 couplets in the regard…

    KANCH KE TERE SHEHAR ME CHOOR HO KAR REH GAYAA.
    PATTHARO KE HAATH MAI MAZBOOR HO KAR REH GAYAA.
    ####

    ROSHNI JO BHI MILI WOH ULLUON ME BAAT DEE !!
    MAI AMAAVAS KE NAGAR BE-NOOR HO KAR REH GAYAA.

  23. bakulesh desai said,

    June 11, 2008 @ 6:38 AM

    ON 16TH JUNE IN SURAT, GANDHI SMRUTI HAVAN A UNIQUE PROG. IS ARRANGED. A COMPILATION F POEMS ON MPTHER IS 2 B LAUNCHED.
    ### AFTER THAT NOTED POETS OF SURAT & OF OTHER CITIES WILL PRESENT THEIR POEMS ON mother … REMEMBER, MANY A POETS WILL RECITE THEIR POEMS WHICH R NOT ACCOMODATE4D IN THE BOOK. THAT MEANS THOSE WHO MANAGE 2 B THERE ILL HAVE MORE POEMS ON THE SUBJ.. BESIDES IN BOOKS, MANY MORE WRITTEN ON THE THEME BUT NOT IN THE VOL. , ANY TAKERS ?

  24. Mansi Shah said,

    October 18, 2008 @ 2:00 AM

    કાચનદી….
    ક્યારેય પાર કરી શકાશે ખરી?

    Mansi

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment