તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.
વિવેક ટેલર

કેમ ? – મુકુલ ચોકસી

તમે દીવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ ?
હવે આકાશની તમને પડી લાગે છે તંગી, કેમ ?

તમારું કાળરાત્રિએ ખીચોખીચ એકલાં હોવું
ભરે એકાંતની જાહેરસભાઓ ખૂબ જંગી કેમ ?

અચાનક મારી સામે આમ આ બપોરને વખતે,
ક્ષિતિજના સૂર્ય જેવું તે હશે છે રક્તરંગી કેમ ?

બની’તી જે હકીકત, વારતારૂપે તો ગમતી’તી,
હવે મારી કથારૂપે એ લાગે છે ક્ઢંગી કેમ ?

– મુકુલ ચોકસી

એક એક પંક્તિએ અર્થછાયાઓમાં જે પરિવર્તન આવે છે એ જોવા જેવું છે. છેલ્લો શેર વાંચતા જો કહી ગયી ન મુઝસે વો જમાના કહ રહા હૈ, કે ફસાના બન ગયી હૈ મેરી બાત ચલતે ચલતે તરત જ યાદ આવે છે.

4 Comments »

 1. વિવેક said,

  May 22, 2008 @ 2:56 am

  મુકુલભાઈની રાબેતા મુજબની સદાબહાર ગઝલ… ગુજરાતી ભાષાનું કમનસીબ છે કે મુકુલભાઈ હવે ખૂબ ઓછું લખી રહ્યા છે…

 2. RAZIA MIRZA said,

  May 22, 2008 @ 4:44 am

  ડો.મુકુલ ભાઈ ની રચનાઓ માનવ સ્વભાવ પરિવર્તન અને એનું અસલી સ્વાર્થ પણું દર્શાવે છે.અભિનંદન મુકુલભાઈ ને

 3. pragnaju said,

  May 22, 2008 @ 9:42 am

  ખૂબ સુંદર ગઝલ્
  તમારું કાળરાત્રિએ ખીચોખીચ એકલાં હોવું
  ભરે એકાંતની જાહેરસભાઓ ખૂબ જંગી કેમ ?
  વાહ્ -ામારી વાત
  રાજેશ કહે છે તેમ
  દોસ્ત આ એકાંત ધરખમ હોય છે,
  ભીડ સોંસરવું અડીખમ હોય છે.
  બની’તી જે હકીકત, વારતારૂપે તો ગમતી’તી,
  હવે મારી કથારૂપે એ લાગે છે ક્ઢંગી કેમ ?
  તમે કહ્યું તેમ સાચે જ્- ફસાના બન ગયી હૈ મેરી બાત …

 4. Pinki said,

  May 22, 2008 @ 1:37 pm

  પ્રકૃતિ અને મનુષ્યની પ્રકૃતિ
  સુંદર અનુસંધાન !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment